Posts

Showing posts from 2026

કન્નડા નવું વર્ષ અગાદી

Image
 

ગેસ ક્રાઈસીસ ઈન ઈન્ડિયા - ઈરાન ઈઝરાયલ યુદ્ધ

Image
રમૂજ ૧... આપને મોકલેલ કંકોતરી બાબત update: ગેસ સિલિન્ડરની અછત હોવા છતાય લગ્નના કાર્યક્રમમાં કોઈ ફેરફાર નથી. આપ સમયસર પધારશો. ફકત ભોજન સમારંભની વ્યવસ્થા રદ્દ કરવામા આવી છે.બાકી કાર્યક્રમ યથાવત રહેશે. ગિફ્ટ,કવર,ચાંદલો સ્વીકાર યોગ્ય છે,તેમા કોઈ જાતનો અવરોધ નહી રહે. આપ સપરિવાર પધારી નવ યુગલ ને આશીર્વાદ આપી શુદ્ધ પેયજલનું સેવન અવશ્ય કરી અનુગ્રહિત કરશો. આભાર.🙏   નિમંત્રક - જયંતી  આનંદી મેહમાન નો જવાબ•••••••••••••••• તમારી જેમ અમે પણ આનંદી છીએ, અમારી કાર ગેસથી ચાલે છે, ગેસ અભાવના કારણે ગાડી નહી ચાલે તેથી અમારાથી આપના લગ્નોત્સવમાં હાજરી આપવી અશકય છે. તમ તમારે પોતાનો કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ રાખશો. રમૂજ ૨..... Girl: Come over. Boy: I can’t. I’m in the queue to buy LPG cylinder. Girl: My parents aren’t home. Boy: I know, they’re also in the queue.

નડાબેટ મુલાકાત માટે માહિતી

Image
  નડાબેટ, (જી. બનાસકાંઠા)           👉નડાબેટ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં આવેલું ગામ છે.           👉આ ગામ ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલું ગામ છે. તેમજ અહીં ભારતીય સીમા સુરક્ષા દળનું મથક આવેલું છે. અહીં નડેશ્વરી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે. 👉 એન્ટ્રી ફીઃ ટુરિસ્ટની એન્ટ્રી ફી એક વ્યક્તિના રૂપિયા 100 અને 12 વર્ષથી નાની ઉંમરના બાળકોના રૂપિયા 50 છે.  શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે રૂપિયા 50 ફી રખાઇ છે.અને શાળા કોલેજના વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું ત્યાંના સ્ટાફ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. 👉નડાબેટ પહોંચવું કેવી રીતે ? વિમાન માર્ગ- નડાબેટ પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ છે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અમદાવાદ. ત્યારબાદ સડકમાર્ગે નડાબેટ જવાનું રહે છે. રેલમાર્ગ- પાલનપુર જંક્શન રેલ્વેસ્ટેશન નડાબેટથી 112 કિલોમીટરના અંતરે આવેલું છે જો કે આબુરોડ રેલ્વેસ્ટેશન પણ નડાબેટની નજીક છે જે 153 કિમીના અંતરે આવેલું છે. સડકમાર્ગ- બનાસકાંઠાના સુઈગામ પહોંચવા માટે સડક માર્ગે અમદાવાદ, ગાંધીનગર, ડીસા, પાલનપુર,મહેસાણા ...