વાવાઝોડાંના નામ કેવી રીતે પડે છે ?

💠🌀 *કેવી રીતે નક્કી થયું વાવાઝોડાનું નામ 'વાયુ',..?*


➡ *હવે પછીના વાવાઝોડાનું નામ 'હિક્કા' રહેશે*

➡ *8 દેશોએ વાવાઝોડાના 8-8 નામ આપ્યા છે*

➡ *8 દેશોએ તૈયાર કરેલા નામના ટેબલની 7 લાઈન પૂર્ણ થઈ ગઈ છે હાલ 8મી લાઈનમાંથી બીજા ક્રમે રહેલું 'વાયુ' નામ લેવામાં આવ્યું છે*

➡ *ઓડિશા સહિત દેશના ચાર રાજ્યોમાં બે દિવસ સુધી 'ફોની' વાવાઝોડું આવ્યા બાદ 12 જૂને ગુજરાતમાં 'વાયુ' નામનું વાવાઝોડું ત્રાટકી રહ્યું છે. જો કે 'વાયુ' વાવાઝોડાનું નામ 'ફોની' વાવાઝોડાં સમયે જ નક્કી થઈ ચૂક્યું હતું.*

➡ *આ વાવાઝોડાને ભારતે નામ આપ્યું છે*

➡ *જ્યારે 'ફોની'ને બાંગ્લાદેશે નામ આપ્યું હતું.*

➡ *હવે પછી આવનારા વાવાઝોડાનું નામ 'હિક્કા' રહેશે જે માલદીવ્સ દ્વારા આપવામાં આવ્યું છે.*

➡ *આ પહેલાં બંગાળની ખાડીમાં 2014માં 'હુદહુદ', 2017માં 'ઓખી,' પછી 'તિતલી' અને 2018માં 'ગાજા' વાવાઝોડાંથી તારાજી થઈ હતી. સૌ કોઈને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે, વાવાઝોડાંનું નામ કેવી રીતે નક્કી કરવામાં આવે છે. વિશ્વમાં જે પણ વાવાઝોડું આવે છે તેને એક નામ ચોક્કસ આપવામાં આવે છે.*

💠🌀 *2004થી નામકરણ કરવાની શરૂઆત થઈ*

➡ *અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતા દરિયાઈ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથા 15 વર્ષ પહેલા એટલે કે 2004થી શરૂ થઈ હતી. તે માટે એક યાદી બનાવવામાં આવી છે. આ યાદીમાં આઠ દેશ સામેલ છે. આઠ દેશોના ક્રમાનુસાર આઠ નામ આપવાના છે. જ્યારે જે દેશનો નંબર આવે છે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાંનું નામકરણ કરવામાં આવે છે. ફાની નામ બાંગ્લાદેશે આપ્યું હતું. જ્યારે 'વાયુ' નામ ભારતે આપ્યું છે.*

🌐 *8 દેશોએ 64 નામ આપ્યા*

➡ *8 દેશો દ્વારા વાવાઝોડાંના નામ આપવામાં આવ્યા છે*

(૧) બાંગ્લાદેશ
(૨) ભારત
(૩) માલદીવ
(૪) મ્યાનમાર
(૫) ઓમાન
(૬) પાકિસ્તાન
(૭) શ્રીલંકા
(૮) થાઈલેન્ડ સામેલ છે.

➡ *આમ વાવાઝોડાંના કુલ 64 નામ છે.*

🌐 *સૌથી પહેલાં ઓનિલ*

➡ *2004માં જ્યારે વાવાઝોડાંના નામ આપવાની પરંપરા શરુ થઈ ત્યારે આલ્ફાબેટ પ્રમાણે આવતા દેશના નામ પ્રમાણે શરૂઆત બાંગ્લાદેશથી થઈ. તેઓએ સૌપ્રથમ વાવાઝોડાંનું નામ ઓનિલ આપ્યું. જે બાદ જે વાવાઝોડાં આવ્યાં તેના નામ આલ્ફાબેટ પ્રમાણે આવતાં દેશોએ નક્કી કર્યા. જેને લઈને 8 બાય 8નું એક ટેબલ પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ નામ આપવાનું ક્રમાનુસાર પૂર્ણ થઈ જશે તો ફરી એકવખત તેને ઉપરથી શરૂ કરાશે.*

➡ *અત્યાર સુધી આ ટેબલ મુજબ સાત લાઈન પૂર્ણ થઈ ગઈ છે. ફોની આઠમી કોલમમાં પહેલું નામ છે. હવે ગુજરાતમાં આવી રહેલા 'વાયુ' વાવાઝોડાનું નામ ભારતની કોલમમાંથી લેવામાં આવ્યું છે.*

➡ *આ લિસ્ટમાં છેલ્લું નામ અમ્ફાન છે જે થાઈલેન્ડ દ્વારા આપવામાં આવ્યું છે.*

🌐 *નામકરણ કરવાથી તેની ઓળખ અને સતર્કતામાં સરળતા રહે છે*

🌐 *એક સવાલ સામાન્ય રીતે થાય જ કે વાવાઝોડાંને નામ શું કરવા આપવું જોઈએ? જોકે તેના અમુક કારણ માનવામાં આવે છે. વાવાઝોડાંને નામ આપવામાં આવ્યું હોવાથી મીડિયાને રિપોર્ટ કરવામાં સરળતા રહે છે. નામના કારણે લોકો ચેતવણીને વધારે ગંભીરતાથી લે છે અમે તેનાથી બચવા જે તૈયારી કરવામાં આવે છે તેમાં પણ સરળતા રહે છે. સામાન્ય જનતા પણ વાવાઝોડાંના નામનું સૂચન જે તે વિભાગોને આપી શકે છે.*

➡ *જો કે તે માટે નિયમ છે. બે શરતો પ્રાથમિક છે. પહેલી શરત કે નામ નાનું હોય અને સરળ હોય. બીજી શરત કે જ્યારે તે વિશે માહિતી આપવામાં આવે ત્યારે લોકો તે સમજી શકે તેવું નામ હોવું જોઈએ. એક સૂચન એવું પણ છે કે, સાંસ્કૃતિક રીતે વાવાઝોડાંનું નામ સંવેદનશીલ ન હોવું જોઈએ અને તે દ્વીઅર્થી ન હોવું જોઈએ.*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...