"તાઉતે" વાવાઝોડા વિષે...


વાવાઝોડું તારીખ 17 અને 18 ગુજરાત પર ત્રાટકવાનું હતું...

>>> સામાન્ય માહિતી  -

દેશભરના દરિયાકાંઠાઓ પર હાલ 'તૌકતે' વાવાઝોડાને લઈને ચેતવણી આપવામાં આવી છે. વર્ષ 2021માં ભારતના દરિયાકાંઠાને અસર કરનારા આ પ્રથમ વાવાઝોડાને 'તૌકતે' નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે. આ નામ એક વિશેષ પ્રકારની ગરોળી ગેકો (Gecko) પરથી આપવામાં આવ્યું છે. જે પોતાના અવાજ અને અંધારામાં જોઈ શકવાની ક્ષમતાને લઈને જાણીતી છે.

IMD દ્વારા જાહેર કરાયેલા 169 નામો પૈકીનું એક

'તૌકતે' એક બર્મીસ ભાષાનો શબ્દ છે. જેનો અર્થ વધુ અવાજ કરતી ગરોળી થાય છે. અંગ્રેજીમાં આ ગરોળીને ગેકો કહેવાય છે. જે ઈન્ડોનેશિયાની મલાય ભાષાના શબ્દ 'ગેકોક' પરથી લેવામાં આવ્યો છે. IMD (India meteorological department) દ્વારા ગત વર્ષે વાવાઝોડાના સંભવિત નામો માટે 169 નામ ધરાવતી એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આ નામ ચોથા નંબર પર હતું. વાવાઝોડાને આ નામ આપવાનું સૂચન મ્યાનમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

વિશ્વભરમાં ગેકોની 1500થી વધુ પ્રજાતિ, તમામ પોતાના વિશેષ અવાજ માટે જાણીતી અવાજમાં વિશેષતાઓ જ ગેકોને ગરોળીની અન્ય પ્રજાતિઓથી જૂદી પાડે છે. વિશ્વભરમાં ગેકોની અંદાજે 1500થી વધુ પ્રજાતિ છે. જે એકબીજા સાથે વાત કરવા માટે અલગ અલગ અવાજ કરે છે. મોટાભાગના ગેકો પક્ષીઓની જેમ કલરવ અથવા તો ક્લિક જેવો અવાજ કાઢે છે. 'ટોકાય' પ્રજાતિની ગેકો પ્રજનન માટે પોતાના ઉંચા અવાજ માટે જાણીતી છે. જ્યારે કેટલીક પ્રજાતિઓ ડર અથવા તો ભયના સમયે સાપની જેમ ફૂંફાડા મારે છે.પગના પંજાની બનાવટના કારણે કોઈપણ પ્રકારની સપાટી પર સરળતાથી ચાલી શકે છે.આંખ પર પાંપણ નથી હોતી. ગેકો પ્રજાતિની તમામ ગરોળીઓને આંખો પર પાંપણ હોતી નથી. તેમની આંખોના રક્ષણ માટે એક પાતળું પટલ હોય છે. જેને કોર્નિઆ કહેવામાં આવે છે. ગેકો પોતાની આંખોને સાફ કરવા કોર્નિઆને પોતાની જ જીભ વડે ચાટતા હોય છે. ગેકો સ્વબચાવમાં અન્ય ગરોળીઓની જેમ પોતાની પૂંછડી છોડી દેતા હોય છે. જેને ઓટોટોમી (autotomy) કહેવામાં આવે છે.અંધારામાં મનુષ્યો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે.ગેકોમાં ખૂબ જ શક્તિશાળી નાઈટ વિઝન હોય છે. તેઓ અંધારામાં માણસો કરતા 350 ગણું વધારે સારી રીતે જોઈ શકે છે. તેઓ રંગોને પણ માણસો કરતા વધારે સારી અને સ્પષ્ટપણે જોઈ શકે છે. ગેકોની કેટલીક પ્રજાતિઓ અલ્ટ્રા વાયોલેટ લાઈટ્સ અને હીટ સેન્સેટિવ હોય છે. જેના કારણે તેઓ જંગલમાં રાત્રિના સમયે સરળતાથી રહી શકે છે.

