વિવેક બુદ્ધિ પણ તાળાં...

કહેવાતા લેખક કે પત્રકાર વિક્રમ વકીલે બુદ્ધી નું દેવાળું ફુક્યું.

આ લેખકને એટલીય બુદ્ધી નથી પડતી કે આરોપ મુકવા સહેલા છે પણ અદાલતમાં એને સાબિત કરવા અઘરા છે. ભારતમાં આની કોઈ નવાઈ નથી કે, સોશીયલ એક્ટીવીસ્ટ, લેખકો, માનવ અધિકાર માટે લડતા લોકોને સત્તા પક્ષ ધારે એ કેસમાં ફીટ કરી શકે છે, પણ આણે તો રીતસર કોર્ટની ટ્રાયલ ચાલ્યા વગર જ રીઢો ગુનેગાર સાબિત કરી દીધું, આ બધી જ રીતે ખોટું છે. કોર્ટમાં આરોપી ને પણ પોતાનો પક્ષ મુકવાનો અધિકાર છે ને અહીંયા હજું તો એ થયુ જ નથી......કેસની વધું માહિતી અહીંયા એક વીડિયોમાં મુકું છું. આ દિવ્યભાસ્કરની દર વખતની બદમાશી છે, મન ફાવે એવા લેખ છાપી  દે છે........! કોર્ટના ચુકાદા પુર્વે જ કોઈને ગુનેગાર સાબિત કરવું એ પત્રકારત્વ ના નૈતિક મૂલ્યો વિરુદ્ધનું છે એ શું આ આટલાં મોટાં પેપર ને ખબર જ નહી હોય... શું આ કેસની ટ્રાયલ ચાલશે ને સ્ટેન સ્વામી નિર્દોષ છુટશે તો આ પેપરમાં છપાયેલ લેખ બાબતે શું ખુલાસો આપશે? પોતાનું પેપર બંધ કરી દેશે? કે માનહાનિ નો દાવો સહન કરશે? કે પછી આ લેખક ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરશે?

દિવ્યભાસ્કરના તંત્રી સાથે છેલ્લે થયેલ વાતચીત મુજબ એમણે આ લેખક સાથે ખુલાસો માગ્યો છે અને આવતી કળશ પૂર્તિમાં જ પ્રસિદ્ધ કરશે એમ કહેવાયું છે.

પણ આટલું ઝેર ક્યાંથી ઓકતાં હશે આ લોકો? આને નક્સલવાદ શું છે અને એ પેદા કેમ થાય છે. અને ત્યાં કેવો વિકાસ થાય છે. કોણ બળાત્કાર કરે છે, સરકારની નિતી શું છે. જંગલો કોના છે, આદિવાસીઓની જમીન વિશે બંધારણીય અધિકારો શું છે એ કશીય ખબર નહીં હોય એમ માની લઈએ.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...