Posts
આજના યુવાન યુવતીઓએ લગ્ન કેમ મોડા ના કરવા અંગેના વિચારો
- Get link
- X
- Other Apps
ભાઈ-બહેનો, આજે હું કોઈ એક પરિવારની નહિ, પરંતુ આખા સમાજની એવી વાત લઈને આવ્યો છું જે આપણે સૌ જાણીએ છીએ, અનુભવીએ છીએ, પણ બોલવાની હિંમત કોઈ કરતું નથી. આ વાત છે — મોડા થતા લગ્ન, ઓછા થતા સંતાન અને ધીમે-ધીમે ખાલી થતો આપણો સમાજ. આ લેખ કોઈને દોષારોપણ કરવા માટે નથી, કોઈની લાગણી દુભાવા માટે નથી, પરંતુ આંખ ખોલવા માટે છે. કારણ કે જો આજે સમજીએ નહીં, તો આવતી કાલે સમજવાનો મોકો જ નહીં રહે. 🔢 *થોડું સરળ ગણિત – પણ બહુ ગંભીર સત્ય.* જીવનમાં ઘણી વાતો ભાવનાઓથી ચાલે છે, પણ સમાજનું ભવિષ્ય ગણિતથી ચાલે છે. જો છોકરા-છોકરીઓ ૨૦-૨૨ વર્ષની ઉંમરે લગ્ન કરે, તો 👉 ૧૦૦ વર્ષમાં ૫ પેઢીઓ જન્મે. જો લગ્ન ૨૫ વર્ષે થાય, તો 👉 ૧૦૦ વર્ષમાં ૪ પેઢીઓ. અને જો લગ્ન ૩૨-૩૫ વર્ષે થાય, તો 👉 ૧૦૦ વર્ષમાં માંડ ૩ પેઢીઓ. હવે વિચારો… આજે આપણા સમાજમાં શું સ્થિતિ છે? છોકરીઓ: ૨૯-૩૦ વર્ષ છોકરાઓ: ૩૨-૩૫ વર્ષ આનો સીધો અર્થ શું થાય? 👉 આપણી પેઢીઓ ઝડપથી ઘટી રહી છે. 🔢 *બીજું ગણિત – જે દિલ ધ્રૂજાવી દે છે.* ૧૦૦ માણસ = ૫૦ દંપતિ. જો દરેક દંપતિ પાસે માત્ર ૧ બાળક હોય 👉 આગલી પેઢીમાં માંડ ૪૫-૪૬ માણસ ત્રીજી પેઢીમાં? 👉 લગભગ સમાપ્ત! આ કોઈ આગાહી નથી. આ કોઈ ભય ફ...
Google Photos અને Gmail માં ફોટા ડિલીટ કરવાથી શું થાય? – સંપૂર્ણ માર્ગદર્શન
- Get link
- X
- Other Apps
આજના ડિજિટલ યુગમાં મોટાભાગના લોકો પોતાના મોબાઇલના ફોટા અને વિડિઓને સુરક્ષિત રાખવા માટે Google Photos નો ઉપયોગ કરે છે. ઘણા લોકો પાસે એક કરતાં વધુ Gmail accounts હોય છે અને ઘણી વાર એ બધા accounts એક જ મોબાઇલમાં login હોય છે. આવી સ્થિતિમાં એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે – જો Google Photos માંથી કોઈ ફોટો delete કરીએ તો શું તે બીજા accounts માંથી પણ delete થઈ જશે? અને શું તે મોબાઇલની galleryમાંથી પણ દૂર થઈ જશે? આ બાબતને સમજવી ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ સમજવું જરૂરી છે કે Google Photos દરેક Gmail account માટે અલગ cloud storage આપે છે. એટલે કે જો તમારા મોબાઇલમાં ચાર Gmail accounts login છે અને દરેક accountમાં Google Photos backup ચાલુ છે, તો મોબાઇલમાં રહેલા ફોટા ચારેય accountsમાં અલગ-અલગ રીતે backup થઈ શકે છે. આનો અર્થ એ થાય છે કે એક જ ફોટો ચાર અલગ cloud storage માં સાચવાઈ શકે છે. જો તમે કોઈ એક Gmail accountના Google Photos માંથી ફોટો delete કરો, તો તે ફક્ત એ accountના cloud storageમાંથી જ delete થશે. બીજા Gmail accountsમાં જે ફોટા backup થયા હશે તે ત્યાંથી delete નહીં થાય. કારણ કે દરેક acco...
