Posts

Showing posts from May, 2021

C to C Activities

Image
26.1.2021 સી ટુ સી પરિવાર દ્વારા ૨૨૫ માં રવિવારે નૂતનવર્ષે ઉજણવીરૂપે આપણે રીક્ષા ચાલકો ને ડસ્ટબીન તથા મીઠાઈ આપી રવિવાર ઉજવ્યો હતો. ત્યાર પછી બીજા ૧૦ રવિવાર સુધી આપણે કોવીડ પરિસ્થિતિ ને કારણે ભેગા થયા વગર જ આપણી પ્રવુતિ ચાલુ જ રાખી. ઘણા લોકોએ ઘર-આંગણે, પોતાની સોસાયટી માં સફાઈ કરતા ફોટો પણ મોકલ્યા. બધા ને ખુબ ખુબ અભિનંદન.  24 જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ સી ટુ સી પરિવાર ના ૨૩૫ રવિવાર પુરા થઈ રહ્યા છે.  અને ૨૬ જાન્યુઆરી પણ આવી રહી છે. ગત ૨૬ જાન્યુઆરીએ આપણે એક ઐતિહાસિક બાઈક રેલી (સરદાર સ્વચ્છતા યાત્રા) નું આયોજન કર્યું હતું. આ વખતે પણ ખુબ મોટા કાર્યક્રમ નું  આયોજન હતું. પણ પરમીશન ના ઇસ્યુ ને કારણે મોકૂફ રાખી છે. *છતાં પણ આપણે આ યાત્રા કરીશું..* (જે આવવા ઇચ્છતા હોય તેઓંએ તા. ૨૫ , બપોરે ૨.૦૦ વાગ્યા સુધી જણાવી દેવું) ૨૬ જાન્યુઆરી  *સવારે ૯.૦૦ કલાકે ચરોતર ગેસ પાસે ધ્વજવંદન કરીને* આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થઈશું. 7.2.2021 સી ટુ સી પરિવાર દ્વારા ટી.પી. ૮ વિસ્તારની સોસાયટીમાં *તા. ૭ ફેબ્રુઆરી, રવિવાર * ના રોજ સ્વચ્છતા જાગૃતિ અભિયાન અતર્ગત કાર્યક્રમ કરવામાં આવશે. ૧) હેરીટેજ રેસીડેન્સી, (સવારે ૯.૪

શ્રી માર્ટિનભાઈ(LIC)ને સ્મરાંજલિ🙏🌹🙏

Image
અંજલિ આપને ધરું છું... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹   માર્ટીન ...નામ પડે અને એક આનંદની લહેરખી પસાર થઈ જાય. કે પછી ટ્રીન ટ્રીન ટ્રીન ફોન ડીસ્પ્લે પર એમનું નામ ઝબકે એટલે ઉર ઉલ્લાસ વ્યાપી વળે.   જી, હા.આ બિલકુલ કપોળ કલ્પિત વાત નહીં, પણ સ્વાનુભવ થકી નિપજેલી વાત છે .  આજના જમાનામાં ઘણી વ્યક્તિનું નામ પડતાં જ ઘરના દરવાજા બંધ કરીને સંતાઈ જવાનું મન થાય કે રણકતાં ફોનને કટ કરીને સાયલન્ટ મોડ પર મૂકી દેવાનું મન થાય   અથવા ફોનને રીસિવ કરવાનું જ ટાળીએ. એના બદલે માર્ટીન એક એવી વ્યક્તિ કે જેના નામની ,  ફોનની અને સાહચર્યની   પ્રતીક્ષા અગોચર મનમાં હમેશાં રહ્યાં કરે.   એકાદ અઠવાડિયું જાય ને મનમાં થાય કે આમને મળીએ. સામાન્ય સંજોગોમાં તો રવિવારે ચર્ચમાં કે ચર્ચ પછી મુલાકાત થઈ જાય. પણ આ કોરોનાકાળ મળવું કઠીન હોવાથી મળવાની ઈચ્છા ખાસ થાય.   આ પ્રકારનો અનુભવ ફક્ત મારો કે પરિવારનો જ નહીં પણ એમની સાથે સંકળાયેલા સૌ કોઈનો હશે.         ફક્ત આગમનથી જ ખુશી આપનારી વ્યક્તિ સાથે પછી આગળ વધીને, બેસીને વાતો કરવાની કે અનુભવો શેર કરવાની કેટલી મજા આવતી હશે એ તો જેણે માર્ટીનભાઈની સાથે ક્ષણો કાઢી હશે એ જ કહી શકે. અને આવા એકદમ

હિન્દુ/હિંદુ ધર્મ વિષે...

