33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !


અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 

1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં.

નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનું નક્કી કર્યું. જોગાનુજોગ હસાનો દીકરો દક્ષ કે જે તારીખ 29 પુનઃ વિદેશ ગમન કરી રહ્યો હોવાથી, એની શુભેચ્છા મુલાકાત પણ થઈ જાય એમ વિચારી આજની તારીખ નડીયાદ ફાઈનલ થયું. રાજુ વાપીથી ટ્રેનમાં, હું આણંદથી Dio લઈને અને સુરેશ પેટલાદથી બસમાં નડીયાદ પહોંચી ગયા હતા. સવારે 10 થી સાંજના 6 સુધી અમારી સંગોષ્ઠિ ચાલી. રાજુને નોકરીએ પરત ફરવાની ઇમરજન્સી હોવાથી એ રોકાઈ શક્યો નહોતો.

બપોરે બિરયાની,શીરો, કચુંબર, છાસની મિજબાની માણીને અને ત્રણ લટાર મારવા નીકળ્યાં હતાં.વચ્ચે વચ્ચે સગાઓની મુલાકાત અને બધિર શાળાની મુલાકાત પણ અનાયાસે ગોઠવાઈ ગઈ.

પ્રતિભાવ...1 દક્ષ 

હું દક્ષ ચૌહાણ, હસમુખભાઈનો દીકરો, 20 જાન્યુઆરીનો દિવસ મારા જીવનના યાદગાર દિવસોમાંથી એક હતો. મારા પિતાશ્રીના મીત્રો, જેમણે બાળપણથી લઈને નિવૃત્તિ સુધીનો સફર સાથે વિતાવ્યો છે, એ તમામ લોકો મને મળવા માટે અલગ-અલગ સ્થળોથી નડિયાદ આવ્યા. તેઓએ મારી વિદાયને ખાસ બનાવવા માટે સમય કાઢ્યો, અને તે માત્ર પ્રસંગ નહીં, પરંતુ મારા માટે આશીર્વાદરૂપ લાગ્યું.

જે રીતે તેઓ મારી સાથે વાતચીત કરી રહ્યા હતા, અને પોતાના જીવનના અનુભવો અને યાદગાર ક્ષણો શેર કરી રહ્યા હતા, ત્યારે મને એમ લાગ્યું કે હું પણ તેમના મિત્રમંડળનો એક અભિન્ન ભાગ છું. પિતાશ્રીના આ મીત્રો, જેમણે જીવનના તમામ ચડાઉ ઉતાર સાથે ઝઝૂમ્યા હતા, તેમની વાતોમાં એક મીઠી સાદગી અને ગુપ્ત શીખ હતી, જે મને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણારૂપ બની.

તેમની મજેદાર યાદોમાં એક ખાસ યાદગાર ક્ષણ વિશે સાંભળ્યું, જે મારા માટે ખૂબ રોમાંચક અને પ્રેરણાત્મક રહી. તેમણે કહ્યું કે તેઓ યુવાનીના સમયમાં સાઇકલ પર 8-9 કિમીનું અંતર કાપીને માત્ર ભજિયાં ખાવા જતાં. તે પણ સામાન્ય રીતે નહીં, પરંતુ 1 કિલોગ્રામ જેટલાં ભજિયાં ખાઈ જતાં! આ બાળપણની મજેદાર અને નિરાશ્રિત ક્ષણ સાંભળીને હું મારી હસીને રોકી શક્યો નહીં. એ યાદગાર ઘડીઓ તેમના માટે ન सिर्फ મજાની હતી, પરંતુ આજે પણ તેમની મિત્રતાના મજબૂત બંધનનો સાક્ષી છે.

આ મીઠી યાદગારોમાંથી હું માત્ર મજા જ નહીં, પરંતુ જીવનમાં કેટલાક મૂલ્યવાન પાઠ શીખ્યો. મિત્રતા એ માત્ર નામમાત્રની વસ્તુ નથી, તે જીવવા માટે એક પ્રકારની શાળા છે, જ્યાં આપણે જીવન જીવવાની રીત શીખીએ છીએ. તેમણે જીવનમાં પાયાનું મહત્વ સમજાવ્યું, શ્રમ અને મજાની સાથે તકવાદ જીવવાની વાત કરી.

મારે આ મુલાકાતમાં એવી લાગણી આવી કે આ મારો પિતાશ્રીના મિત્રમંડળ સાથેનો સૌથી મીઠો અને નજીકનો સંબંધ છે. આ પ્રસંગે તેમને મળવા સિવાય, હું તેમના મીઠા આશીર્વાદ અને ભવિષ્ય માટેના પ્રેરક શબ્દોથી પણ સમૃદ્ધ થયો.

આ દિવસ માત્ર એક મળવાનો પ્રસંગ નહીં હતો, પરંતુ જીવતુ-જાગતુ ઉદાહરણ હતો કે નબળા સમય અને અંતરાલ વચ્ચે પણ, સાચી મિત્રતા સમયની સાથે વધુ મજબૂત બને છે. હું આ તમામ મીત્રોનો અને ખાસ કરીને મારા પિતાજીનો આભાર માનું છું કે તેઓએ આટલો મીઠો દિવસ મારી માટે યાદગાર બનાવી દીધીયો.

આ ક્ષણો મને હંમેશા પ્રેરણા આપશે અને જીવનમાં સાચી મિત્રતા અને પરિવારના મહત્વને સમજવા માટે એ 33 વર્ષ પછી આ મીત્રોની મુલાકાત માત્ર એક સંજોગ નહીં, પરંતુ એક પ્રેરણારૂપ ઘટમાળ હતી કે જે મને જીવનના સાચા મૂલ્યો અને સંબંધોના મહત્વને સમજવા માટે મદદરૂપ થઈ. આ દિવસ હંમેશા મારા હૃદયમાં જીવંત રહેશે.


