રશિયા યુક્રેન યુદ્ધ...

 હકીકતો..

1.

*વીટો પાવર(veto power)*

આજે અમેરિકાએ રશિયા વિરુદ્ધ UNSC માં પ્રસ્તાવ લાવ્યો એવા સમાચાર આવ્યા. ભારતે રશિયા સાથેની જુની ભાઈબંધી નિભાવતાં આ પ્રસ્તાવના સમર્થનમાં વોટ ના કર્યું.. ચીન અને UAE એ પણ તેમાં વોટ ન કર્યું. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું.

15 માંથી 11 દેશોનું સમર્થન હોવા છતાં પ્રસ્તાવ નામંજૂર થયો.. 

*કેમ??*

થોડીક જાણકારી માટે આ નાનકડી પોસ્ટ મુકુ છુ..

UN અને UNSC ને વાંચકો સરળતાથી સમજી શકે એ જ હેતુ છે.

UN એટલે United Nations (UN).. જેની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ પછી તરત જ કરવામાં આવી.. ભવિષ્યમાં આવાં ખતરનાક મોટાં યુદ્ધો ના થાય અને વિશ્વમાં શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી ૨૪ ઓક્ટોબર ૧૯૪૫ ના રોજ કરવામાં આવી. સ્થાપનાના સમયે કુલ 51 દેશ તેના સભ્ય હતા જેની સંખ્યા હવે 193 છે. એટલે કે વિશ્વના તમામે તમામ દેશો UN માં સામેલ છે.

આ જ UN ની એક UNSC નામની કાઉન્સિલ છે.. જે વિશ્વની સુરક્ષા માટે UN નું પ્રતિનિધિત્વ કરે છે. આ UNSC માં કુલ 5 પરમાનેન્ટ અને 10 નોન- પરમાનેન્ટ એમ કુલ મળીને 15 દેશો છે. 

આ 15 દેશોની કાઉન્સિલનો કોઈ પણ નિર્ણય  વિશ્વના તમામે તમામ 193 દેશોએ માન્ય રાખવો પડે છે.

ઉદાહરણ:-

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું. યુક્રેને UNSC માં મદદ માંગી કે રશિયાથી અમને બચાવો અથવા તો તેની સામે લડવામાં અમને સાથ આપો. UNSC ના મોટાભાગના દેશોને લાગ્યું કે વાત તો સાચી છે આપણે યુક્રેન ને મદદ કરવી જોઈએ. એટલે રશિયાને રોકવા માટે UNSC ના જ સભ્ય અમેરિકાએ પ્રસ્તાવ લાવ્યો. જો એ પ્રસ્તાવ પસાર થઈ જાય તો રશિયાએ રોકાવું જ પડે અને જો ના રોકાય તો UN ના દેશોની સેના રશિયા વિરુદ્ધ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય…. UN એટલે આખું વિશ્વ. અને કોઈ પણ દેશ સમગ્ર વિશ્વ સામે યુદ્ધ ના લડી શકે..

પરંતુ આપણે જોયું કે આ UNSC નો પ્રસ્તાવ મંજુર થયો જ નહિં..

*UNSC નો પ્રસ્તાવને મંજુર કે નામંજુર કોણ અને કેવી રીતે કરે છે?*

આ પ્રસ્તાવ મંજુર કે નામંજૂર કરવાની સત્તા UNSC ના 15 સભ્યદેશો પાસે જ છે. 

15 દેશમાંથી 5 કાયમી સ્થાયી સભ્યો છે અને 10 અસ્થાયી સભ્યો છે.

સામાન્ય સંજોગોમાં જો વીટો પાવર ના વપરાય તો જે બાજુ બહુમતી હોય તે મુજબ પ્રસ્તાવ મંજુર કે નામંજુર થતો હોય છે.

