Jemimah Rodrigues - The Star ⭐ of Indian Cricket
•••1••• ગઈકાલે વુમન્સ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઇનામ મેળવ્યા બાદ, તેમણે એક ભાવનાત્મક ભાષણ આપ્યું હતું, જેમાં પોતાની શ્રદ્ધા, ટીમના સાથ અને પડકારજનક સમયમાં તેમને મળેલા સહકાર વિશે વાત કરી હતી. *જેમિમાહ રોડ્રિગ્સના ભાષણના મુખ્ય અંશો:* *1). ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા:* તેમણે સૌ પ્રથમ જીસસ-પ્રભુ ઈસુનો આભાર માન્યો અને કહ્યું કે તે આ સિદ્ધિ પોતાના દમ પર મેળવી શક્યા ન હોત. *2). મુશ્કેલ સમય:* તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા અને તે ઘણી ચિંતા અને દુઃખમાંથી પસાર થયા હતા. *3). બાઇબલનો સંદર્ભ:* જ્યારે તે થાકી ગયા હતા, ત્યારે તેમણે બાઇબલના એક વચનનો વિચાર કર્યો કે stand still God will fight for you. "શાંત રહો અને ભગવાન તમારા માટે લડશે". *4). ટીમનો સાથ:* તેમણે પોતાના સાથી ખેલાડીઓ, ખાસ કરીને હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચાનો આભાર માન્યો, જેઓએ તેમને પ્રોત્સાહન આપ્યું. *5). અભિમાનનો અભાવ:* તેમણે કહ્યું કે આ જીતનો શ્રેય એકલા પોતાન...