Posts

બેંગલોર ડાયરી...

Image
તારીખ ૧૨.૩.૨૫ બુધવાર થી.... તારીખ ૧૩.૩.૨૫ ગુરૂવાર હોળી...અહીં હોળી બનાવવામાં કે સળગાવવામાં આવતી નથી. • પૂર્વભૂમિકા... મારો દીકરો નિસર્ગ કે જે મર્સિડીઝ બેન્ઝ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડીયા લિમિટેડમાં 2021 થી સિનિયર એન્જિનિયર તરીકે નોકરી કરે છે અને 2022 થી બેંગલોરના વ્હાઈટ ફિલ્ડ વિસ્તારમાં રહે છે તેને ત્યાં આ વખતે પહેલી વાર આવવાનું અને આવીને રહેવાનું બન્યું. કારણ હવે હું નિવૃત્ત છું. પહેલાં નોકરી ચાલુ હોવાથી અને વેકેશન ના હોવાથી હું અહીં બેંગલોર આવી શક્યો નહોતો. દીકરાનું ઘર... • મારા દીકરાનું ભાડાનું ઘર બેંગલોરના વ્હાઈટ ફિલ્ડ વિસ્તારમાં ECC રોડ પર લેનાર એડિફિસ એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલું છે. આ ફ્લેટ બધી સગવડો ધરાવતું 2 BHK મકાન છે.જેનું એ મહીને રૂ 30000 ભાડું ચૂકવે છે. • બેંગલોર વિષે એક પરિકલ્પના લઈને આવ્યો છું. મને જે મળે અને જાણે કે હું બેંગલોર જવાનો છું,તો એ એમ જ કહેતાં હતાં કે બેંગલોર તો બહુ જ સરસ, સ્વચ્છ અને હરિયાળું તેમજ ટેક સિટી છે. • ૧૦ માર્ચ ૨૦૨૫ ના રોજ આરંભાયેલી મારી મુસાફરી... મહેશ સ્ટેશને મૂકવા આવ્યો હતો. ટ્રેન નંબર 22497 શ્રીગંગાનગર થી તિરુચિલ્લાપલી (હમસફર) સમય 8.53 રાઇ...