પરંતુ 15 માંથી 5 દેશ જે કાયમી સભ્યપદ ધરાવે છે તેમની પાસે વીટો પાવર હોય છે. આ વીટોપાવર એ મોટી શક્તિ છે. વીટો પાવરવાળો પાંચમાંથી કોઈ પણ દેશ પોતાનો વીટો વાપરીને  કોઈ પણ પ્રસ્તાવને ફગાવી શકે છે. 

પ્રસ્તાવના સમર્થનમાં ભલે 14 દેશ હોય ને વિરોધમાં 1 જ દેશ હોય તો પણ તે 1 દેશ જો વીટોપાવર ધરાવતો હોય અને તે પ્રસ્તાવને નામંજુરી આપે તો તે નિર્ણય બધાએ માન્ય રાખવો પડે છે. આ વીટોપાવર ધરાવતા કુલ પાંચ દેશ આ મુજબ છે. અને આ દેશો કાયમી માટે સભ્ય છે તેમને કોઈ UNSC માંથી કાઢી શકતુ નથી.

1:- અમેરિકા

2:- રશિયા

3:- ચીન

4:- યુનાઇટેડ કિંગડમ(બ્રિટન)

5:- ફ્રાંસ

બીજા દસ(10) દેશ છે તે UNSC ના અસ્થાયી સભ્યો છે. જેમને UNSCમાંથી અંદર બહાર કરી શકાય છે. વર્તમાન અસ્થાયી સભ્યદેશો નીચે મુજબ છે.

1:- અલ્બેનિયા

2:- બ્રાઝિલ

3:- ગાબોન

4:- ઘાના

5:- ભારત

6:- આયર્લેંડ

7:- કેન્યા

8:- મેક્સિકો

9:- નોર્વે

10:- યુનાઇટેડ આરબ અમીરાત

ઉપરના ઉદાહરણને આગળ સમજીએ તો અમેરિકાએ જે પ્રસ્તાવ લાવ્યો તેનું સમર્થન UNSC ના ૧૧ દેશોએ કર્યું. ભારત, ચીન અને યુનાઇટેડ આરબ અમીરાતે વોટ જ ના કર્યું. અને છેલ્લે રશિયાએ તે પ્રસ્તાવને પોતાનો વીટોપાવર વાપરી એક જ ધડાકે ઉડાડી દીધો. જો વોટ નહિં કરવાવાળા દેશોએ અમેરિકાના પ્રસ્તાવને ટેકો આપ્યો હોત તો પણ રશિયા તે પ્રસ્તાવ મંજુર ના થવા દેત. કેમ કે વીટો પાવર ધરાવનાર દેશ પાસે એવો પાવર છે કે તે એકલો દેશ પણ UNSC ના કોઈ પણ પ્રસ્તાવને નામંજૂર કરી શકે છે..

ભારત આ સ્થાયી-સભ્યપદ મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. મોટાભાગના દેશો ભારતને સમર્થન પણ આપે છે પરંતુ ચીન પોતાનો વીટો વાપરીને ભારતને UNSC માં કાયમી સ્થાયી સભ્ય થવા દેતું નથી. અને એટલે જ આપણે વીટોપાવર બની શકતા નથી.

2.

