શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી વાનગીઓની રેસિપી...
*ફરાળ ના હિસાબે તો શ્રાવણ મહિનો નથી રહ્યા ને...???*
તો લ્યો આ ફૂલ ચટપટી ફરાળી વાનગી નો ખજાનો,
શ્રાવણ માસ માં ઉપવાસ કરો અને આપણાં સૌના ઈષ્ટ દેવાધિદેવ મહાદેવ ને પ્રસન્ન કરો,
*લેટેસ્ટ અને ચટપટી ફરાળી વાનગીઓ ની વણઝાર*
*(1) ફરાળી હાંડવો*
*સામગ્રી:*
બટાકા ની છીણ એક કપ,
પલાળેલા સાબુદાણા,
રાજગરો અડધો કપ,
શિંગોડા નો લોટ અડધો કપ,
સિંગદાણા નો ભૂકો ૨ ચમચી,
૧ ચમચી દહીં,
ખાંડ,
આદુ-મરચા ની પેસ્ટ ૧ ચમચી,
લાલ મરચું,
અડધી ચમચી તજ-લવિંગ નો ભૂકો,
સ્વાદાનુસાર મીઠું.
*રીત:*
ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી પાણી થી જાડું ખીરું રાખવું,
હવે ગેસ પર કઢાઈ મૂકી ૨ ચમચી તેલ નાખી જીરું નાખવું,
૧ ચમચી તલ નાખવા,
લીમડો નાખવો,
પછી બનાવેલું ખીરું પુડલા જેટલું પાથરવું,
ધીમો ગેસ રાખવો.
ડીશ ઢાંકી દેવી.
પાંચ મિનીટ રાખવું.
પછી પલટાવી ને પાંચ મિનીટ રાખવું.
પૂડા જેવો હાંડવો થશે.
………………………………..................
*(2) કેળા ના પકોડા*
*સામગ્રી:*
૨ પાકા કેળા ,
અડધો કપ શિંગોડા નો લોટ,
મીઠું,
શેકેલું જીરા પાવડર અડધી ચમચી,
આદુ-મરચા ની પેસ્ટ એક ચમચી,
દહીં ૨ ચમચી,
*રીત:*
પાકા કેળા ના ટુકડા કરી,
બાકીની બધી સામગ્રી ઉમેરી મિક્ષ કરી કેળા ને દબાવી દેવા,
હવે તેલ મૂકી પકોડા ધીમા તાપે તળવા.
ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.
………………………….......................
*(3) મોરૈયા ના દહીંવડા,*
*સામગ્રી:*
૧૦૦ ગ્રામ બાફેલો મોરૈયો,
૩ ચમચી શિંગોડા નો લોટ,
ગ્રીન ચટણી,
ખજુર-આંબલી ની ચટણી,
મસાલા વાળું દહીં,
*રીત:*
બાફેલો મોરૈયો લઇ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી મિક્ષ કરી તેના ગોળા વાળવા,
તેલમાં ચમચા થી લઇ તળી લેવા ,
પ્લેટ માં ઠંડા કરવા,
પછી સહેજ દબાવવા,
પછી તેમાં ગ્રીન ચટણી (સિંગ, કોથમીર, લીલા મરચા, લીંબુ અને ખાંડ) નાખવી,
તેના પર ખજુર-આંબલી ની ચટણી નાખવી,
પછી તેમાં મસાલા દહીં (મીઠું-મરચું -ખાંડ) નાખવું.
કોથમીર નાખી સર્વ કરવું .
………………………..........……..........
*(4) રાજગરા ના વડા,*
*સામગ્રી:*
રાજગરા નો લોટ ૧ બાઉલ,
મસળેલા કેળા ૪ નંગ,
આદુ-મરચા ની પેસ્ટ,
તલ-કોથમીર-લીંબુ નો રસ,
દળેલી ખાંડ,
*રીત:*
રાજગરા ના લોટ માં ઉપરની સામગ્રી મિક્ષ કરી કઠણ લોટ બાંધવો,
થેપી ને વડા કરવા.
કડાઈ માં તેલ મૂકી,
લાલાશ પડતા મીડીયમ તાપે તળવા.
ડીશ માં તળેલા મરચા , બટાટા ની વેફર કે કાતરી સાથે સર્વ કરવા.
………………………..........………….....
