"ગંગુબાઈ કાઠીયાવાડી" ફિલ્મ વિષે


ફિલ્મની ગંગુબાઈ પર સમરકંદ બુખારા ઓવારી જવા આસાન છે, કારણ કે એ ફેન્ટસી છે.

અસલી ગંગુબાઈથી ખુશ થવું અઘરું છે, કારણ કે એ વાસ્તવિકતા છે.ફેન્ટસીમાં મનોરંજન છે, એમાં આપણે કશું કરવાનું ઉત્તરદાયિત્વ નથી હોતું. વાસ્તવિકતાથી અછૂતા રહેવું એટલું સહેલું નથી. ફેન્ટસી આપણને વાસ્તવિકતામાંથી છૂટવામાં મદદ કરે છે. એટલા માટે તેને એસ્કેપિઝમ કહે છે: જીવનની અસલી પીડાથી છૂટવા માટે માણસ 'ફિલ્મી પીડા'નો સહારો લે છે.

સિનેમેટિક પીડા 'જોઈ'ને જેટલી મજા આવે છે, તેટલી અસલી પીડા જોઈને નથી આવતી. દાખલા તરીકે, અસલમાં કોઈ વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં જોઈએ, તો આપણા મગજના 'પીડા કેન્દ્ર'માં હલચલ થાય છે અને આપણને કઈંક કરવા પ્રેરે છે. ફેન્ટસીમાં અસંખ્ય લોકો મોતને ઘાટ ઉતરે તો પણ આપણને કઈં થતું નથી. ઉલ્ટાનું, તે આપણને મનોરંજન પૂરું પાડે છે.

આલિયા ભટ્ટની ગંગુબાઈ મનોરંજન છે. 

અસલમાં દેહ વ્યાપાર કરતી પતિતા પીડા છે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...