*મિત્રો*

*🌹રશિયા યુક્રેન લડાઈ માં જીવન માં શીખવા અને ઉતારવા જેવી ફિલોસોફી*🌹


*યુક્રેન ને એમ હતું કે આખું યુરોપ અમેરિકા તેની સાથે છે..તે રશિયા ને પાઠ ભણાવી દેશે પણ આપડે જોયું કે યુક્રેન ના ખરાબ દિવસે તેની પડખે કોઈ ના ઉભું રહ્યું.આપડા જીવન માં પણ એવુંજ છે.તમે તકલીફ માં હોય ત્યારે બધા તમને સૂફીયાણી સલાહો* *આપવાવાળા ઘણા મળશે પણ કોઈ તમારી પડખે નહીં ઉભા રહે.આપડે આપણી જાતેજ સંકટ ની સામે લડવા તૈયારી રાખવી* *પડશે.એટલેજ પારકી આશ સદા નિરાશ.આપડી પછેડી ની સાઈઝ પ્રમાણેજ પગ પોહોળા કરવા.આપડે આપણી જાત અને ક્ષમતા પ્રમાણે આગળ ચાલવું.દુર્યોધન જાણતો હતો કે મારી સાથે કર્ણ જેવો મિત્ર છે એટલે અર્જુન ને તો હું ઠેકાણે પાડી દઈશ અને એ કર્ણ પણ જાણતો હતો કે પાંડવો તેના નાના ભાઈ છે છતાં તે તેમની સાથે લડ્યો.આવા મિત્રો બહુ ઓછા મળે.અત્યારે યુક્રેન ની સ્થિતિ બહુ શરમ જનક થઈ ગયી.તેના પ્રમુખે કહ્યું કે અમે એકલા પડી ગયા.અમારી સાથે કોઈજ નથી.જીવન માં પણ આવુજ છે.તમારી સાથે કટોકટી વખતે કોઈજ ના ઉભારહે.હા...સલાહ* *આપવા વાળા ઢગલા બંધ મળી આવે.*

*એટલે થોકબંધ મિત્રો રાખવા કરતા જાન આપી દયે તેવા બેચાર મિત્રો રાખવા.ટોળા બનાવવાની જરૂર નથી.હા..ચૂંટણી માં ઉપયોગ આવે પણ તકલીફ ના દિવસો માં પડખે ઉભા ના રહે.*

*જીવન ની વાસ્તવિકતા આ છે મિત્રો🌹🌹🌹*

3.

*યુક્રેન-રશિયા વોર સમજો*

અમેરિકાની મુસદ્દીગીરી, યુક્રેનની બેવકૂફી અને રશિયાની મજબૂરી એટલે આજનું યુક્રેન-રશિયા વોર.

યુદ્ધ ક્યારેય એક દિવસમાં શરૂ નથી થતું. તેના માટે વર્ષો, દાયકાઓ અને ઘણીવાર તો સદીઓના એક પછી એક ઘટનાક્રમ જવાબદાર હોય છે.

યુક્રેન-રશિયા વોર માટે પણ એવું જ છે. આમાં રશિયાનો દોષ ઓછો, રશિયાની મજબૂરી વધારે છે. રશિયા પાસે હાલ યુદ્ધ સિવાય કોઈ ઓપશન બચ્યો નથી. અથવા એમ કહો કે અમેરિકાએ બચવા દીધો નથી.

મુદ્દો સમજીએ.

અમેરિકા અને રશિયા વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલે છે. આ બન્ને દેશોના લીધે દુનિયા બે ભાગમાં વહેંચાયેલી જોવા મળે છે. બન્ને દેશો એકબીજા સામે લડવા, પછાડવા અને એકબીજાથી આગળ રહેવા સતત પ્રયત્નો કરતા હોય છે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી NATO ની રચના થઈ. NATO નું ફુલફોર્મ છે North Atlantic Treaty Organization જેમાં 28 યુરોપિયન દેશો છે અને બે અમેરિકન દેશો છે. આમ, ટોટલ ૩૦ દેશો NATO ના સભ્ય છે. આ એક મિલિટરી ઓર્ગેનાઇઝેશન છે. જેનો ઉદ્દેશ્ય જર્મની, રશિયા જેવા દેશો ફરીવાર આક્રમણ કરે તો ભેગા મળીને લડવાનો છે. NATO ના નિયમ ૫ મુજબ, "NATO માં જોડાયેલ કોઈ એક દેશ પર હુમલો થાય તો તે બાકીના બધા દેશો પર હુમલો છે તેમ માનવામાં આવશે." વળી, સુરક્ષાના કારણોસર આ દેશોમાં NATO ની ડિફેન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવે છે. મતલબ, મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે તૈનાત કરવામાં આવે છે. જેથી કોઈપણ દેશ પર હુમલો થાય તો તરત જ NATO જવાબી કાર્યવાહી કરી શકે. NATO ના ઓઠા હેઠળ અમેરિકા આખા વિશ્વમાં સૈન્ય ગોઠવી રહ્યું છે.