*વાવાઝોડાના નામકરણ શા માટે ?* 

વાવાઝોડાનું નામકરણ કરવાની પ્રથા બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. અરબી સમુદ્ર અને બંગાળના આખાતને અડીને આવેલા ભારત, બાંગલાદેશ, મ્યાનમાર, માલદેવ, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઈલેન્ડ જેવા દેશો એકસાથે ભેગા થઈને સંભવિત વાવાઝોડાનું નામકરણ કરતા હોય છે. નામ આપવા પાછળનું કારણ માત્ર લોકોને વાવાઝોડાના સમયમાં મદદ મળી રહે તેમજ ચેતવણી અને માહિતી યાદ રાખવા માટે સરળ પડે તે જ છે. વર્ષ કે અક્ષાંશ-રેખાંશના આધારે વાવાઝોડાને યાદ રાખવું મુશ્કેલ અને કઠિન હોય છે. ત્યારે આવા સરળ અને તુરંત યાદ રહી જતાં નામો આપીને વાવાઝોડાનો ઇતિહાસ અને વાવાઝોડાની વિનાશકતાને લોકો જાણી અને ઓળખી શકે તેમજ તેની માહિતી સરળતાથી મેળવી શકે તે માટે નામકરણ કરવામાં આવતું હોય છે.

વોટ્સઅપ યુનિવર્સિટીમાંથી મળેલાં ફન...

>>> 1 <<<

[16/05, 21:29] Jayantibhai I Parmar: આજે રાત્રે 11.59 કલાકે ગરવી ગુજરાતની જનતાને સૌરાષ્ટ્રનાં દરિયાની દિશામાં 1 મિનિટ સુધી જોરથી ફૂંક મારવા વિનંતી છે.  

જેથી તૌકેત(મોટેથી અવાજ કરતી ગરોળી)ને ગુજરાતની સવા છ કરોડ જનતાની શક્તિનો પરચો મળે અને તેની દિશા ફરી જાય.

*ફૂંક મારશે ગુજરાત*

*બચશે ગુજરાત*

*મારું ગુજરાત તૌકેતથી મુક્ત ગુજરાત*


લિ.ગુજરાતનો નાથ

>>> 2 <<<

[16/05, 21:42] Hasmukh Asha: કોકે મને લીન્ક મોકલી:-

વાવાઝોડું કઇ દિશામાં છે તે જાણવા ક્લિક કરો ...

મે કર્યુ તો ઘરમાં જ ફરતું હતું. 

😂😂

>>> 3 <<<

[16/05, 21:44] Jayantibhai I Parmar: *વાવાઝોડું ક્યાં પહોચ્યું, એ જોવા માટે ચેક*

👇🏼 *windy.com*

સાચી લિંક...👆🌞

>>> 4 <<<

[17/05, 11:49] Hasmukh Asha: સોડા તૈયાર રાખજો,

કદાચ વાવાઝોડામાં એકાદ

પેટી દિવથી ઉડીને સીધી તમારા ફળિયામાં પડે.

😅😜

>>> 5 <<<

[17/05, 17:20] BL Jagdish Shana: સરકાર નો નવો આદેશ.. 

કાલે સવારે બધા એ દરિયા  બાજુ મોઢું  રાખી જોર થી ફૂંક મારવા ની છે.... 

જેમ થાળી વગાડવાથી કોરોના ડરી ગયો તો એમ વાવાજોડું પણ હટી  જશે... 

ફૂંકશે  ગુજરાત.. 

તો બચશે  ગુજરાત.. 

😂😂😂😎😁😁😁

>>> 6 <<<

[17/05, 22:50] BL Anil Shambhu: *"શું કુદરત તારા ઉલ્ટા સીધા દાવ છે. ..!"*

હમણાં હવા માટે દોડાવ્યા હતા, 

હવે હવાથી બચવા દોડાવી રહ્યો છે.

🤔🙏

>>> 7 <<<

[17/05, 23:15] BL Kanti Depo: 

સાસુનો ફોન આવ્યો :

*"તમારે બાજુ વાવાઝોડાની અસર કેવીક છે ?"*

મે કહ્યું : *છેક... હવે 10 વર્ષે પૂછો છો..... ?*

            😄😄😄😄😄

>>> 8 <<<

[18/05, 18:18] BL Kanti Depo: 😎

ગુજરાતીઓ સાવધાન..! 

ત્રણ - ત્રણ વાવાઝોડા એક સાથે ત્રાટકવાના છે. 