*(5) સુરણ ની ખીચડી,*
*સામગ્રી:*
૨૫૦ ગ્રામ સુરણ છોલીને છીણેલું,
(પાણી માં ૧ કલાક રાખવું )
લીલા મરચા,
લીમડા ના પાન,
સિંગ નો ભૂકો ૫૦ ગ્રામ,
ખાંડ,
મીઠું,
*રીત:*
કડાઈ માં ૪ ચમચી તેલ મૂકી ગરમ કરવું ,
જીરું નો વઘાર કરવો,
લીમડો નાખવો,
તેમાં ૨ લીલા મરચા,
તથા લવિંગ-તજ નો ભૂકો નાખવો.
પછી તેમાં છીણેલું સુરણ નાખવું,
સિંગ નો ભૂકો નાખવો.
મીઠું અને પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું.
ચડવા આવે એટલે ખાંડ ૧ ચમચી નાખવી,
અને છેલ્લે લીંબુ નો રસ ૧ ચમચી નાખવો,
હડીશ માં કાઢી દહીં સાથે સર્વ કરવું .
………………………………..................
*(6) ફરાળી પાતરા,*
*સામગ્રી:*
રાજગરા નો લોટ ૧ બાઉલ,
મોરૈયા નો લોટ ૧ બાઉલ,
દોઢ ચમચી લીંબુ નો રસ,
લાલ મરચું ૨ ચમચી,
ખાંડ,
અળવી ના પણ ૩ નંગ,
મીઠું,
*રીત:*
૧ બાઉલ માં રાજગરા નો લોટ, મોરૈયા નો લોટ મિક્ષ કરી તેમાં લીંબુ નો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરવું .
અળવી ના પાન ઉપર તે ખીરું ચોપડવું પછી તેના રોલ વાળી બાફવા,
ઠંડા પડે પછી કાપવા.
કડાઈ માં તેલ મૂકી જીરું, તલ, લીલા મરચા નાખી પાતરાને વઘારવા.
નીચે ઉતાર્યા પછી તેના પર દાડમ ના દાણા, અને કોપરા ની છીણ નાખી સર્વ કરો,
…………………………………….............
*(7) સાબુદાણા ના વડા,*
*સામગ્રી:*
બાફેલા બટાકા નો માવો (૬ બટાટા),
શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો અડધો બાઉલ,
કોથમીર-મરચા ની પેસ્ટ ૨ ચમચી,
દોઢ ચમચી લીંબુ નો રસ, મીઠું,
આઠ થી દસ કલાક પલાળેલા સાબુદાણા ૧ બાઉલ,
*રીત:*
બટાટા ના માવા માં શેકેલા સિંગ દાણા નો અધકચરો ભૂકો, કોથમીર-મરચા ની પેસ્ટ, લીંબુ નો રસ, મીઠું, મિક્ષ કરી દેવું,
છેલ્લે પલાળેલા સાબુદાણા ૧ બાઉલ નાખવા,
હાથથી થેપી ને ગોળ વડા તૈયાર કરી તળવા.
…………………………………….............
*(8)ફરાળી માલપુંવા,*
*સામગ્રી:*
સાબુદાણા નો લોટ,
મોરૈયા નો લોટ,
શિંગોડા નો લોટ,
રાજગરા નો લોટ,
( હદરેક લોટ ૪ ચમચી)
શેકેલો દૂધ નો મોળો માવો ૩ ચમચી,
એલચી પાવડર ૨ ચમચી,
કાજુ પાવડર ૨ ચમચી,
*રીત:*
બઘા લોટ મિક્ષ કરી દૂધ ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.
પછી સ્ટફિંગ તૈયાર કરવા,
શેકેલો દૂધ નો મોળો માવો, એલચી પાવડર, કાજુ પાવડર મિક્ષ કરો,
કડાઈ માં ૨ ચમચી ઘી નાખી ગ્રીસ કરવું,
અને બનાવેલું તૈયાર ખીરું તેના પર પાથરવું,
થોડીવાર પછી ઉથલાવવું,
ઉથલાવ્યા પછી તેના પર બુરું ખાંડ નાખી વચ્ચે સ્ટફિંગ તૈયાર કરેલું નાખી તેના પર બીજો પેહલે થી જે તૈયાર કરેલો માલપુવો છે તે મૂકી દેવો.
હળવા હાથે સહેજ દબાવવું,
હવે તેને ઉતારી બદામ-પીસ્તા ની કતરણ નાખી સર્વ કરો .
…………………………………...............
