વેસ્ટમાંથી બેસ્ટ...પેપર હોલ્ડર
જે લોકોના ઘરે ન્યૂઝપેપર બંધાવેલ હશે એમના ઘરે ચોમાસામાં એક નાની સમસ્યા અવશ્ય સર્જાતી હશે. ઘરની બહાર છજું કે શેડ જેવું નહીં હોય તો પેપર વિતરક ભાઈએ ફેંકેલું પેપર ક્યારેક પલળી જતું હશે અને વાંચવા લાયક નહીં રહેતું હોય.હમણાં મને આવો જ અનુભવ થયો. દિવ્ય ભાસ્કરના તુલસીના બીજવાળું પેપર જ પલળી ગયું.
આ સમસ્યાનો મેં આવો ઉકેલ શોધી કાઢ્યો છે. વિતરણ કરનાર ભાઈને કહી દેવાનું કે પેપરનો રોલ વાળીને આ "પેપર હોલ્ડર" માં મૂકી દે...પેપર પલળશે નહીં.
આ પેપર હોલ્ડર આપ જાતે બનાવી શકો છો. દોઢની પાઈપનો એક, સવા ફૂટ જેટલો ટૂંકડો અને એની ઉપર કેપ...લોઅર બજેટ ધેન રૂપીસ 100/- . વેસ્ટ પાઈપનો પણ ઉપયોગ થઈ શકે. બનાવીને કેપવાળો ભાગ ઉપર રહે એમ સ્હેજ નીચેની તરફ ઢળતું હોલ પાડ્યા વગર ઉપરથી દોરી કે તારથી બાંધી દેવાનું. મૂવેબલ હોવાથી ગમે ત્યાં લઈ જઈ શકાય.
ફક્ત ચોમાસામાં જ નહીં પણ બારેમાસ રાખો તો પેપર ઉડી જવાની, ફેંદાઈ જવાની, બગડી કે ફાટી જવાની સમસ્યામાંથી છૂટકારો મળશે.
Comments
Post a Comment