તમે જ તમારા ડૉક્ટર...
એમ.બી.બી.એસમાં એડમિશન મળ્યું ત્યારે એવી ફીલિંગ આવેલી, જાણે જગતની મહાસત્તા બનવા જઈ રહ્યા છીએ. એ સમયે ‘યુ કેન હીલ યોરસેલ્ફ’ના કન્સેપ્ટને હું હસી કાઢતો. જો માણસ પોતે જ પોતાની જાતને સાજો કરી શકતો હોય, તો મારી જરૂર જ શું છે ? એ વાત મારા વામણા અને ઘમંડી મગજને રીયલાઈઝ થતા બહુ વાર લાગી. જ્ઞાનનો એ સૌથી ભયાનક તબક્કો હોય છે જ્યારે ‘બિલીફ સીસ્ટમ’ મજબૂત અને ઘમંડ નક્કર બનતો જાય છે. કૂવામાં થોડું પાણી આવવાથી તે પોતાની જાતને સમંદર સમજવા લાગે, તો સમજવું કે કૂવાનું અંધારું હવે કાયમી રહેશે. જ્ઞાન (Knowledge) અને પ્રજ્ઞા (Wisdom) માં તફાવત છે. જ્ઞાન બરડ બનાવે છે અને પ્રજ્ઞા મૃદુ. આ બંને વચ્ચે એટલો જ તફાવત રહેલો છે, જેટલો શિક્ષણ અને કેળવણી વચ્ચે. શિક્ષણ Rigidity બક્ષે છે અને કેળવણી Flexibility. If you are not open to any other possibility, science or ideology that means you have reached to the dead-end of knowledge. વાત કરવી છે એક મહિલાની જેઓ Lymphoma નામના કેન્સરથી પીડાઈ રહ્યા હતા. તેમના કેન્સરનું નિદાન ૨૦૦૨માં થયેલું. ૨૦૦૬માં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેઓ ૩૦ કલાક સુધી કોમામાં ...