અગ્નિવીર યોજના વિષે...





••• 1 •••

 ‘દેશ નહીં ઝૂકને દૂંગા’ એવી પ્રચંડ ઘોષણાનો કોઈ અર્થ ખરો?

કેન્દ્ર સરકારે, 14 જૂન 2022ના રોજ લશ્કરની ત્રણેય પાંખોમાં ‘અગ્નિવીર’ની ભરતી કરવાનું જાહેર કર્યું છે. તેમનો પગાર ફિક્સ હશે 30 હજારથી 49 હજાર સુધીનો. તેમને માત્ર છ મહિનાની તાલીમ આપવામાં આવશે. ગુજરાતમાં વરસો સુધી કોન્સ્ટેબલની ભરતી જ ન કરી અને પછી એક સાથે કોન્સ્ટેબલની ભરતી કરી ત્યારે પાંચ વરસ સુધી ‘બાંધેલા પગારે’ તેમનું શોષણ કરવામાં આવ્યું. ‘યંગેસ્ટ પોલીસ ફોર્સ’નો દાવો કરવામાં આવ્યો હતો. હવે ‘યંગેસ્ટ આર્મ ફોર્સ’ના ગોળાઓ ફેંકશે !ફિક્સ પગારના કોન્સ્ટેબલને રુપકડું નામ આપ્યું-‘લોકરક્ષક !’ હવે વડાપ્રધાન ચાર વરસ માટે સૈનિકોની ભરતી કરશે અને સૈનિકને રુપકડું નામ મળશે-‘અગ્નિવીર !’

થોડાં પ્રશ્નો : [1] માત્ર ચાર વરસ માટે સૈનિકોની/અગ્નિવીરોની ભરતી કરવાથી લશ્કરનું મનોબળ ઊંચુ આવે કે નીચું જાય? [2] ચાર વરસની નોકરી કરીને અગ્નિવીર ઘેર પરત આવશે અને બેરોજગારી આકાશે પહોંચી છે, તે સ્થિતિમાં તેને સન્માનજનક રોજગાર મળશે? ચાર વર્ષ પછી અગ્નિવીરને પેન્શન મળવાનું નથી ! [4] કોઈ અગ્નિવીર ચાર વરસમાં પોતાના યુનિટ સાથે દિલથી જોડાશે ખરો? ઉપરી અધિકારીઓ અગ્નિવીરને શંકાની નજરે જોશે, તેનું શું? [5] ચાર વરસમાં તે હથિયારોની તાલીમ લઈને પરત આવશે ત્યારે તે નક્સલવાદીઓ કે આતંકવાદીઓ સાથે જોડાઈ જાય તો એ તાલીમનો કોઈ અર્થ ખરો? [4] અગ્નિવીર યોજના નાણાંની કરકસર કરવા તથા બેરોજગારી દૂર કરવાના આશયથી લાવવામાં આવી છે. દેશભક્તિનો ઢોલ પીટનાર વડાપ્રધાન; પોતાની ‘અવતારી પુરુષ’ની ઈમેજ ઊભી કરવા માટે રોજે રોજ અઢળક સરકારી નાણાંનો ધૂમાડો કરે છે તે બંધ કરવાનું તેમને સૂઝતું નહીં હોય? વડાપ્રધાનને ‘મહાભવ્ય સેન્ટ્રલ વિસ્ટા’ પોજેક્ટ સૂઝે છે; પરંતુ લશ્કરમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાનું કેમ સૂઝતું નહીં હોય? [5] ‘દેશ નહીં ઝૂકને દૂંગા’ એવી પ્રચંડ ઘોષણા કરી ભોળા લોકોને ભરમાવીને સત્તા હાંસલ કરનાર વડાપ્રધાનની આ ઘોષણા શું જુમલો જ હતી? શું રુપકડા સૂત્રો/નારાઓ/નામોથી દેશ મજબૂત બને? [6] વડાપ્રધાન 2024ની લોકસભાની ચૂંટણી પહેલા અગ્નિવીરોની ભરતી કરવા ઈચ્છે છે ! ચૂંટણી માટે લશ્કરની પણ ‘લોકરક્ષક’ વાળી બેહાલ સ્થિતિ કરવાની? [7] અગ્નિવીરને ચાર વરસ સુધી જ લશ્કરમાં રાખવાનો હોય તો; ધારાસભ્યો/સંસદસભ્યો/મુખ્યમંત્રી/વડાપ્રધાનને બે જ મુદતની મર્યાદા કેમ નહીં? [8] શું પૂરા સમયના/પૂરા પગાર સાથે સૈનિકોની ભરતી કરી શકે તેવી સરકારની સ્થિતિ નહીં હોય? તો વિકાસ ગયો ક્યાં? નોટબંધીના ફાયદાઓ ગયા ક્યાં? પેટ્રોલ-ડીઝલનો કમરતોડ ભાવ-વધારાના નાણાં ગયા ક્યાં? 

