લાળ સવારની- એક ઓષધિ
જેને આપણે સવારમાં થૂંકી દઈએ છીએ, તે અમૃત છે, કેન્સર ઉપરાંત સેંકડો બીમારીઓ સારી કરી શકે છે. આયુર્વેદ પ્રમાણે તમે જયારે સવારે ઉઠો તો સૌથી પહેલા પાણી પીઓ. એટલે કે દિવસની શરૂઆત પાણીથી કરો. આ ક્રિયાને “ઉષાપાન” કહે છે. ઉષાપાનનો અર્થ થાય છે કે સવારે ચાર વાગ્યે ઉઠો અને ઉઠીને સૌથી પહેલા પાણી પીઓ (૪ વાગે ઉઠતા નાં હોય તો જ્યારે ઉઠો ત્યારે). તેના બે કારણ એ છે કે જયારે આપણે રાત્રે સૂઈને સવારે ઉઠીએ છીએ તો આપણા મોઢામાં લાળનું પ્રમાણ ખુબ જ હોય છે. અને જો આપણે પાણી પી લઈશું તો લાળ અંદર જતી રહેશે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને દાંત-મોં ન ધુઓ અને ન કોગળા કરો. કેમ કે આમ કરવાથી તે લાળ બહાર થુંકવી પડે છે. અને સવારની લાળ ખૂબ જ વધુ આલ્કલાઈન (એસિડ વિરોધી) હોય છે, અને શરીરમાં જઈને ઘણા લાભ કરે છે. લાળ શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. જરા પણ એસિડ બનવા નહીં દે તથા બનેલા એસિડ ને તટસ્થ(ન્યુટ્રલ) કરી દેશે. બધી બીમારીઓની શરૂઆત પેટની ગરબડથી જ થાય છે. રાજીવ ભાઈ જણાવે છે કે તેમને સવારની લાળને જયારે ટેસ્ટ કરીને તેનો ph કાઢ્યો તો તે 8.4 નીકળ્યું. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી ...