Posts

Showing posts from March, 2022

શાળાઓમાં "ગીતા"ના શિક્ષણ સંદર્ભે...

કાશ્મીર ફાઈલ્સ્ ફિલ્મ વિષે...

Image
•••1••• #કાશ્મીર_ફાઈલ્સ            - એક સ્વાભાવિક પ્રતિભાવ  "કાશ્મીર ફાઈલ્સ" એ માત્ર જોવાની કે માણવાની ફિલ્મ નથી. "કાશ્મીર ફાઈલ્સ" તો પ્રત્યેક દર્શકે પચાવવાની કડવી વાસ્તવિકતા છે. આ કોઈ નજીકના ભુતકાળની એકાદ અણગમતી, અનિચ્છનીય ઘટનાને યાદ કરાવતી વાર્તા નથી. આ તો, સદીઓથી ચાલી આવતી કડીબંધ ઘરેડ નો દસ્તાવેજ છે, મારી - તમારી આસપાસ, નજીક ના ભવિષ્ય માંજ પુનરાવર્તન પામનાર કાંડની અગમચેતી ભરી, ચેતવણીસૂચક સાઈરન છે. "કાશ્મીર ફાઈલ્સ" માં કલ્પના, આત્મવંચના, આત્મશ્લાધા કે પછી અતિશયોક્તિ ને કોઈ સ્થાન નથી. અહીં તો બસ, કાળમીંઢ સમયચક્ર ની નિષ્ઠુર ચાલ નો માનો, શીલાલેખ છે. "કાશ્મીર ફાઈલ્સ" ધર્માંધતા ના કુચક્રની અવિરત આગેકૂચ, એની તીણી, બર્ફીલી ક્રુરતાની કબુલાત છે. અને સાથે સાથે, આપણી નીંભર અકર્મર્ણ્યતા અને આત્મશ્લાધી નિર્વિર્યતાના પરોક્ષ સ્વીકાર ની સાબિતી છે. ફિલ્મ ના પરદે જે ખલનાયકો છે, એ તો પ્રતિક માત્ર છે. આ કરુણાંતિકા ના વાસ્તવિક ખલનાયકો તો કાશ્મીર ફાઈલ્સ માં હજી નેપથ્યે જ છે. અને એટલે જ, કાશ્મીર ફાઈલ્સ માં પરાકાષ્ઠા નથી, નાટ્યાત્મક, મેલોડ્રામેટિક ક્લાઈમેક્સ નથી -...

"ગંગુબાઈ કાઠીયાવાડી" ફિલ્મ વિષે

Image
ફિલ્મની ગંગુબાઈ પર સમરકંદ બુખારા ઓવારી જવા આસાન છે, કારણ કે એ ફેન્ટસી છે. અસલી ગંગુબાઈથી ખુશ થવું અઘરું છે, કારણ કે એ વાસ્તવિકતા છે.ફેન્ટસીમાં મનોરંજન છે, એમાં આપણે કશું કરવાનું ઉત્તરદાયિત્વ નથી હોતું. વાસ્તવિકતાથી અછૂતા રહેવું એટલું સહેલું નથી. ફેન્ટસી આપણને વાસ્તવિકતામાંથી છૂટવામાં મદદ કરે છે. એટલા માટે તેને એસ્કેપિઝમ કહે છે: જીવનની અસલી પીડાથી છૂટવા માટે માણસ 'ફિલ્મી પીડા'નો સહારો લે છે. સિનેમેટિક પીડા 'જોઈ'ને જેટલી મજા આવે છે, તેટલી અસલી પીડા જોઈને નથી આવતી. દાખલા તરીકે, અસલમાં કોઈ વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં જોઈએ, તો આપણા મગજના 'પીડા કેન્દ્ર'માં હલચલ થાય છે અને આપણને કઈંક કરવા પ્રેરે છે. ફેન્ટસીમાં અસંખ્ય લોકો મોતને ઘાટ ઉતરે તો પણ આપણને કઈં થતું નથી. ઉલ્ટાનું, તે આપણને મનોરંજન પૂરું પાડે છે. આલિયા ભટ્ટની ગંગુબાઈ મનોરંજન છે.  અસલમાં દેહ વ્યાપાર કરતી પતિતા પીડા છે.

રશિયા યુક્રેન યુદ્ધ...

Image
 હકીકતો.. 1. *વીટો પાવર(veto power)* આજે અમેરિકાએ રશિયા વિરુદ્ધ UNSC માં પ્રસ્તાવ લાવ્યો એવા સમાચાર આવ્યા. ભારતે રશિયા સાથેની જુની ભાઈબંધી નિભાવતાં આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ ના કર્યું.. ચીન અને UAE એ પણ તેમાં વોટ ન કર્યું. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું. 15 માંથી 11 દેશોનું સમર્થન હોવા છતાં પ્રસ્તાવ નામંજૂર થયો..  *કેમ??* થોડીક જાણકારી માટે આ નાનકડી પોસ્ટ મુકુ છુ.. UN અને UNSC ને વાંચકો સરળતાથી સમજી શકે એ જ હેતુ છે. UN એટલે United Nations (UN).. જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ કરવામાં આવી.. ભવિષ્યમાં આવાં ખતરનાક મોટાં યુદ્ધો ના થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ ના રોજ કરવામાં આવી. સ્થાપનાના સમયે કુલ 51 દેશ તેના સભ્ય હતા જેની સંખ્યા હવે 193 છે. એટલે કે વિશ્વના તમામે તમામ દેશો UN માં સામેલ છે. આ જ UN ની એક UNSC નામની કાઉન્સિલ છે.. જે વિશ્વની સુરક્ષા માટે UN નું પ્રતિનિધિત્વ કરે છે. આ UNSC માં કુલ 5 પરમાનેન્ટ અને 10 નોન- પરમાનેન્ટ એમ કુલ મળીને 15 દેશો છે.  આ 15 દેશોની કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય  વિશ્વના તમામે તમામ 193 દેશોએ માન્ય ર...