ક્રિકેટ જગતની પંદર સત્ય હકીકતો...
૧. સૌરવ ગાંગુલી દુનિયામાં એક માત્ર એવો ક્રિકેટર છે, જેને વન ડેમાં ઉપરા ઉપરી ૪ વખત “મેન ઓફ ધ મેચ” નો એવોર્ડ મળેલ છે. આ એવોર્ડ્સ તેણે ફક્ત ૮ દિવસના સમયગાળામાં એચીવ કરેલ છે. (૧૪ સપ્ટેમ્બર – ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૭) ૨. આફ્રીદીએ આજ સુધી ૩૯૫+ વન ડે મેચ રમેલા છે. જેમાં એણે ૮૦૦૦+ રન બનાવ્યા, જેમાં ૬ સદી અને ૩૯ અર્ધ સદી, આશ્ચર્યની વાત એ છે કે આ દરમ્યાન એ કોઈ પણ ઇનિંગ્સમાં ૧૦૦ બોલ ક્યારેય નથી રમ્યો. (એણે વધુમાં વધુ ૯૪ બોલ રમેલા જેમાં ૧૨૪ રન બનાવેલા જે એનો હાઈ સ્કોર છે) ૩. આજ સુધી સચિને રમેલી ૪૦૩ ઇનિંગ્સમાં જ્યારે તેણે ૧૦૦થી ઓછા રન કર્યા હોય ત્યારે નીચે આપેલા સ્કોર પર તેણે ક્યારેય ઇનિંગ્સ પૂરી કરી નથી. ૫૬, ૫૮, ૫૯, ૭૫, ૭૬ અને ૯૨ – બાકી બધા સ્કોર પર સચિનનું નામ બોલે છે. ૪. ૨૨ યાર્ડ લંબાઈની પીચ. – એ એક એવો નિયમ છે જે ક્રિકેટના ઇતિહાસમાં હજુ એક પણ વાર બદલવામાં આવ્યો નથી. ૫. ક્રિકેટના ઇતિહાસમાં એવા ખેલાડીઓ છે કે જેઓ ખુબ જ લાંબા સમય સુધી ક્રિકેટ રમ્યા છે, પરંતુ એક વખત પણ મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવી શક્યા નથી. જેમાં નયન મોંગિયા (૧૪૦ વન ડે) અને સૈયદ કિરમાણી (૮૮ ટેસ્ટ) નો સમાવેશ થાય છે. ૬. ઇન્ઝ...