ટૌટે !!! (ગુજરાત સમાચાર) 😄

તૌકતે !!! (સંદેશ) 😄

અને

તાઉ તે !!! દિવ્ય ભાસ્કર) 👍

.

.

.

.

. પણ

.

*હજુ રૂપાણીનું ચોથુ હજી બાકી છે હો...!!!*

😂😂🤣🤣

>>> 9 <<<

 
>>> 10 <<<


>>> 11 <<<

>>> 12 <<<

>>> 13 <<<

>>> 14 <<<

>>> 15 <<<

>>> 16 <<<

>>> 17 <<<

>>> 18 <<<

>>> 19 <<<

પૂંઠા આવવાનું શરૂ થયું છે...હવે બૉટલો આવશે...

>>> 20 <<<

કોરોના માં 30 રૂ. ના નારીયલ ના 100 રૂ. લેવા વાડા ના નાળીયરી ના ઝાડ તૌકતે વાવાઝોડા એ પાડી લીધા.

હવે ભગવાન પણ "ફાસ્ટટ્રૈક કોર્ટ" માં કેસ ચલાવે છે.

👍👍

>>> 21 <<<

દાઢી વધારવાનું કારણ હવે હમજાણું....

મોદીએ હિમાલય જઈ તપ કરીને  સેનીટાઇઝરનો વરસાદ તાત્કાલિક વરસાવ્યો છે...
કોરોના મહામારીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે.
એમની યોજનાઓ આપણા જેવાં સામાન્ય માણહુંને કેમની હમજાય  ભઈ...!!!

>>> 22 <<<

નારાયણ....નારાયણ...
પ્રભો,અદ્ભૂત છે આપની લીલા...
બે વર્ષથી ઘરમાં ગોંધાઈ રહેલા લોકો જે lockdown ના કારણે હિલ્લસ્ટેશને ફરવા નહોતા જી શકતા..
એમને તમે હિલ્સ્ટેશન ના વાતાવરણની home delivery કરી...
આપની લીલા અપરંપાર છે
નારાયણ...નારાયણ..😝😝


19.5.21

 *હે પ્રભુ,*

*અદ્ભૂત છે આપની લીલા...*

*બે વર્ષથી ઘરમાં ગોંધાઈ રહેલા લોકો જે* *Lockdown ના કારણે હિલ્સ્ટેશને ફરવા નહોતા જઈ શકતા..*

*એમને તમે હિલ્સ્ટેશનના વાતાવરણની Home Delivery કરી...!*

*આપની લીલા અપરંપાર છે...!*

20.5.21

ભોગવે તેની ભુલ : 

કુદરતના નિયમો આપણે સમજી શકતા નથી અને એટલે અનેક કર્મોના બંધનોમાં પડીએ છીએ.

કુદરતનો સાદો નિયમ એ છે કે સારું કામ કરો તો સારું ફળ મળે ખરાબ કામ કરો તો ખરાબ ફળ મળે.

બંન્ને ના ફળ તો ભોગવવા જ પડે . 

એવું કદી થતું નથી કે સારા કામ કરવાથી ખરાબ કર્મોનું ફળ ધોવાઈ જાય . અત્યંત નીચ પ્રકારના કર્મો કર્યા હશે અને પછી એ ધોવા માટે ગમે તેટલા સદકર્મો કરો અને રાજી થાવ કે હવે ચિંતા નહીં . ના આવું નથી તમારાં સદકર્મો નું ફળ તમને ચોક્કસ મળશે પણ ખરાબ કર્મોનું ફળ તો ભોગવવું જ પડશે

આ વાત અત્યારે એટલે કરું છું કે વર્તમાન આપણે સૌ અત્યંત દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. કોરોના એ ચારે બાજુ કાળો કેર વર્તવ્યો છે. વાવાઝોડા આવી રહ્યા છે. 

જાણે અજાણે આપણે કરેલા કર્મોની જ સજા કુદરત આપણને આપી રહી છે. 

કેટલાક દેખીતા ઉદાહરણો : 

મલ્ટીપ્લેક્સ થિયેટરમાં તેનાં માલિકોએ નફાની હદ કરી દીધી હતી 20 રૂપિયાની પાણીની બોટલ 50 માં , 100 ગ્રામ ધાણી- પોપકોર્નના નામે 400 માં (બજારમાં આટલા રૂપિયામાં એક  મણ મકાઈ મળે છે.) એ લોકો વેચતા હતા હાલ કુદરતનો ન્યાય જુઓ. કરોડોના થિયેટર ધુળ ખાઈ રહ્યાં છે.