રશિયાનો એવો આરોપ છે કે અમેરિકા NATO ના બહાને પશ્ચિમ રશિયા તરફના દેશોને તેમાં જોડી રહ્યું છે અને ત્યાં મિલિટરી ડિફેન્સ સિસ્ટમ મૂકી રહ્યું છે. જે ૧૦૦% સાચુ છે.

હવે, તમે જ વિચારો કે ભારતની આજુબાજુના દેશો શ્રીલંકા, બર્મા, ભૂટાન, નેપાળ, વિગેરેમાં ચાઈના NATO જેવું કોઈ ડિફેન્સ સંગઠન બનાવી મિસાઈલ, ટેન્ક, પ્લેન વિગેરે મૂકે તો ભારતને ડર લાગે કે નહીં?

*યુક્રેન જ કેમ?*

યુક્રેન એ રશિયાનો જ ભાગ હતો. ૧૯૯૧ માં રશિયાના ભાગલા પડ્યા અને યુક્રેન અલગ દેશ બન્યો. અલગ દેશ બન્યા પછી યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા સારા સંબંધો રહ્યા હતા. એટલા સારા કે ૧૯૯૫ માં NPT સંધિ અનુસાર યુક્રેન પોતાના બધા ન્યુક્લિયર વેપન રશિયાને આપી દીધા હતા. મતલબ ૧૯૯૫ માં યુક્રેનને રશિયાથી કોઈ ખતરો લાગતો નોહતો. યુક્રેનમાં સૌથી વધુ બોલાતી ભાષા રશિયન છે અને સાંસ્કૃતિક રીતે પણ યુક્રેન રશિયાની નજીક છે. જે રીતે નેપાળ, ભૂટાન દેશો ભારત અને ચીન વચ્ચે આવેલ છે તે રીતે યુક્રેન દેશ યુરોપ અને રશિયા વચ્ચે આવેલ દેશ છે. વળી, યુરોપના ટોટલ ગેસ સપ્લાયમાંથી ૩૦% ગેસ સપ્લાય રશિયા કરે છે જેની પાઈપલાઈન યુક્રેનમાંથી જાય છે. એટલે જ ભૌગોલિક રીતે યુક્રેનનું મહત્વ વધી જાય છે. 

*ભવિષ્યની ચિંતામાં વર્તમાનમાં યુદ્ધ*

આમાં, યુક્રેનએ કરી બેવકૂફી. ૨૦૧૪ સુધી યુક્રેનનું રશિયા તરફી વલણ હતું યુક્રેનની નવી સરકારે તે વલણ બદલીને યુરોપીય દેશો તરફનો ઝુકાવ વધાર્યો અને NATO ના સભ્ય બનવા વિચાર્યું. અમેરિકા પણ એક એક કરીને રશિયાની બોર્ડર પર આવેલા દેશોને NATO માં જોડવા વર્ષોથી કામ કરે છે.

રશિયાનો ડર વ્યાજબી છે. અમેરિકા અલગ અલગ બહાને બાકી બધા દેશોને ધમકાવે છે, સરકારો બનાવવામાં, બગાડવામાં ચંચુપાત કરે છે. આજે વિશ્વભરમાં અમેરિકન સૈન્ય પથરાયેલ છે અને ખૂબ ટૂંકા ગાળામાં વિશ્વના કોઈપણ ભાગમાં હુમલો કરી શકે તેમ છે. એટલે એક મહાસત્તા(રશિયા)ને બીજી મહાસત્તા(અમેરિકા)થી ખતરો લાગે એ સ્વાભાવિક છે.

યુક્રેન NATO નું સભ્ય હોય અને રશિયા અને અમેરિકા વચ્ચે વોર થાય તો અમેરિકા કહે એ પ્રમાણે યુક્રેને કરવું પડે. એટલે, રશિયા એનો વિરોધ કરી રહ્યું છે. રશિયાએ એક જ દિવસમાં યુક્રેન પર હુમલો નથી કર્યો. તેની આગળનો ઘટનાક્રમ જોવા જેવો છે.

