33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !
અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...