*(9) ફરાળી સેવ-પૂરી,*
*સામગ્રી:*
રાજગરા નો લોટ ૧ બાઉલ,
બાફેલા બટાકા ૧ નંગ,
૨ ચમચી મરચું,
તેલ,
મીઠું,
દાડમ ના દાણા,
બટાકા ની સેવ,
(બાફેલો બટાકો, મરચું, મીઠું, નાખી સેવ કરવી),
ગ્રીન ચટણી,
દહીં, ફુદીનાની ચટણી
(કોથમીર, ફુદીનો, લીંબુ, મીઠું, લાલ મરચા, સિંગ દાણા),
રાજગરા ની પૂરી,
(રાજગરા નો લોટ, ૧ બાફેલુ બટાકુ, તેલ, ગરમ પાણી થી લોટ કરવો)
*રીત:*
રાજગરા ની પૂરી પર બાફેલા બટાટા ના ટુકડા કરી મુકવા, જીરું - મીઠું નાખેલું મોળું દહીં પાથરવું,
તેના પર ફુદીના ની ચટણી, ગ્રીન ચટણી, નાખવી,
તેના પર બટાકા ની સેવ નાખવી,
દાડમ ના દાણા નાખી સર્વ કરવું.
…………………………………….........…
*(10) પનીર ડ્રાય -ફ્રુટ રોલ,*
*સામગ્રી:*
૫૦ ગ્રામ છીણેલું પનીર,
બુરું ખાંડ ૩ ચમચી,
એલચી પાવડર ૧ ચમચી,
૫૦ ગ્રામ સિંગ દાણા નો ભૂકો,
*રીત:*
ઉપર નું બધું મિક્ષ કરી લેવું,
થેપલી બનાવી તેમાં કાજુ-બદામ-દ્રાક્ષ ની કતરણ નાખવી.
નાના - નાના મુઠીયા જેવું વાળવું.
પછી ફ્રીજ માં સેટ કરવા ૪ કલાક મુકવું,
પછી બહાર કાઢી એ રોલ ને કટ કરવા,
ફ્રીજ માં દસ દિવસ રહે છે.
…………………………………...............
*(11) સાબુદાણા ની કટલેસ,*
*રીત:*
૪ નંગ બાફેલા બટાકા નો માવો લઇ તેમાં ૧૫ થી ૨૦ મિનીટ પલાળેલા દોઢ ચમચી સાબુ દાણા ,
૩ ચમચી રાજગર નો લોટ,
૨ ચમચી અહઆદુ-મરચા ની પેસ્ટ,
૨ ચમચી ટોપરા નું ખમણ,
અડધી ચમચી શેકેલા જીરા નો પાવડર,
૪ ચમચી શેકેલા સિંગ દાણા નો પાવડર,
૨ ચમચી બુરું ખાંડ,
લીંબુ ના ફૂલ ટેસ્ટ પ્રમાણે,
તથા મીઠું નાખી મિક્ષ કરવું,
હવે કટલેસ ના બીબા માં મૂકી કટલેસ બનાવવી,
પછી કટલેસ ના રાજગરા ના લોટ માં રગદોળી ને શેલો ફ્રાય કરવી,
હવે સર્વ કરો ગ્રીન ચટણી સાથે,
………………………………..................
*(12) ફરાળી પુરણપોળી,*
*રીત:*
પુરણ ની રીત ( ૧ ચમચી ઘી કડાઈ માં લઇ ગરમ લેવું,
તેમાં ૪ થી ૫ નંગ બાફેલા બટાકા નો માવો નાખવો,
બુરું ખાંડ ૧૨૫ ગ્રામ નાખવી,
૨ ચમચી એલચી પાવડર,
અડધી ચમચી જાયફળ પાવડર,
૨ ચમચી ખસ ખસ નાખવી,
ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું,
પછી ઠંડુ પાડવું,
દોઢ કપ રાજગરા નો લોટ,
તેમાં ૨ ચમચી શિંગોડા નો લોટ નાખી પાણી થી બાંધવો,
નાના લુવા કરવા,
આરા હલોટ અથવા રાજગરા ના લોટ નું અટામણ લઇ એક લુવો વણવો,
અને તેના પર ઉપર નું પુરણ ૧ ચમચી મૂકી કચોરી જેવું બંધ કરી ફરીથી સહેજ વણવું અને નોન સ્ટીક પર ઘી થી શેકી લેવું,
હવે સર્વ કરો,
…………………………………..........……
*(13) ફરાળી અપ્પમ,*
*સામગ્રી:*
શિંગોડા નો લોટ ૩ ચમચી,
૩ કલાક પલાળેલો ક્રશ કરેલો ૧૦૦ ગ્રામ મોરૈયો,
આદુ-મરચા ની પેસ્ટ,
છીણેલી દુધી,
ખાવા નો સોડા.
