અંજલિ આપને ધરું છું... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 માર્ટીન ...નામ પડે અને એક આનંદની લહેરખી પસાર થઈ જાય. કે પછી ટ્રીન ટ્રીન ટ્રીન ફોન ડીસ્પ્લે પર એમનું નામ ઝબકે એટલે ઉર ઉલ્લાસ વ્યાપી વળે. જી, હા.આ બિલકુલ કપોળ કલ્પિત વાત નહીં, પણ સ્વાનુભવ થકી નિપજેલી વાત છે . આજના જમાનામાં ઘણી વ્યક્તિનું નામ પડતાં જ ઘરના દરવાજા બંધ કરીને સંતાઈ જવાનું મન થાય કે રણકતાં ફોનને કટ કરીને સાયલન્ટ મોડ પર મૂકી દેવાનું મન થાય અથવા ફોનને રીસિવ કરવાનું જ ટાળીએ. એના બદલે માર્ટીન એક એવી વ્યક્તિ કે જેના નામની , ફોનની અને સાહચર્યની પ્રતીક્ષા અગોચર મનમાં હમેશાં રહ્યાં કરે. એકાદ અઠવાડિયું જાય ને મનમાં થાય કે આમને મળીએ. સામાન્ય સંજોગોમાં તો રવિવારે ચર્ચમાં કે ચર્ચ પછી મુલાકાત થઈ જાય. પણ આ કોરોનાકાળ મળવું કઠીન હોવાથી મળવાની ઈચ્છા ખાસ થાય. આ પ્રકારનો અનુભવ ફક્ત મારો કે પરિવારનો જ નહીં પણ એમની સાથે સંકળાયેલા સૌ કોઈનો હશે. ફક્ત આગમનથી જ ખુશી આપનારી વ્યક્તિ સાથે પછી આગળ વધીને, બેસીને વાતો કરવાની કે અનુભવો શેર કરવાની કેટલી મજા આવતી હશે એ તો ...
અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...
પોલીસ પ્રશાસનનો સંદેશ 🙏 (તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો) “જો શાળામાં શિક્ષક બાળકોને શિસ્ત માટે ઠપકો આપે કે ક્યારેક હળવી સજા કરે, તો માતા–પિતાએ તેને મનમાં ન લેવું જોઈએ. સમજી લો — શાળામાં શિક્ષકનો ઠપકો પોલીસની લાઠી કરતાં ઘણો સારો છે.” આજે કેટલીક શાળાઓમાં કડક શિસ્તના નિયમો છે — વાળની સ્ટાઈલથી લઈને વર્તન સુધી — છતાંય બાળકોમાં ખાસ સુધારો દેખાતો નથી. શિક્ષકો નિરાધાર બનીને જોયા કરે છે, પણ કંઈ કરી શકતા નથી। 👉 જ્યારે માતા–પિતા પોતાના બાળકો પરનો કાબૂ ગુમાવે છે, ત્યારે એ જ બાળકો સમાજ માટે મુશ્કેલી બને છે. શિસ્ત ફક્ત શબ્દોથી નહીં આવે; તેમાં થોડી ભયભાવના અને દંડ પણ જરૂરી છે। હવે તો બાળકોને ન શાળાનો ભય રહ્યો છે, ન ઘેર પાછા ફરતાં ડર લાગે છે। એટલા માટે સમાજમાં અસ્થિરતા વધી રહી છે। જે બાળકો શિક્ષકની વાત સાંભળતા નહોતા, આજે એ જ નાની–નાની વાતે હિંસક બની જાય છે। ઘણા લોકોના જીવ જાય છે, અને બાદમાં એ જ બાળકો પોલીસના હાથ ચડે છે અને કોર્ટમાં સજા પામે છે। “જે સમાજ પોતાના ગુરુનો આદર નથી કરતો, એ સમાજ નષ્ટ થઈ જાય છે।” આ કડવું છે, પણ સત્ય છે। આજે ન ગુરુનો ભય રહ્યો છે, ન માન। તો શિક્ષણ અને સંસ્કાર ક્યાંથ...
Comments
Post a Comment