નામ ‘લોકરક્ષક’ રાખો કે ‘અગ્નિવીર’ રાખો, સમાજ/દેશની હાલત કફોડી થશે ! સવાલ એ છે કે ‘દિવ્ય અવતારી’ વડાપ્રધાન જો સૈનિકોને પૂરા સમય માટે, પૂરો પગાર ન ચૂકવી શકે તો એમનું ‘દિવ્ય અવતારી’ સ્વરૂપ કામનું શું? ‘દેશ નહીં ઝૂકને દૂંગા’ એવી પ્રચંડ ઘોષણાનો કોઈ અર્થ ખરો?rs           

શ્રી રમેશભાઈ સવાણી IPS

••• 2 •••

भ्रमित न हो🙏

अग्निवीर कोई परमानेंट नौकरी नही है, ये एक क्रांतिकारी अभियान है, जो देश में बड़ा बदलाव लाएगा, इसे आप 4 वर्ष की सेना डिग्री मान लीजिए, जो आगे बहुत काम आने वाली है, यदि आप योग्य होते है तो 4 वर्ष इस अभियान में शामिल होने के बाद सेना में 25%परमानेंट रह पाएंगे🙏

और हाँ आपसे कोई जबरदस्ती नही की जा रही कि आपको ये करना ही है।

••• 3 •••

धरती के नक्शे पर ये छोटा सा लाल स्पॉट देख रहे हो न बस यहॉ है इसराइल.. चारों ओर से दुश्मनों आई घिरा...आबादी महज़ 90 लाख के आसपास होगी..अपने मुम्बई की 2 करोड़ से ज्यादा है..खैर इतु से देश होने के बाद भी कोई कब्ज़ा क्यो न कर पा रहा.. वजह है आर्मी.. जानकर आश्चर्य हुआ कि युद्ध के समय ये देश अपनी पूरी आबादी को आर्मी बना सकता बड़े और विकसित देशों के मुकाबले बड़ी सेना....क्यो..क्योकि लड़का हो या लड़की सभी को 3 साल आर्मी ट्रेनिंग लेना और 4 महीने आर्मी मे नौकरी करना नियम है..उसके बाद उनकी मर्जी आगे रहे या अपना कैरियर कहीं और बना ले...

शायद यही सोच लेकर #अग्निपथ प्रोजेक्ट शुरू किया है..मैं कोई इसके पर्सनल फायदे और नुकसान की बात नही करूँगा ये पक्ष और विपक्ष का काम है मैं सिर्फ इसकी सोच बता रहा हूँ....करीब डेढ़ सौ करोड़ की आबादी वाला देश है भारत..सोचो अगर सिर्फ आधा प्रतिशत लोग भी जॉइन करते है..तो आगे वक़्त आने पर पचहत्तर लाख सैनिक एक्स्ट्रा हमे युद्ध के समय तैयार मिल सकते है...सोच तो बेहद आगे की है...बाकी आगे आप चाहे मतलब जो निकले की बस 4 साल मे निकाल देंगे,सरकारी नौकरी मिलेगी या नही पेंशन क्यो नही मिलेगी,सरकार हमे इस्तेमाल करके छोड़ देगी.. ये आपकी मानसिकता पर है..पर मेरा बस मानना है देश है तो हम है.. !!


