Posts

Showing posts from January, 2023

પેપર ફૂટવાની ઘટના વિષે...

Image
1. *રાત્રે વાદળ લીક (માવઠુ) થતા ખેડૂતો કહે ભણ્યા હોત તો સારુ હોત.😞*   *પરોઢિયે પેપર લીક થતા ભણેલા કહે ખેડૂત હોત તો સારુ હોત. 😒* 2. પેપર ફૂટી જવાની ઘટના આપણને સૌને ભલે મસમોટી લાગતી હોય પણ *ગુજરાત ગૌણ પસંદગી સેવા સમિતિ* માટે આ બાબત *ગૌણ* છે. 3. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાનું નોટિફિકેશન બહાર પડે ત્યારે એમાં ઘણાં બધાં નિયમો લખ્યા હોય છે. એમાં એક નવો નિયમ ઉમેરવા જરૂરી થઈ ગયો છે. *(0) સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટશે તો પરીક્ષા યોજનાર મંડળ કે સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં.* 4. *જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું તે સમાચાર કોઈ મીડિયામાં નહીં, પરીક્ષા મુલતવી રાખ્યાની સરકારી નોટિસમાંથી આવ્યા છે. આવું બનતું નથી.* *કાં તો મીડિયાના સોર્સ ખતમ થઈ ગયા છે, અથવા મીડિયામાં આ સમાચાર 'લીક' ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે, સરકારી ગેરરીતિઓ મીડિયા સુધી પહોંચી જાય તે માટે એક સિસ્ટમ સક્રિય હોય જ છે. એવું કેમ નહીં થયું હોય?* 5. જાન લઈને નીકળ્યા હોય અને સામે પક્ષેથી ફોન આવે કે લગ્ન *Cancel* *કન્યા મંડપમાંથી ભાગી ગઈ......* બસ એવીજ ફીલિંગ અત્યારે આવે છે....  *વરરાજાશ્રી જુનિયર

આંધળી માનો કાગળ...

આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને મીનુ દેસાઈ જેવા કવિઓએ પણ દેખતા દીકરાના જવાબની રચના કરી હતી. એ રચનાઓએ પણ લોકહૃદયમાં સ્થાન મેળવ્યું હતું – આંધળી માનો કાગળ અને દેખતા દીકરાનો જવાબ એ બંને રચનાઓ એક સમયે ભલે દૂર્લભ ગણાતી હોય, પણ હવે ઈન્ટરનેટના કારણે આ બન્ને રચનાઓ સુલભ બની છે. વહાલપની વાદળી વરસાવનારી માતાને માટે ધર્મપુરાણે માતા, ધરિત્રી, જનની, દયાર્દ્રહૃદયા, શિવા, ત્રિભુવનશ્રેષ્ઠ, દેવી, ભિર્દોષા, સર્વદુઃખહરા, પરમ આરાધનિયા, દયા, શાંતિ, ક્ષમા, ધૃતિ, સ્વાહા, સ્વધા ગૌરી, પદ્મા, વિજયા, જયા, દુઃખહન્ત્રી જેવા ૨૧ શબ્દો પ્રયોજયા છે. ઇશ્વરની એલચી સમી મા માટે મનુસ્મૃતિ કહે છે કે ઉપાધ્યાયથી આચાર્ય દસ ગણા, આચાર્યથી પિતા સો ગણા અને પિતાથી માતા હજાર ગણી પૂજનીય છે. ઘોડિયાઘરમાં ઉછરનારા સંતાનોને માતાનું મૂલ્ય શી રીતે સમજાય ? એક ગરીબ માની ઝૂંપડી માં સાત દીકરા સમાય છે પણ સાત દીકરાની મજાની મહેલાતોમાં એક લાચાર- વૃદ્ધ મા નથી સમાતી. ઊર્મિશીલ માનવીનું કાળજું કંપાવી જતી આંધળીમાના અંતરની વેદનાને ઇન્દુલાલ ગાં