હ્રદયસ્પર્શી/ચોટદાર કથાઓ...માઈક્રો ફિક્શન...

 🌹નાનકડી કથા-૧ 🌹

માતાનાં નામે હતી તે જગ્યા પોતાનાં નામે કરી લેવાની ઈચ્છાથી બંને ભાઈઓ મા પોતાના ઘરે રહે ,તે બાબત ને લઈને ઝઘડવા લાગ્યા.તેઓએ મા ને પૂછ્યું તો મા એ કહ્યું, 'હું જે ત્રણ ગોળીઓ લઉં છું,તેના નામ જે બતાવી આપે - તેના ઘરે હું જઈશ.બંન્નેય ભાઈઓ નીચું જોઈ ગયા.

🌹નાનકડી કથા-૨🌹

ભણવા માટે દૂર ગયેલા દીકરાએ માતાને પત્ર લખ્યો કે અહિંયા મારાં જમવાની સારી સગવડ છે, તું ચિંતા કરીશ નહીં.પત્ર વાંચીને માએ એક વખતનું ભોજન બંધ કર્યુ. કેમ કે પત્રના અંતમાં પુત્રનાં હસ્તાક્ષર પરની શાહી બગડેલી હતી.

🌹નાનકડી કથા-૩🌹

દાદાની લાકડી પકડીને દાદાને લઈ જતા પૌત્રને જોઈ લોકો બોલ્યા, 'જોજે, ધીમે ધીમે...દાદા પડી ન જાય.દાદા હસીને બોલ્યા, " એમ તે હું કંઈ પડતો હોઉં ! મારી પાસે બે લાકડીઓ છે."

🌹નાનકડી કથા-૪🌹

કેરીનાં ઝાડ પર ચઢીને કેરીને ચોરતા છોકરાનાં વાંસામાં રખેવાળે લાકડી મારી અને તેને બીવડાવવા માટે થોડી વાર માટે ઝાડના થડ સાથે બાંધી દીધો.કોણ જાણે કેમ એ ઝાડને ફરી કદીયે ફળ આવ્યાં નહિં !

🌹નાનકડી કથા-૫🌹

ઓફિસથી થાકેલા પિતાએ આવીને દાદીના પગ દબાવ્યા. તે જોઈને રાત્રે દિકરીએ પિતાજીની પીઠ પર માલીશ કર્યુ. આ જોઈએ દાદી બોલ્યા,' થાળીમાંથી વાટકીમાં અને વાટકીમાંથી થાળીમાં !'

🌹નાનકડી કથા-૬🌹

પિતાજીના ગયાં પછી સંપત્તિની વહેંચણી કર્યા બાદ ઘરડી 'મા'ને પોતાના ઘરે લઈ જતી દિકરી બોલી,' હું ખૂબ નસીબદાર છું,મારા ભાગે તો જીવન આવ્યું છે.' 

🌹નાનકડી કથા-૭ 🌹

ગઈ કાલે મારો છોકરો મને કહે, 'પિતાજી હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં, કેમકે તમે પણ કદી દાદા - દાદીને છોડીને ગયા નથી.આ સાંભળીને મને મારા વડીલોની મિલકત મળી ગયાનો આનંદ થયો.

🌹નાનકડી કથા-૮🌹 

તેના પતિનાં મિત્ર હોસ્પિટલમાં મળવા આવ્યા.જતાં જતાં પરાણે ૫૦૦૦રુ.તેના હાથમાં આપ્યા અને કહ્યું લગ્નમાં બહેનને દક્ષિણા આપવાની રહી ગઈ હતી.

તે દિવસે મળેલી બધી ભેટોમાં આ શ્રેષ્ઠ હતી.

🌹નાનકડી કથા-૯🌹

આજે ઓફિસથી છૂટીને ભેળ ખાવાની બહુ ઈચ્છા હતી,પણ સાસુજીને મંદિર જવાનું મોડું થાય તેથી ઘરે જલ્દી પહોંચી ગઈ.જઈને જેવી રસોડામાં ગઈ તો સાસુજીએ કહ્યું - ચાલ જલ્દી, હાથ પગ ધોઈ લે, કેરી નાખીને ભેળ બનાવી છે, ઘણાં દિવસથી મને ખાવાનું મન હતું.

🌹નાનકડી કથા-૧૦🌹

સાંજના સમયે સવિતાબેન માળા ફેરવતા હતાં. ત્યાં છોકરો નોકરીએથી ઘરે આવ્યો. તેની સાથે મોગરાના ફૂલની સુગંધ આવી. તેને થયું આજે વહુ મોગરાનો ગજરો હમણાં માથામાં નાખીને આવશે.પણ ત્યાં તો તેણે જોયું કે કૃષ્ણ ભગવાન માટે થાળીમાં મોગરાના ફૂલ હતાં.ભગવાન પણ ગાલમાં હસતાં હતાં.

*આશા રાખું છું તમને આ નાનકડી કથાઓ ગમી હશે.* 


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...