અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...
શું તમને ખબર છે કે ૭/૧ર પત્રકમાં જમીનને લાગતું 15 થી વધારે માહિતીઓની સમાવેશ કરવામાં આવેલ છે ? 1. બ્લોક નંબર 2. સર્વે નંબર 3. જમીનનો સત્તા પ્રકાર 4. ખેતરનું નામ 5. ખેડવા લાયક જમીન i. જરાયત જમીન ii. બાગાયત iii. કયારી 6. પોત ખરાબ 7. આકર/જુરી 8. ગણાતીયાના નામ i. નામંજૂર ii . તકરારી iii . રદ 9. ખાતા નંબર 10. મોજ જે તે ગામનું નામ 11. કબજેદારનું નામ 12. નોંધ નંબરો 13. બીજા હકકો અને બોજાની વિગત 14. બાંધકામ સી.ઓ.પી 15. ખેતી વિષયક માહિતી ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે. 1). બ્લોક નંબર:- જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય ...
📆 *અતિ મહત્વના દિવસોની યાદી* 📅 🔮 *જાન્યુઆરી મહિના મહત્વનાના દિવસો* 🔮 📍 *9 જાન્યુઆરી* - અપ્રવાસી ભારતીય દિવસ 📍 *10 જાન્યુઆરી* - વિશ્વ હાસ્ય દિવસ 📍 *12 જાન્યુઆરી* - રાષ્ટ્રીય યુવા દિવસ 📍 *12 જાન્યુઆરી* - સ્વામી વિવેકાનંદ જન્મ દિવસ 📍 *15 જાન્યુઆરી* - સેના દિવસ 📍 *23 જાન્યુઆરી* - દેશ પ્રેમ દિવસ 📍 *23 જાન્યુઆરી* - નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ દિવસ 📍 *25 જાન્યુઆરી* - ભારત પ્રવાસી દિવસ 📍 *26 જાન્યુઆરી* - ગણતંત્ર દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ દિવસ 📍 *28 જાન્યુઆરી* - લાલા લજપતરાયનો જન્મ દિવસ 📍 *30 જાન્યુઆરી* - શહિદ દિવસ, વિશ્વ કુષ્ઠ નિવારણ દિવસ 📍 *30 જાન્યુઆરી* - મહાત્મા ગાંધી પુણ્યતિથિ 🔮 *ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો* 🔮 📍 *5 ફેબ્રુઆરી* - જમ્મુ અને કાશ્મીર દિવસ 📍 *10 ફેબ્રુઆરી* - વિશ્વ વિવાહ દિવસ 📍 *13 ફેબ્રુઆરી* - સરોજિની નાયડુ નો જન્મ દિવસ 📍 *14 ફેબ્રુઆરી* - વેલેન્ટાઇન દિવસ 📍 *18 ફેબ્રુઆરી* - રામકૃષ્ણ પરમહંસ જન્મ દિવસ 📍 *20 ફેબ્રુઆરી* - અરૂણાચલ દિવસ 📍 *24 ફેબ્રુઆરી* - કેન્દ્રીય આબકારી દિવસ 📍 *28 ફેબ્રુઆરી* - રાષ્ટ્રીય વિજ્ઞાાન દિવસ 🔮 *...
Comments
Post a Comment