પ્રતિભાવ 1.... જયંતી 

ભાઈઓ, ભત્રીજાઓ, તમારે જે માનવું હોય એ માની શકો છો...

પણ આજે એક સ્વપ્ન કહી શકાય એવી ઈચ્છા પૂર્ણ થઈ.🥰

1991 માં ચાલી છોડી પછી અમે એકબીજાને અવારનવાર મળતાં હતાં...પણ એક એક ને છૂટક છૂટક... નોકરી, ઘર બાળકોની જવાબદારી...આ બધામાં એક સાથે ભેગાં મળવું શક્ય નહોતું બન્યું...😞

પહેલાં સુરેશ, પછી હસમુખ અને છેલ્લે હું પણ નિવૃત્ત થઈ ગયો...

મારી નિવૃત્તિ પછી દિલમાં એક તમન્ના હતી કે અમે ચારેય એકવાર મળીએ...🤔

આજે આ મારી નિવૃત્તિના લગભગ ત્રણ મહિના પછી સ્વપ્ન પૂરું થયું...✅

આજે અંતરમાં જે આનંદ મળ્યો એ અવર્ણીત છે. એક સમય હતો કે અમે નેવુંના દાયકાના જવાનીયા ખૂબ જ ટાંચા સાધનો અને સગવડો વચ્ચે દિવસમાં ઓછામાં ઓછું એક વખત તો મળતાં...🤗

આજે અનુભવાયું કે એ મિત્રતાના સંબંધો અને યાદો અમારા અંતરમાં એવી ને એવી ધરબાયેલી પડી છે. એકબીજાનો હાથ ઝાલીને વિકાસ તરફ આગળ લઈ જવાની ભાવના અકબંધ છે. મારા જેવા જ અનુભવ મારા આ લંગોટિયાઓને પણ થયો હશે !👌

હસમુખભાઈના કુટુંબ-ઘરને પહેલી વાર આ રીતે મળી રહ્યો હતો પણ એવું લાગ્યું નહીં કે પ્રથમ વાર મળી રહ્યાં છીએ ! ભાભીનો સરળ મળતાવડો સ્વભાવ અને દીકરા દક્ષની ડાહી વાતો અને નિખાલસતા સ્પર્શી ગઈ. એમની સ્વાગત સરભરા સંગત મજા કરાવી ગઈ.😇🥳

મિત્રોની સંગત એટલે મિત્રોની સંગત...💝

બીજા ભાઈઓ ભત્રીજાઓ ને સામેલ નહીં કરવા બદલ દિલગીરી.😉

આ ટ્રાયલ અને ટ્રેલર હતું... પિકચર અભી બાકી હૈ.👍

.................આ 👆 આજનો મારો પ્રતિભાવ છે.............


પ્રતિભાવ 2..... રાજેન્દ્ર 

આમ તો અમારો પ્રોગ્રામ આવતી કાલે મંગળવાર નો હતો... મેં રજા લીધી હતી...પણ મારા નાઈટ સુપરવાઈઝરને આજે સોમવારે અચાનક ઘરે ગોધરા જવાનું થયું.... એટલે મારે આજે સોમવારે નાઈટ શિફ્ટ માં આવવું પડ્યું.... સોમવાર દિવસ નો ફાયદો મેં ઉઠાવી લીધો... સુરેશ જંયતી ને સાંજે જણાવ્યું કે સોમવારે હું હસાને ઘરે જઉ છું... તમારા થી આવી શકાય તો આવી જાઓ... બંને મિત્રો સંમત થયા...હું સાડા નવે નડિયાદ ઉતર્યો તો જંયતી પણ બાઈક લઈને આવી ગયો....અમે બંને સાથે હસાને ઘરે ગયા... અંતરમાં આનંદ ની અનુભૂતિ થઈ કે મારા મિત્રો સુપેરે પોતાની ફરજ બજાવી નિવૃત્ત થયા.... હંમેશા તેઓ સ્વસ્થ રહે.. મોજમાં રહે એવી ભગવાન ને પ્રાર્થના... મજા આવી ગઈ.... જંયતી સર તો ખેલાડી નિકળ્યા... ત્રણ પેગ ગટગટાવી ગયા...( છાશના )... હસા એ અમારી સારી સરભરા કરી.... મને નાદક્ષિણા માં 1000 રૂપિયા આપ્યા....તો પણ મેં ચુકાદો કાંતિ તરફેણ માં આપ્યો.... કાંતિ પાસે કેસ પતાવટ ની રકમ આપશે.....🙏👍😀 નાઈટ માં નોકરી સાડા સાતે આવી ગયો....

...................આ👆 રાજેન્દ્રનો અભિપ્રાય છે................


નીચેના ફોટાઓમાં આપ અમારા આનંદની અનુભૂતિ જોઈ શકશો.

દક્ષ સાથે સેલ્ફી 

                        હસાના ઘરનો ઉપરનો રૂમ


                                રામ સરોવર


                   મીની અટલ બ્રિજ, નડીઆદ 
 












                        બધિર શાળાની મુલાકાત 

એડમીન કા અંદાઝ





હસાના ઘરનો હીંચકો 


                            સમૂહ પ્રીત ભોજન 













હસાનું ઘર








                   હસાની પડોશમાં આવેલું ગુરુદ્વારા 








                  હસાના ઘરમાં એન્ટીક બોટ

                  નજીકનું એલીમ methodist ચર્ચ 






બધિર વિધાર્થીઓનો ક્લાસ 








Comments

Post a Comment

Popular posts from this blog

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...