પટુંદર અગરહારા ગામનો તહેવાર...

મારા #જयंt ૦.૩ વર્ઝન પૈકીના પ્રથમ ચરણમાં exploring Banglore અંતર્ગત મારી નજરે જોયેલો, અનુભવેલો અને માણેલો તહેવાર.... બેંગલોર ખૂબ એટલે ખૂબ મોટું શહેર છે. મારો exploring Banglore પ્રોજેક્ટ આ માટે ખૂબ નાનો પડે એવું મારા અઢી માસના રહેવાસ થકી અનુભવ્યું. આ મસ મોટા બેંગ્લોરમાં એક મસ મોટો કહી શકાય એવો વિસ્તાર એટલે Whitefield. આ વ્હાઈટફિલ્ડ વિસ્તારમાં સમાઈ ગયેલું અને એક હજારાઉન્સ બની ગયેલું ગામ એટલે પટુંદર અગરહારા ગામ. અહીં લગભગ ૭૫૦ જેટલા અહીંના મૂળ એવાં લોકોની એક પ્રજાતિ અહીં વસે છે. આ લોકોને વારસામાં મળેલી સંસ્કૃતિનું એ લોકો જે આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઊજવણી કરે છે એનો આંખે દેખ્યો અહેવાલ અત્રે રજૂ કરું છું... Exploring Banglore Part 1... બેંગલોરની દક્ષિણે વ્હાઈટફિલ્ડ નામનો ખૂબ મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં પટુંદર અગરહારા નામનું જૂનું ગામ ધરાવતો એક વિસ્તાર છે. અહીં કર્ણાટકની સ્થાનિક પ્રજા વસવાટ કરે છે. એમની જાતિ વિષે કંઈ ખ્યાલ આવતો નથી. પરંતુ એમના દેખાવ અને પહેરવેશ પરથી ખ્યાલ આવી જાય કે આ લોકો ...