Posts

Showing posts from July, 2021

શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી...

*ફરાળ ના હિસાબે તો શ્રાવણ મહિનો નથી રહ્યા ને...???* તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો, શ્રાવણ માસ માં ઉપવાસ કરો અને આપણાં સૌના ઈષ્ટ દેવાધિદેવ મહાદેવ ને પ્રસન્ન કરો,                    *લેટેસ્ટ અને ચટપટી ફરાળી વાનગીઓ ની વણઝાર*  *(1) ફરાળી હાંડવો* *સામગ્રી:* બટાકા ની છીણ એક કપ, પલાળેલા સાબુદાણા, રાજગરો અડધો કપ, શિંગોડા નો લોટ અડધો કપ, સિંગદાણા નો ભૂકો ૨ ચમચી, ૧ ચમચી દહીં, ખાંડ, આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું, અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો, સ્વાદાનુસાર મીઠું. *રીત:*  ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું, હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું, ૧ ચમચી તલ નાખવા, લીમડો નાખવો, પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું, ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે. ……………………………….................. *(2) કેળા ના પકોડા* *સામગ્રી:* ૨ પાકા કેળા , અડધો કપ શિંગોડા નો લોટ, મીઠું, શેકેલું જીરા પાવડર અડધી ચમચી, આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી, દહીં ૨ ચમચી, *ર...

વિવેક બુદ્ધિ પણ તાળાં...

કહેવાતા લેખક કે પત્રકાર વિક્રમ વકીલે બુદ્ધી નું દેવાળું ફુક્યું. આ લેખકને એટલીય બુદ્ધી નથી પડતી કે આરોપ મુકવા સહેલા છે પણ અદાલતમાં એને સાબિત કરવા અઘરા છે. ભારતમાં આની કોઈ નવાઈ નથી કે, સોશીયલ એક્ટીવીસ્ટ, લેખકો, માનવ અધિકાર માટે લડતા લોકોને સત્તા પક્ષ ધારે એ કેસમાં ફીટ કરી શકે છે, પણ આણે તો રીતસર કોર્ટની ટ્રાયલ ચાલ્યા વગર જ રીઢો ગુનેગાર સાબિત કરી દીધું, આ બધી જ રીતે ખોટું છે. કોર્ટમાં આરોપી ને પણ પોતાનો પક્ષ મુકવાનો અધિકાર છે ને અહીંયા હજું તો એ થયુ જ નથી......કેસની વધું માહિતી અહીંયા એક વીડિયોમાં મુકું છું. આ દિવ્યભાસ્કરની દર વખતની બદમાશી છે, મન ફાવે એવા લેખ છાપી  દે છે........! કોર્ટના ચુકાદા પુર્વે જ કોઈને ગુનેગાર સાબિત કરવું એ પત્રકારત્વ ના નૈતિક મૂલ્યો વિરુદ્ધનું છે એ શું આ આટલાં મોટાં પેપર ને ખબર જ નહી હોય... શું આ કેસની ટ્રાયલ ચાલશે ને સ્ટેન સ્વામી નિર્દોષ છુટશે તો આ પેપરમાં છપાયેલ લેખ બાબતે શું ખુલાસો આપશે? પોતાનું પેપર બંધ કરી દેશે? કે માનહાનિ નો દાવો સહન કરશે? કે પછી આ લેખક ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરશે? દિવ્યભાસ્કરના તંત્રી સાથે છેલ્લે થયેલ વાતચીત મુજબ એમણે આ લેખક સાથે ખુલાસ...