રશિયાએ NATO અને અમેરિકા સામે કેટલીક માંગણીઓ મૂકી હતી. યુક્રેન સામે નહિ હો!!! NATO અને અમેરિકા સામે. વાંચો શુ છે આ માંગણીઓ.

૧. યુક્રેનને NATO નું સભ્ય નહિ બનાવવાનું.

૨. NATO યુરોપમાં જે મિલિટરી એક્ટિવિટી કરે છે એ તરત બંધ કરી દે.

૩. યુરોપમાં જેટલી ન્યુક્લિયર મિસાઈલ છે, તે હટાવી લે.

મતલબ,

યુક્રેન નહિ NATO અને અમેરિકાના લીધે આ યુદ્ધ થયું છે. જો કે યુક્રેને રશિયા સાથે દોસ્તી કરીને, આશ્વાસન આપીને આ યુદ્ધ ટાળી શકત. પણ એને પણ રશિયાથી ડર લાગતો હોઈ, યુરોપિયન દેશો સાથે દોસ્તીમાં અને NATO ના સભ્ય બનવામાં રસ હતો.

*ભારતનું વલણ શું રહેશે?*

ભારતની વિદેશનીતિ "બિનજોડાણ"ની રહી છે. એ ક્યારેય દોસ્ત કે દુશ્મન બનાવતું નથી. પણ "સ્ટ્રેટેજીક પાર્ટનર" બનાવે છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં ભારત એકેય તરફી નહિ રહે. "યુદ્ધ ના કરવું જોઈએ.", "બન્ને દેશો શાંતિ જાળવે." એમ કહ્યા કરશે. પણ એકેય તરફ જોડાશે નહિ કે મદદ કરશે નહીં. વળી, ચીન સામે રશિયા ભારતનું સ્ટ્રેટેજીક પાર્ટનર છે. અમેરિકા કરતા રાશિયાનું મહત્વ ભારત માટે વધારે છે. એટલે દેશ તરીકે ભારત રશિયા વિરુદ્ધ ના જાય. ભારતની વિદેશનીતિ પ્રમાણે તો એકેય દેશના સ્પોર્ટમાં કે વિરોધમાં ભારત નહિ જાય એ પાક્કું.

*આ યુદ્ધનો અંત શુ હશે?*

યુક્રેનની બરબાદી.

અમેરિકાની ટ્રેટેજીક જીત.

રશિયાનો ખૌફ વધશે.

શીતયુદ્ધ વધુ મજબૂત બનશે.

રશિયા અને ચીન વધુ નજીક આવશે.

યુક્રેનની સૈન્ય તાકાત ખતમ કરશે, અને નવી સરકાર રશિયા તરફી બને તેવા પ્રયત્નો કરશે. જરૂર પડશે તો યુક્રેનના ભાગલા પણ કરશે.

જ્યારે અમેરિકા,

યુક્રેન પછી અમેરિકા બીજા કોઈ દેશને હાથો બનાવશે. તેને બરબાદ કરવા કામે લાગી જશે.

*વિશ્વના ભવિષ્યના યુદ્ધો*

બીજા વિશ્વયુદ્ધના બીજ, પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જર્મનીના શોષણ, ભાગલા સાથે રોપાયા હતા. તે જ રીતે ત્રીજા વિશ્વયુદ્ધના બીજ બીજા વિશ્વયુદ્ધના અંતે NATO, UN, World Bank જેવી સંસ્થાઓના નામે રોપાયા છે. પોલિટિકલ, મિલિટરી, ઈકોનોમિકલ વિશ્વ સંસ્થાઓ બીજું કાંઈ નહિ પણ દેશોનું ગ્રુપીઝમ છે. જે ભવિષ્યના યુદ્ધ માટેની તૈયારીના ભાગ રૂપે છે. "યુદ્ધ થશે, યુદ્ધ થશે," એમ તૈયારીઓ કરીને, એકબીજાને યુદ્ધનો ડર આપીને, ખરેખર યુદ્ધને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. એક દેશ, એક ગ્રુપ તૈયારી કરે એટલે સ્વાભાવિક રીતે જ બીજો દેશ, બીજું બીજું ગ્રુપ ડિફેન્સના નામે તૈયારીઓ શરૂ કરી દે છે. એક દેશ, એક ગ્રુપ હથિયારો ખરીદે, બોર્ડર પર તૈનાત કરે એટલે તરત જ બીજો દેશ, બીજું ગ્રુપ બોર્ડર પર પહોંચી જ જાય.