#जयहिंद #अग्निवीर

••• 4 •••

अग्निपथ योजना क्या है,,,

1:- उम्र 17 वर्ष 6 माह से 21 वर्ष

2:- योग्यता सीनियर सेकेंडरी

3:- पहले की तरह फिजिकल टेस्ट

4:- सेवा अवधि 4 वर्ष

5:- प्रशिक्षण अवधि 6 माह

6:- प्रथम वर्ष वेतन 30 हजार रुपये

       महीना जिसमें 9 हजार की कटौती

 होगी, मतलब 21 हजार प्रति माह

      मिलेंगे, द्वितीय वर्ष 33000 रुपये

 मिलेगे जिसमे 10000 रुपये प्रति

      माह कटौती होगी, 23 हजार प्रति

 माह मिलेंगे, तृतीय वर्ष 36000

      हजार रुपये मिलेंगे, जिसमे 11000

 कटौती होकर 25000 हजार रुपये

        प्रति माह मिलेंगे, चौथे वर्ष 40000

 हजार रुपये प्रति माह मिलेंगे, जिसमे

      12000 रुपये महीना कटेंगे,

 28000 हजार रुपये प्रति माह मिलेंगे,


7:- 4 साल सेवा अवधि बार रिटायरमेंट पर सेवा निधि पैकेज बतोर 11 लाख 71 हजार रुपये मिलेंगे, 

8:- 4 साल की सेवा अवधि उपरांत

     योग्यता मापदंडों के हिसाब से 25 %

 जवानों को स्थायी रूप से सेना में

     नियुक्ति दे दी जाएगी, बाकी 75 %

 जवानों को अग्निवीर कौशल प्रमाण

     पत्र दिया जाएगा, जिसके बेस पर

 प्राइवेट कम्पनियों में जॉब में

       प्राथमिकता मिलेगी, साथ ही 

खुद का व्यवसाय करने के लिए

     मिनिमम ब्याज दरों पर नॉन 

सिक्योर लोन दिलाया जाएगा,,


9:-तीनों सेनाओं में प्रतिवर्ष 50000

      हजार जवानो की भर्ती की जाएगी,!!


10:- किसलिबरल वामपंथी मौकापरस्तों केबहकावे में मत आना ....बहुत ही बेहतरीन योजना है, कुछ सेफ्टी डिपार्टमेंट 

को छोड़ दे तो, 22 , 23 वर्ष से तो

      बेरोजगार रोजगार के लिए अप्लाई

 करना शुरू करते है, जबकि

     अग्निपथ योजना में तो 18, 19 में

 लगा बच्चा 22,23 में तो रिटायर ही

      हो जाएगा, मतलब बाद में वो अपने

 खर्चे पर अच्छी जॉब की तैयारी कर

      सकता है, बच्चे अक्सर 18, 20 

,22 की उम्र में ही गलत संगत में

      पड़कर भटक जाते है, जबकि इस

 उम्र में तो वो देश सेवा कर रहा होगा,

     फिजिकल फिट रहेगा, आर्थिक

 परेशानी नही होगी, इसलिए मित्रों

       भारत सरकार बहुत ही कारगर

 योजना लेकर आई है, ज्यादा से

          ज्यादा युवा फायदा उठाए,"!!!✍️

••• 5 •••

સરકારશ્રી તરફથી રજૂ કરાયેલ અગ્નિપથ યોજનાની યથાર્થતા કેટલી?

દર્શન મોંડકરની મુળ ઈંગલિશ પોસ્ટનો ભાવાનુવાદ ~

દર્શન મોંડકર તરફથી...

અગ્નિપથ યોજના....

17.5 વર્ષની ઉંમરના નાના બાળકોએ હમણાં જ તેમનું 12મું ધોરણ પૂરું કર્યું હોય છે.