ગેસ ક્રાઈસીસ ઈન ઈન્ડિયા - ઈરાન ઈઝરાયલ યુદ્ધ
- Get link
- X
- Other Apps
રમૂજ ૧... આપને મોકલેલ કંકોતરી બાબત update: ગેસ સિલિન્ડરની અછત હોવા છતાય લગ્નના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. આપ સમયસર પધારશો. ફકત ભોજન સમારંભની વ્યવસ્થા રદ્દ કરવામા આવી છે.બાકી કાર્યક્રમ યથાવત રહેશે. ગિફ્ટ,કવર,ચાંદલો સ્વીકાર યોગ્ય છે,તેમા કોઈ જાતનો અવરોધ નહી રહે. આપ સપરિવાર પધારી નવ યુગલ ને આશીર્વાદ આપી શુદ્ધ પેયજલનું સેવન અવશ્ય કરી અનુગ્રહિત કરશો. આભાર.🙏 નિમંત્રક - જયંતી આનંદી મેહમાન નો જવાબ•••••••••••••••• તમારી જેમ અમે પણ આનંદી છીએ, અમારી કાર ગેસથી ચાલે છે, ગેસ અભાવના કારણે ગાડી નહી ચાલે તેથી અમારાથી આપના લગ્નોત્સવમાં હાજરી આપવી અશકય છે. તમ તમારે પોતાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખશો. રમૂજ ૨..... Girl: Come over. Boy: I can’t. I’m in the queue to buy LPG cylinder. Girl: My parents aren’t home. Boy: I know, they’re also in the queue.
નડાબેટ મુલાકાત માટે માહિતી
- Get link
- X
- Other Apps
નડાબેટ, (જી. બનાસકાંઠા) 👉નડાબેટ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે. 👉આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે. અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. 👉 એન્ટ્રી ફીઃ ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 છે. શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 ફી રખાઇ છે.અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું ત્યાંના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. 👉નડાબેટ પહોંચવું કેવી રીતે ? વિમાન માર્ગ- નડાબેટ પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદ. ત્યારબાદ સડકમાર્ગે નડાબેટ જવાનું રહે છે. રેલમાર્ગ- પાલનપુર જંક્શન રેલ્વેસ્ટેશન નડાબેટથી 112 કિલોમીટરના અંતરે આવેલું છે જો કે આબુરોડ રેલ્વેસ્ટેશન પણ નડાબેટની નજીક છે જે 153 કિમીના અંતરે આવેલું છે. સડકમાર્ગ- બનાસકાંઠાના સુઈગામ પહોંચવા માટે સડક માર્ગે અમદાવાદ, ગાંધીનગર, ડીસા, પાલનપુર,મહેસાણા ...
Jemimah Rodrigues - The Star ⭐ of Indian Cricket
- Get link
- X
- Other Apps
•••1••• ગઈકાલે વુમન્સ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઇનામ મેળવ્યા બાદ, તેમણે એક ભાવનાત્મક ભાષણ આપ્યું હતું, જેમાં પોતાની શ્રદ્ધા, ટીમના સાથ અને પડકારજનક સમયમાં તેમને મળેલા સહકાર વિશે વાત કરી હતી. *જેમિમાહ રોડ્રિગ્સના ભાષણના મુખ્ય અંશો:* *1). ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા:* તેમણે સૌ પ્રથમ જીસસ-પ્રભુ ઈસુનો આભાર માન્યો અને કહ્યું કે તે આ સિદ્ધિ પોતાના દમ પર મેળવી શક્યા ન હોત. *2). મુશ્કેલ સમય:* તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા અને તે ઘણી ચિંતા અને દુઃખમાંથી પસાર થયા હતા. *3). બાઇબલનો સંદર્ભ:* જ્યારે તે થાકી ગયા હતા, ત્યારે તેમણે બાઇબલના એક વચનનો વિચાર કર્યો કે stand still God will fight for you. "શાંત રહો અને ભગવાન તમારા માટે લડશે". *4). ટીમનો સાથ:* તેમણે પોતાના સાથી ખેલાડીઓ, ખાસ કરીને હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચાનો આભાર માન્યો, જેઓએ તેમને પ્રોત્સાહન આપ્યું. *5). અભિમાનનો અભાવ:* તેમણે કહ્યું કે આ જીતનો શ્રેય એકલા પોતાન...