Posts

Showing posts from July, 2023

શિક્ષણની સમસ્યા વિષે...

 આખી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થીનું હિત ક્યાંય દેખાતું નથી … રવીન્દ્ર પારેખ 28 July 2023 એ ખરું કે ગુજરાતમાં શિક્ષણ વિભાગ છે, પણ તેના હોવાથી કેવળ અરાજકતા જ ફેલાઈ છે. એ બે કામ મુખ્યત્વે કરે છે. એક, પરિપત્રો મોકલવાનું અને બે, ડેટા ક્લેક્ટ કરવાનું. ખરા ખોટા આંકડા પરથી બધું બરાબર ચાલે છે એમ માનીને તે પોરસાય છે. એ ઉપરાંત તેના અધિકારીઓ, મંત્રીઓ રોજ કોઈને કોઈ તુક્કાઓ, યોજનાઓને નામે તરતા મૂકે છે ને ઘેટાં જેવા તેનાં શિક્ષણાધિકારીઓ, આચાર્યો, શિક્ષકો નીચું જોઈને તેનો અમલ કરવામાં ધન્યતા અનુભવે છે. કોઈને એમાં કશું અજુગતું લાગતું નથી. આ દાયકાની સૌથી મોટી સફળતા એ છે કે કોઈને, કોઈ સવાલ જ નથી થતો. યુનિયનો ક્યારેક પગાર વધારાને મામલે કાળી પટ્ટી પહેરીને વિરોધનો ફણગો ફોડે છે, પણ પછી બધું શાંત થઈ જાય છે. તેમનો પોતાનો જ ગુનાહિત ભાવ એવો છે કે બીજી નોકરીના કલાકો કરતાં તેઓ ઓછો સમય સંસ્થામાં આપે છે, એટલે શિક્ષણેતર કામો સોંપાય છે, તો નીચું ઘાલીને વસ્તી ગણી આવે છે કે રસી મૂકી આવે છે. એમને કારકૂનીનો વાંધો નથી, ભણાવવાનો છે, એટલે શિક્ષણ વિભાગ પણ એમની પાસેથી કારકૂની જ કરાવે છે. કારકૂનો અંગ્રેજોને જ જોઈતા હતા એવું નથ

વેસ્ટમાંથી બેસ્ટ...પેપર હોલ્ડર

Image
જે લોકોના ઘરે ન્યૂઝપેપર બંધાવેલ હશે એમના ઘરે ચોમાસામાં એક નાની સમસ્યા અવશ્ય સર્જાતી હશે. ઘરની બહાર છજું કે શેડ જેવું નહીં હોય તો પેપર વિતરક ભાઈએ ફેંકેલું પેપર ક્યારેક પલળી જતું હશે અને વાંચવા લાયક નહીં રહેતું હોય.હમણાં મને આવો જ અનુભવ થયો. દિવ્ય ભાસ્કરના તુલસીના બીજવાળું પેપર જ પલળી ગયું. આ સમસ્યાનો મેં આવો ઉકેલ શોધી કાઢ્યો છે. વિતરણ કરનાર ભાઈને કહી દેવાનું કે પેપરનો રોલ વાળીને આ "પેપર હોલ્ડર" માં મૂકી દે...પેપર પલળશે નહીં.  આ પેપર હોલ્ડર આપ જાતે બનાવી શકો છો. દોઢની પાઈપનો એક, સવા ફૂટ જેટલો ટૂંકડો અને એની ઉપર કેપ...લોઅર બજેટ ધેન રૂપીસ 100/- . વેસ્ટ પાઈપનો પણ ઉપયોગ થઈ શકે. બનાવીને કેપવાળો ભાગ ઉપર રહે એમ સ્હેજ નીચેની તરફ ઢળતું હોલ પાડ્યા વગર ઉપરથી દોરી કે તારથી બાંધી દેવાનું. મૂવેબલ હોવાથી ગમે ત્યાં લઈ જઈ શકાય. ફક્ત ચોમાસામાં જ નહીં પણ બારેમાસ રાખો તો પેપર ઉડી જવાની, ફેંદાઈ જવાની, બગડી કે ફાટી જવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.