Posts

Showing posts from June, 2022

નવા રાષ્ટ્રપતિ

Image
દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન, 1958ના રોજ ઓડિશામાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું અને તેમના લગ્ન શ્યામ ચરામ મુર્મુ સાથે થયા હતા. તે ઓડિશાના મયુરભંજ જિલ્લાના કુસુમી બ્લોકના ઉપરબેડા ગામના સંથાલ આદિવાસી પરિવારમાંથી આવે છે. આ દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતી. દ્રૌપદી મુર્મુનું જીવન અંગત દુર્ઘટનાઓથી ભરેલું છે. તેના પતિ અને બે પુત્રો અકાળે મૃત્યુ પામ્યા. તેમણે 1997માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તેમણે પાછળ વળીને જોયું નથી. દ્રૌપદી મુર્મુ 1997માં ઓડિશાના રાજરંગપુર જિલ્લામાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. તે જ વર્ષે, મુર્મુ ભાજપના ઓડિશા એકમના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપપ્રમુખ પણ બન્યા. રાજકારણમાં જોડાતા પહેલા, મુર્મુએ શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, રાયરંગપુર ખાતે માનદ સહાયક શિક્ષક તરીકે અને સિંચાઈ વિભાગમાં જુનિયર સહાયક તરીકે કામ કર્યું હતું. મુર્મુએ 2002 થી 2009 અને ફરીથી 2013 માં મયુરભંજના ભાજપ જિલ્લા અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. તે ઓડિશામાં બે વખત ભાજપના ધારાસભ્ય રહી ચુક્યા છે અને નવીન પટનાયક સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. તે સમયે...

પુરૂષ એટલે ? Man पुरुष

 *અવશ્ય વાંચજો, બહુ જ સમજવા જેવું છે.*     *પુરૂષ : સાત રંગોનું મેઘધનુષ..* *લેખિકા : એશા દાદાવાલા..* *એક સ્ત્રી માટે પુરૂષ શું હોઇ શકે ?*👇🏻 *તમારા નામની પાછળ લખાતું દીવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘરખર્ચની રકમ? તમારાં સંતાનોનો પિતા? સમય કરતાં વહેલા ભરાઇ જતા લોનના હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્શ્યોરન્સ, મેડિક્લેઇમનાં પ્રીમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ????*  *પુરૂષ શું છે?* *પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત?*  *પુરૂષ એક મેઘધનુષ છે. એની પાસે સાત રંગ છે...* *અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલાબંધ રંગ ઠાલવતો રહે છે.* *પુરૂષના આ સાત રંગ છે : સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ.* *પુરૂષ એ સલામતી છે. અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી, પણ જેના સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીના ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી, પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પો...

અગ્નિવીર યોજના વિષે...

Image
••• 1 •••  ‘દેશ નહીં ઝૂકને દૂંગા’ એવી પ્રચંડ ઘોષણાનો કોઈ અર્થ ખરો? કેન્દ્ર સરકારે, 14 જૂન 2022ના રોજ લશ્કરની ત્રણેય પાંખોમાં ‘અગ્નિવીર’ની ભરતી કરવાનું જાહેર કર્યું છે. તેમનો પગાર ફિક્સ હશે 30 હજારથી 49 હજાર સુધીનો. તેમને માત્ર છ મહિનાની તાલીમ આપવામાં આવશે. ગુજરાતમાં વરસો સુધી કોન્સ્ટેબલની ભરતી જ ન કરી અને પછી એક સાથે કોન્સ્ટેબલની ભરતી કરી ત્યારે પાંચ વરસ સુધી ‘બાંધેલા પગારે’ તેમનું શોષણ કરવામાં આવ્યું. ‘યંગેસ્ટ પોલીસ ફોર્સ’નો દાવો કરવામાં આવ્યો હતો. હવે ‘યંગેસ્ટ આર્મ ફોર્સ’ના ગોળાઓ ફેંકશે !ફિક્સ પગારના કોન્સ્ટેબલને રુપકડું નામ આપ્યું-‘લોકરક્ષક !’ હવે વડાપ્રધાન ચાર વરસ માટે સૈનિકોની ભરતી કરશે અને સૈનિકને રુપકડું નામ મળશે-‘અગ્નિવીર !’ થોડાં પ્રશ્નો : [1] માત્ર ચાર વરસ માટે સૈનિકોની/અગ્નિવીરોની ભરતી કરવાથી લશ્કરનું મનોબળ ઊંચુ આવે કે નીચું જાય? [2] ચાર વરસની નોકરી કરીને અગ્નિવીર ઘેર પરત આવશે અને બેરોજગારી આકાશે પહોંચી છે, તે સ્થિતિમાં તેને સન્માનજનક રોજગાર મળશે? ચાર વર્ષ પછી અગ્નિવીરને પેન્શન મળવાનું નથી ! [4] કોઈ અગ્નિવીર ચાર વરસમાં પોતાના યુનિટ સાથે દિલથી જોડાશે ખરો? ઉપરી અધિકારીઓ અગ...