આ તે ઉંમર છે કે જેમાં તમે આ નવી શરૂ કરાયેલ સરકારી યોજનામાં નોંધણી કરાવી શકો છો.

ઉચ્ચ શિક્ષણ અને વિશ્વમાં પ્રગતિ કરવા માટે જરૂરી કૌશલ્યો અને લાયકાત મેળવવાને બદલે, આ બાળકોને આગામી 4 વર્ષ સુધી સશસ્ત્ર લડાઇ અને શસ્ત્રોના ઉપયોગની સખત તાલીમ આપવામાં આવશે.

21 વર્ષની પરિપક્વ ઉંમરે, જ્યારે તેમની યુવાની હજુ પણ અકબંધ છે અને તેમના સાથીદારો એન્જિનિયર, ડૉક્ટર અને MBA હોવાને કારણે લાયકાત મેળવી રહ્યા છે.......આ બાળકો લશ્કરી તાલીમમાંથી બહાર આવશે જેમાં ખુશ થઈ ગર્વ લેવા  જેવી બાબતો બહુ ઓછી છે સિવાય કે એસોલ્ટ રાઇફલ્સ અને બોમ્બ એસેમ્બલ કરવા, તોડવા અને તેનો ઉપયોગ કરવાની શિસ્ત અને કુશળતા.

જ્યારે તેમની ઉંમરના મોટાભાગના બાળકો પ્રગતિશીલ સમુદાય બનાવવા અને વિકાસની સુવિધા આપવા વિશે વિચારતા હશે, ત્યારે આ બાળકોને કોઈ પણ પસ્તાવો કર્યા વિના, લોકોને મારવા માટે તાલીમ આપવામાં આવશે, કારણ કે કોઈએ તેમને આવું કરવાનો આદેશ આપ્યો છે.

21 વર્ષની ઉંમરે, આ બાળકો પાસે તેમની બેંકોમાં લાખો રૂપિયા હશે, પરંતુ કોઈ નોકરી નહીં, પેન્શન નહીં અને જીવન કૌશલ્ય કંઈપણ નહીં.

જોકે તેમની પાસે થોડા વિકલ્પો હશે.....

- પ્રોફેશનલ્સ તરીકે આર્મીમાં પાછા જવા નો

અથવા

- તેમની આવડતનો સમાજમાં ઉપયોગ કરવાનો.

આ કૌશલ્યોનો ઉપયોગ કરી શકાય તેવી એકમાત્ર જગ્યા છે...

- ખાનગી સુરક્ષા કંપનીઓ

- ભાડૂતી સૈનિકો (યુએસમાં જેમ)

- અન્ડરવર્લ્ડ.

4 વર્ષમાં, ભારત આ 21 વર્ષના લગભગ 50,000 બાળકોને સમાજમાં ફેંકી દેવાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, જેમાં ખૂબ ઓછી નોકરીની સંભાવનાઓ અને શૂન્ય સામાજિક વિકાસ કૌશલ્ય છે.

દર વર્ષે બીજા 50000-60000 બાળકો આ જ રીતે સમાજમાં જોડાશે.

10 વર્ષમાં આપણી પાસે સમાજમાં 21-30 વર્ષની વયના લગભગ 3-4 લાખ યુવાનો હશે...

તેઓ જાણતા હશે કે બંદૂકનો ઉપયોગ કેવી રીતે કરવો, તેઓ જાણતા હશે કે લોકોને કેવી રીતે મારવા, તેઓ જાણતા હશે કે બોમ્બ કેવી રીતે બનાવવો..... તેઓને હકીકતમાં આવું કરવાની તાલીમ આપવામાં આવશે....

અને આ બધું કરદાતાઓના ભંડોળનો ઉપયોગ કરીને કરવામાં આવશે.

જો  આ વાત તમને ભયાવહ નથી લાગતી તો......કંઈ નહીં.

From FB post

••• 6 •••



Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...