 *આપણી નવી પેઢી ધર્મથી દૂર થતી જાય છે... સંખ્યા થી તો હિન્દુ ધર્મ પાળતી પ્રજા ૧૦૦ કરોડ ઉપર છે...પણ આપણા મહાન હિન્દુ ધર્મ વિશે બાળકો પાસે સાચી માહિતી નથી... તો તમે પણ આ માહિતી વાંચો અને તમારા બાળકો ને પણ વંચાવો.... *(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :*  1. ગર્ભાધાન સંસ્કાર  2. પુંસવન સંસ્કાર  3.સીમંતોન્ન્યન સંસ્કાર  4. જાતકર્મ સંસ્કાર  5. નામકરણ સંસ્કાર  6. નિષ્ક્રમણ સંસ્કાર  7. અન્નપ્રાશન સંસ્કાર  8. વપન (ચૂડાકર્મ) સંસ્કાર  9. કર્ણવેધ સંસ્કાર 10. ઉપનયન સંસ્કાર  11. વેદારંભ સંસ્કાર  12. કેશાન્ત સંસ્કાર  13. સમાવર્તન સંસ્કાર  14. વિવાહ સંસ્કાર  15. વિવાહગ્નિપરિગ્રહ સંસ્કાર  16. અગ્નિ સંસ્કાર  *(2) હિન્દુધર્મના ઉત્સવો :* 1. નૂતન વર્ષારંભ  2. ભાઈબીજ  3. લાભપાંચમ  4. દેવદિવાળી  5. ગીતા જયંતિ (માગસર સુદ એકાદશી)  6. ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ  7. વસંત પંચમી  8. શિવરાત્રી  9. હોળી 10. રામનવમી  11. અખાત્રીજ  12. વટસાવિત્રી (જેઠ પૂર્ણિમા)  13. અષાઢી બીજ  14. ગુરુ પૂર્ણિમા  15. શ્રાવણી-રક્ષાબંધન  16. જન્માષ્ટમી  17. ગણેશ ચતુર્થી  18. શારદીય નવરાત્રી  19. વિજ્યા દશમી  20. શરદપૂર્ણિમા 

"તાઉતે" વાવાઝોડા વિષે...

Image
વાવાઝોડું તારીખ 17 અને 18 ગુજરાત પર ત્રાટકવાનું હતું... >>> સામાન્ય માહિતી  - દેશભરના દરિયાકાંઠાઓ પર હાલ 'તૌકતે' વાવાઝોડાને લઈને ચેતવણી આપવામાં આવી છે. વર્ષ 2021માં ભારતના દરિયાકાંઠાને અસર કરનારા આ પ્રથમ વાવાઝોડાને 'તૌકતે' નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. આ નામ એક વિશેષ પ્રકારની ગરોળી ગેકો (Gecko) પરથી આપવામાં આવ્યું છે. જે પોતાના અવાજ અને અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને લઈને જાણીતી છે. IMD દ્વારા જાહેર કરાયેલા 169 નામો પૈકીનું એક 'તૌકતે' એક બર્મીસ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. અંગ્રેજીમાં આ ગરોળીને ગેકો કહેવાય છે. જે ઈન્ડોનેશિયાની મલાય ભાષાના શબ્દ 'ગેકોક' પરથી લેવામાં આવ્યો છે. IMD (India meteorological department) દ્વારા ગત વર્ષે વાવાઝોડાના સંભવિત નામો માટે 169 નામ ધરાવતી એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આ નામ ચોથા નંબર પર હતું. વાવાઝોડાને આ નામ આપવાનું સૂચન મ્યાનમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વભરમાં ગેકોની 1500થી વધુ પ્રજાતિ, તમામ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી અવાજમાં વિશેષતાઓ જ ગેકોને ગરોળીની અન્ય પ્રજાતિ