Posts

Showing posts from February, 2022

આદરણીય સ્વર્ગસ્થશ્રી પુષ્પક સરને શ્રદ્ધાંજલિ...🙏🙏🙏🌹🌹🌹

Image
           જીવનમાં ભણવાં માટે સારી શાળા મળવી એને હું સદનસીબ માનું છું.એમાંય વળી એ શાળામાં સારા શિક્ષકો મળવા એ વળી એનાથી મોટું સદભાગ્ય કહેવાય. મને આ બન્ને મળ્યાં એ માટે ઈશ્વરનો તો ખરો જ પણ મારા મા-બાપુનો આભાર માનું છું.      સારા શિક્ષકો પાસે ભણવાનો એક લ્હાવો હોય છે. મારું સદનસીબ કહો કે સદભાગ્ય કે મારું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સેન્ટ મેરીસ હાઈસ્કૂલ પેટલાદ ખાતે થયું. ધોરણ એક થી માંડીને અને ધોરણ 10 સુધી મને ખૂબ જ સારા શિક્ષકો મળ્યાં.       અત્યારે વાત કરવી છે આવા જ એક સારા શિક્ષક શ્રી પુષ્પક પરમાર સાહેબની. ધોરણ ૮, ૯ અને ૧૦ વર્ષ 1979 થી 1982. એમની પાસેથી હું ગુજરાતી ભણ્યો. એ સમાજવિદ્યા પણ ભણાવતાં. પણ એ વિષે મને કાંઈ યાદ નથી.ગુજરાતી એક વિષય તરીકે એમનો પિરીયડ દિવસમાં એક વાર તો આવે જ.એમનો પિરીયડ એટલે મજાનો પિરીયડ. ( અલબત બીજા શિક્ષકોના પિરીયડ પણ મજાના રહેતાં !) એમના પિરીયડની હું આતુરતાથી રાહ જોતો. એમની વર્ગમાં એન્ટ્રી કંઈક અલગ જ હોય. ભાઈ અમ્રીતરાજે જણાવ્યું તે મુજબ એમનો પોશાક કંઈ અલગ જ હોય. વૈવિધ્યસભર કપડાંમાં એ શોભી ઉઠતાં.સફેદ ઝભ્ભો લેંઘો અને કોટી પહેરે ત્યારે એમનો વટ્ટ પડતો ( દીપી ઉઠતા