દરેક દેશ પોતાના સાર્વભૌમત્વની રક્ષા કરવા સ્વતંત્ર છે. એ પછી વાસ્તવિક ડર હોય કે કાલ્પનિક, પણ તે યુદ્ધ કરવા હંમેશા સ્વતંત્ર હોય છે. શક્તિશાળી દેશો પર કોઈ કાયદો, કોઈ સંધિ લાગુ થઈ શકતી નથી. દુનિયા હવે પહેલા જેવી નથી રહી કે કોઈ દેશ બીજા દેશ પર હુમલો કરે અને તેને જીતી લે, ગુલામ બનાવી રાખે. યુદ્ધો કરીને પણ અંતે વાતચિતથી જ રસ્તો નીકળવાનો છે. યુદ્ધના નામે નિર્દોષ લોકોનો હંમેશાની જેમ આ વખતે અને ભવિષ્યમાં પણ ભોગ લેવાશે.

"પ્રગતિ કરવી હોય તો વાતચિતથી નિવેડો લાવો. યુદ્ધ ટાળો."

============

નોંધ : કોઈપણ મુદ્દા, સમસ્યાના મૂળ સુધી પહોંચવા પ્રયત્ન કરો તો ખબર પડશે કે આજે જે થઈ રહ્યું છે તે તો માત્ર પ્રતિક્રિયા છે. મૂળ કારણ તો કંઈક અલગ જ હોય છે.


કોમેડી...

1.

*રુસ -યુક્રેન વિવાદ મા ભેંશ ભડકી*

દૂધ મા લિટરે 2 નો વધારો

🤪😂🤣


2.

ભણવું બીજા દેશમાં

કમાવું બીજા દેશમાં

લાભ બીજા દેશને આપવો

તકલીફ અને મુશ્કેલી પડે એટલે

*વિમાન મોકલો વિમાન*

✈️✈️✈️✈️✈️

3.










કરુણતા...

1.

આજનો ખુબજ ફોરવર્ડ થઈ રહેલો મેસેજ

*જેને વિશ્વગુરુ કહો છો એને યુક્રેન માંથી 20,000 ભારતીયો ને ભારત પહોંચાડવા ના ફાંફા છે આજે તો ઘણી સગવડો છે છતાંય આટલા દિવસો થી કંઈ નથી કરી શક્યા.*

*1990 મા આઈ કે ગુજરાલ જ્યારે વિદેશ પ્રધાન હતા ત્યારે રૂબરૂ કૂવેત જઈ હિટલર પછી ના સહુથી ક્રુર શાસક સદામ હુસેન ને રૂબરૂ મળી 1 લાખ 70 હજાર ભારતીયો ને ભારત પહોચાડવા માટે નું ઇતિહાસ નું સહુથી મોટુ રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું જે આજે પણ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા નોંધાયેલ છે 59 દિવસ 488 એર ઇન્ડિયા ની ફ્લાઇટ મા 1 લાખ 70 હજાર લોકોને ભારત પહોંચાડ્યા હતા.*

*અફસોસ સાથે કહેવું પડે છે વિશ્વગુરુ ના શાસન મા ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મા જેનું નામ નોંધાયેલ છે એ એર ઇન્ડિયા વેચાઈ ગઈ છે.*

*બાકી ભારત મા ફાંકા ઠોકવા પર ક્યાં કોઈ ચાર્જ છે*

*વિશ્વગુરુ* 😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...