*રીત:*
મોરૈયો લો,
તેમાં શિંગોડા નો લોટ,
શેકેલા અધકચરા સિંગ દાણા,
જીરુ, તલ નાખવા,
કાજુ ના ટુકડા નાખવા, બાફેલા સૂરણ-બટાકા નાખવા,
ગાજર ની છીણ ૧ ચમચી,
કાકડી ની છીણ ૧ ચમચી નાખવી,
કોથમીર, આદુ-મરચા ની પેસ્ટ નાખવી,
મરચું પાવડર ૧ ચમચી, સિંધાલુણ ૧ ચમચી,
ખાવાનો સોડા ચપટી નાખી મિક્ષ કરો,
તેને ખાડા વાળી અપ્પમ ની કડાઈ માં ગ્રીસ કરી પાથરો.
૨ થી ૫ મિનીટમાં થઇ જશે.
અપ્પમ ને દહીં ( દહીં માં ખાંડ , મીઠું, જીરું નાખી વઘાર કરવો) સાથે પીરસવું
……………………………………............
*(14) બટાકા કોપરાના કોફતા,*
*સામગ્રી :*
બાફેલા બટાકા 4 થી 5 નંગ,
તાજું પનીર 100 ગ્રામ,
કોપરાનું છીણ 100 ગ્રામ,
દૂધ 100 ગ્રામ,
શિંગોડા નો લોટ 50 ગ્રામ,
કોથમીર લીલા મરચા જરૂર મુજબ,
રાજગરા નો લોટ 50 ગ્રામ,
જીરું 1 ચમચી,
ટામેટા 4-5 ,
ખાંડ 2-3 ચમચી ,
સિંધાલુણ સ્વાદ મુજબ , મરચું જરૂર પુરતું,
*રીત :*
કોફતા બનાવવા માટે બાફેલા બટાકા ને છોલી તેનો છૂંદો કરો.
તેમાં પનીર નું છીણ કરી ભેળવો ,
આમાં શિંગોડા નો લોટ , લીલા મરચા અને કોથમીર , મીઠું અને મરચું ભેળવીને તેના કોફતા વાળો.
આ કોફતા ને રાજગરા ના લોટ માં રગદોળી ને પછી તળી લો ,
બીજી કડાઈ માં 3 થી 4 ચમચા તેલ ગરમ કરી તેમાં સહેજ મીઠું નાખી ટામેટા ની પ્યુરી રેડી ગરમ કરો ,
તેમાં સિંધાલુણ અને ખાંડ ભેળવો ,
કોપરા નું છીણ અને દૂધ ઉમેરી ખદખદવા દો.
તે પછી કોફતા નાખી ગરમાગરમ ફરાળી કોફતા રાજગરા કે શિંગોડા ના લોટ ની પૂરી સાથે ખાવ.
…………………………………….............
*(15) સાબુદાણા ની ખીર,*
*સામગ્રી :*
દૂધ દોઢ લીટર ,
સાબુદાણા પા કપ ,
એલચી નો પાવડર-પા ચમચી ,
સમારેલો સુકોમેવો જરૂર પુરતો ,
કેસર થોડા તાંતણા,
*રીત :*
સાબુદાણા ને ખીર બનાવવાના અડધો કલાક પેહલા ધોઈ ,
પાણી નીતારી ને રાખી મુકો. જાડા તળિયાવાળી તપેલી માં દૂધ ગરમ કરો ,
દૂધ ઉકાળવા લાગે અને તેમાં ચાર પાંચ ઉભરા આવે એટલે સાબુદાણા નાખી દો .
આને સતત હલાવતા રહો , સાબુદાણા બરાબર ગળી જવા દો.
તે પછી તેમાં ખાંડ નાખો.
ખીર ઘટ્ટ થવા લાગે અને સાબુદાણા એકદમ પારદર્શક થઇ જાય એટલે આંચ પરથી નીચે ઉતારી લો.
કેસર ને થોડા પાણી માં ઘોળો .
હવે ખીર માં સમારેલો મેવો , એલચી નો પાવડર અને કેસર ભેળવો .
આના પર તમે ઈચ્છો તો કાજુ ના ટુકડા અને પીસ્તા ના ટુકડા ભભરાવી શકો..
Comments
Post a Comment