*દેશનું ગૌરવ છે હિમા દાસ...*
હેલો પપ્પા, તમે લોકો જ્યારે સુઈ ગયા હતા ત્યારે મેં ઇતિહાસ સર્જી ગોલ્ડ મેડલ જીત્યો છે. બેટા, અમે પણ તને રેસમાં દોડતી જોવા માટે જાગ્યા હતા... અને હિમા દાસ ભાવુક થઈ ફોન પર રડી પડી.... 12મી જુલાઈના રોજ ફિનલેન્ડના ટેમ્પિયર શહેરના રેટિના સ્ટેડિયમમાં આયોજિત વર્લ્ડ અન્ડર-20 એથ્લેટિક્સ સ્પર્ધામાં મહિલાઓની 400 મીટર દોડમાં બંદૂકમાંથી ગોળી છૂટે એમ દોડી 51.46 સેકન્ડમાં દોડ પુરી કરી સુવર્ણચંદ્રક મેળવનારી હિમા દાસનો 20 દિવસમાં આ પાંચમો ગોલ્ડ મેડલ હતો. દીકરીની આ સિદ્ધિનો પ્રતિભાવ આપતા હિમાના પિતા રંજીતદાસે મીડિયાને કહ્યું કે હું 'ને મારી પત્ની જોનાલી ગઈ રાત્રે ઊંઘી શક્યા ન હતા. કારણકે અમને ચિંતા હતી કે હિમાની સફળતા બાદ અભિનંદન આપવા આવનારાઓને અમે પૂરતું ભોજન આપી શકીશું કે નહીં..? શાકભાજી તો ખૂટી નહીં પડે ને. ? આવા સાવ સાધારણ પરિવારની દીકરીની ઉદારતા તો જુઓ... પોતાને મળેલ ગોલ્ડ મેડલ રાશિમાંથી અડધી રાશિ તેને આસામના પૂરપીડિતોના રાહત ફંડમાં આપી દીધી. આસામના નાગાંવ જિલ્લાના ઢીંગ ગામની રહેવાસી હિમા દાસનો જન્મ 9 જાન્યુઆરી, 2000ના રોજ થયો. આસામના ડાંગરના ખેતરમાં મજૂરી કામ કરતા પિતા 6 વીઘા જમી...