પાર્ટીપ્લોટ વાળા મૉ માંગ્યા રૂપિયા લેતાં હતા. નકકી થયાં પછી 10×10 નું એક વધારાનું કાપડ બાંધે તો ફરાસખાના વાળા તોતિંગ બિલ આપી દેતાં. હાલ ઈશ્વરનો ન્યાય જુઓ આ લોકો પાસે કોર્પોરેશન નો ટેક્સ ભરવાના પણ પૈસા નથી.

કેટરીંગ વાળા, નફો વધારવા તેમને જેટલી લુચ્ચાઈ આવડતી હતી તે બધી વાપરી નાખતાં . પનીર ની સબ્જીમાં ડુબકી મારો ત્યારે બે ચાર પનીરના ટુકડા દેખાય ,પનીર પણ મિલાવટ વાળું, અને ગ્રેવીની તો વાત જ છોડો. હાલ આ લોકોને પોતાના ઘરમાં શાક બનાવવાના સાંસા છે

મોટા મોટા મોલમાં એક શર્ટ 3000 નું ,એક પેન્ટ 4500નું , બાળકોના કપડાંમાં તો જાણે સોનાના દોરાની સિલાઈ કરી હોય તેવા ભાવ. હાલ આ લોકોની દશા ખુબ દયનિય છે વર્ષોથી લોકોને લૂંટયા તે વ્યાજ સહીત ભોગવી રહ્યા છે.

ટ્રાવેલ્સ વાળા કોઈને ગાંઠતા નહોતા , હાલ તેમની ગાડીઓના હપ્તા નથી ભરાતા. વેચવી છે પણ કોઈ ગાડી લેનાર નથી.

પ્રવાસ આયોજકો ,રીતસર ઉઘાડી લુંટ ચલાવતા હતા અત્યારે ઓફીસનું ભાડું ભરવાના ફાંફા છે.

બિલ્ડરો ,જેને કેટલો નફો રાખવો તે કહેનાર જ કોઈ નહતું. આજે એમને ત્યાં પણ ચકલાં ઊડે છે.

સોના ના શોરૂમો આવતાંય લુટે ને જતાંય  લુંટે ,આજે શટર ઊંચું નથી કરી શકતા

વીડિયો શુટિંગ વાળા , મીઠાઈની મોટી મોટી દુકાનો વાળા,  બજારના ગિધ્ધ જેવાં વેપારીઓ , શાકભાજીના દલાલો , જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર લુંટ મચી હતી.

કોઈ ગરીબ કે લાચાર વ્યક્તિ ને મજબૂરીવશ કોર્ટ-કચેરીમાં જવાનું થતું તો વકીલો જાણે ગિદ્ધ હોય તેમ તેની ઉપર તૂટી પડતા અને તેના હાડ-માંશ ચૂસવામાં કોઈ કમી નહોતા રાખતા તે વકીલોને આજે ચા અને મસાલા ની પડીકીના ફાંફા પડી રહ્યા છે.

પણ સમય આવે કુદરત સૌનો ન્યાય કરે છે. હજુ જે નથી સુધર્યા તેમનો પણ આજે નહીં તો કાલે નંબર આવવાનો જ છે. 

ભગવાનની લાઠીનો અવાજ નથી હોતો. કર્મ કોઈને છોડતું નથી. કોઈકે એકનો એક દીકરો ગુમાવી દીધો, કોઈકે માં કે બાપ ગુમાવી દીધા, કોઈનું આખું કુટુંબ હોમાય ગયું, કેટલાક કરોડો અબજોની સંપત્તિ વાપરવા ના રહ્યાં

હજુ ઊંડે ઊંડે પણ જો થોડી માનવતા બચી હોય તો પાછા પડી જાવ. કર્મોની ગતિ ન્યારી છે ...


આ પોસ્ટ જેને જેને લાગુ પડે એમણે સુધરવા માટે હજી સમય છે  એટલે ઉપર વાળા નો ડર રાખવો ..બીજી વાર ચાન્સ નહી મળે ...


Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...