ધુળેટીઃ ઉજવણીમાં વિવિધતા...
ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં આ પર્વની ઉજવણીની પરંપરા અલગ અલગ જોવા મળે છે, પણ આ દિવસે રંગોની છોળો ઉડાડવાની પરંપરામાં સમાનતા જોવા મળે છે. આપણે ગુજરાતથી શરૂઆત કરીએ... રાજ્યનાં ગામડાઓ અને શહેરોમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે પધરાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોલિકાના બળી જવાની અને પ્રહલાદના બચી જવાની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. લોકો તેમને પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ આપીને ખુશ કરે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવે છે. ત્યારબાદ બી...