33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !
અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...
આ વાંચવા જેવું છે. સંતોષ થશે. *ભગવાને આપણને જે સમયમાં (૧૯૪૦-૧૯૯૦) જન્મ આપ્યો તે તેમની કેટલી કૃપા છે આપણા ઉપરની.....*
ReplyDelete> આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી.
> શાળાએથી આવ્યા પછી દિ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટી વી જોવા બેઠા નથી.
> આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ NET Friend સાથે નહિ.
> જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા.
> મિત્રો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી.
> ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત રોજ જમી જતા તો પણ ક્યારેય Obey-city ની તકલીફ થઈ નથી.
> ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ.
> આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા.
> આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ.
> આપણા પાસે cellphones, DVDs, Play stations, XBoxes, video games, Personal computers, internet, chat ન હતા પરંતુ તેનાથી પણ વધુ સાચા મિત્રો હતા.
> આપણા મિત્રોના ઘેર ગમ્મે ત્યારે પહોંચી જતા અને સાથે જમતા પણ ક્યારેય તેમના ઘરે જવા ફોન કરીને પૂછવું નથી પડ્યું.
> સંબંધીઓ ખૂબ નજીક હતા તેથી આપણા દિલ ખુશ હતા. તેથી ક્યારેય Life Insurance ની જરૂર નથી પડી.
> તે સમયમાં આપણે black & white ફોટામાં હતા પણ આજે તેમાં પણ રંગબેરંગી સ્મૃતિઓ જોઈ શકીએ છીએ.
*Message ના છેલ્લા બોલ*
> આપણે વિશિષ્ટ અને એકબીજાને સમજતી પેઢી હતા, કારણ કે આ છેલ્લી પેઢી હતી કે *જે માતા-પિતાનું સાંભળતા હતા* અને સોથી પહેલી પેઢી છીએ કે જેમણે દીકરા દીકરીનું સાંભળવું પડે છે અને Please અને Sorry વારે વારે કહેવું પડે છે.🙏