વિચારવા જેવું.....

આજે સર્વત્ર હિંદુ અને મુસલમાનોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હિન્દી કવિ *કુંવરનારાયણ* ની એક કવિતા યાદ આવી જાય છે..

કવિ લખે છે :

"મારે મુસલમાનોને ખૂબ ધિક્કારવા છે પણ મને *મિર્ઝા ગાલિબ* આડો આવે છે,

મારે અંગ્રેજોને પણ ખૂબ ધિક્કારવા છે પણ મને *શેક્સપિયર* આડો આવે છે"...

*સાચો સર્જક કોઈને ધિક્કારી શકતો નથી,..*.

બહુ લાંબો વિચાર કોઈપણ જાતના ઉશ્કેરાટ વિના કરીએ છીએ ત્યારે એક વાત તરત સમજાય છે કે સાહિત્ય એ કોઈ એક વિચારધારાનું વહન નથી કરતુ પણ અનેક વિચારધારાઓનું *સંગમતીર્થ* છે...

હું મુસ્લિમ બંધુઓને ધિક્કારવાનું પાપ નહિ કરું..
કારણ કે...

 દેશના તિરંગી ઝંડાને આકાર આપવામાં *રેહાના તૈયબ* નો હાથ હતો...

સહુ પ્રથમવાર " જયહિન્દ "નો નારો *આબીદ હસન સફરાની* એ આપ્યો હતો..

"ઇન્કિલાબ ઝિંદાબાદ" નો નારો *હસરત મોહાનીએ* આપ્યો હતો...

" ભારત છોડો " નો નારો *યુસુફ મહેરઅલીએ* આપ્યો હતો...

દેશભક્તિનું યાદગાર ગીત " સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ " કવિ *બિસ્મિલ અજીમાબાદીએ* ૧૯૨૧ માં લખ્યું હતું,
અને...

 *" સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા "*
એ વિખ્યાત ગીત *અલ્લામા ઇકબાલે* લખ્યું હતું...

આથી થોડા આગળ વધીએ તો *" મહાભારત "* ને યાદગાર ટેલીવિઝન સીરીયલ *રાહી માસુમ રઝા* એ લખી હતી,

દેશભક્તિના યાદગાર ગીતો *મોહંમદ રફી* સાહેબે ગાયા છે, અરે કૃષ્ણભક્તિના ઉત્તમ કાવ્યો મુસ્લિમ *રસખાને* લખ્યા છે...

*હસરત મોહાની*
જેણે
*" ચુપકે ચુપકે રાત દિન આંસુ બહાના યાદ હૈ "* જેવી વિખ્યાત ગઝલો લખી તે હાથમાં વાંસળી લઈને કાયમ મથુરા જતા હતા,

*મહેબૂબખાને* " સન ઓફ ઇન્ડિયા " ફિલ્મ બનાવી હતી. એનું એક ગીત તમને યાદ છે ❓

"નન્હા મુના રાહી હૂં દેશકા સિપાહી હૂં....

બોલો મેરે સંગ જયહિન્દ...જયહિન્દ... જયહિન્દ.. " એ ગીતના કવિ *શકીલ બદાયુની* મુસલમાન હતા,
સંગીતકાર *નૌશાદ* હતા અને પરદા પર જે આ ગીત ગાય છે તે *સાજીદખાન* પણ મુસલમાન હતો. આ ફિલ્મ ૧૯૬૨માં બની હતી..

 *દિલ્હીના ઈન્ડિયા ગેટ પર કુલ 95300 સ્વતંત્રતા સેનાનીઓના નામ છે. જેમાંથી 61395 મુસલમાનો નામ છે..!!*

 દેશની એકતાને ટકાવી રાખવામાં મુસલમાનોનું *અદ્દભૂત પ્રદાન* છે એ વાત ભૂલવા જેવી નથી...

*અમૃત ઘાયલ* સાહેબનો એક શેર યાદ છે ?

" ના  હિંદુ નીકળ્યા,
ના  મુસલમાન નીકળ્યા,
ચાદર હટાવી જોયું તો *ઇન્સાન* નીકળ્યા ".

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...