Father's Day/પિતા વિષે

HAPPY FATHER'S DAY

એક   પિતા   એના   દીકરાની   આલીશાન   ઓફીસ   માં   જાય છે ,

એના   દીકરા   ને   જોવે   છે   અને   એની   પાછળ   જઈ   ઉભા   રહી   જાય   છે.

એના   ખભા   ઉપર   હાથ   રાખી   ને પૂછે   છે  .

"દીકરા,   તને   ખબર   છે   આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે ?"

દીકરાએ   ઝડપ   થી   જવાબ   આપ્યો   કે-

"  *હું*  "

પિતાનું   દિલ   થોડું   બેસી   ગયું..
ફરીવાર પૂછયું..

"દીકરા...આ   દુનિયા   માં   સૌથી   તાકતવર   માણસ   કોણ   છે?"

દીકરાએ  પહેલાં  ની   જેમ જ જવાબ   આપ્યો   કે

                  "  *હું*"

પિતા   ના   ચેહરા   ઉપર   થી   જાણે   રંગ   જ   ઉડી   ગયો.

પિતા   ને  બહુ  દુઃખ   થાય   છે  અને   આંખોમાં   આંસુ   આવી   જાય   છે .

દીકરા   ના   ખભા   ઉપરથી   હાથ   લઈ અને   દરવાજા   તરફ   જવા  લાગે   છે.
ઓફીસના   દરવાજા   પાસે   જઈ   ઉભા   રહી.દીકરા   તરફ   પાછું   જોઈ અને   પાછું   પૂછે   છે .

"દીકરા,   આ   દુનિયા   માં   સૌથી તાકતવર   માણસ   કોણ   છે ?"

દીકરો   કોઈ જરા પણ ખચકાયા વગર  બોલે   છે

               "  *ત મે* "

પિતા   એકદમ   હેરાન   થઈ   જાય   છે. દીકરાના   આ   બદલતા   વિચાર   જોઈ ને   પિતા   ના   કદમ   અંદર તરફ પાછા   વળે છે અને   ધીમે   થી   પૂછે   છે.

"થોડી   વાર   પહેલા   તારા   વિચાર   માં   આ   દુનિયા   નો તાકતવર   માણસ   તું   હતો   અને   હવે   મારુ   નામ  કેમ કહેછે?"

દીકરો   કહે   છે   કે   "જ્યારે  તમારો   હાથ   મારા ખભા   ઉપર   હતો   ત્યારે   આ   દુનિયાનો   સૌથી   તાકતવર   માણસ   હું   હતો
અને   જ્યારે   તમારો   હાથ  ઉઠી   ગયો  અને   તમે   જતા   રહ્યા  ત્યારે   હું   એકલો   થઈ   ગયો
કારણ   કે   મારા   માટે   તો
દુનિયાના સૌથી   તાકતવર   માણસ તમે   જ   છો ."

_*Dedicated  To  All  Fathers






















[22/06, 08:13] +91 78746 04493: *પિતા*

*#byPJ*
*#oceanoftheemotions *
*#HappyFather’sDay*

પુરુષ ની ચારિત્રતા એટલી બધી ખરડાય ગયી છે કે પુરુષ વડે સર્જાતા ઘણા બધા સગપણ ને પણ વધતો ઓછો કલંક લાગી ગયો. પછી એ પતિ ભાઈ કાકા મામા માસા ફુવા કે સ્વયં પિતા કેમ ના હોઈ.

માતા અને પિતા, બંને સર્જનકર્તા પણ બંને ની ભૂમિકા મમતા અને પુરુષાર્થ, કરુણા અને સાહસ, સહનશીલતા અને પરાક્રમ માં વિભાજીત થઇ છે. માઁ એ નદી નું  સ્વરૂપ છે તો પિતા ક્યાંક એક પર્વત તો ક્યારેક એક મહાસાગર નું સ્વરૂપ લે છે.  માઁ એક શીતળ લહેર છે તો પિતા એક અફાટ આસમાન છે.

પોતાના પરિવાર ની સુખ શાંતિ અને સામર્થ્ય ને સતત જીવંત અને ધબકતું રાખવા એ  મોટે ભાગે મૌન બલિદાન આપતો જ રહે છે. બહાર થી કઠણ અને અંદર થી નરમ એવું એનું સ્વરૂપ, આંખ માં આંસુ પણ ના લાવી શકે અને અંદર જ રડતો રહે. સતત મનોમંથન અને ઘર્ષણ માં સદાય હસતો અને પોતાના સંતાનો માં હામ ભરતો.

પિતા ના અસ્તિત્વ ને ક્ષણ માટે તમારા જીવન માંથી હટાવી જુઓ. છત વગર ના થઇ જાઈએ  પિતા ના સુનકાર ના પડકારો ને વગર સાંભળે સમજવા જોઈએ. પિતા એક  મિત્ર અને ભાઈ ને જેમ ઉભો રહે જીવનભર અને એનો ગર્વ માત્ર એમના સંતાનો ની સફળતા માં જ  હોઈ. એને બાપ તેવા બેટા અને દીકરો બાપ કરતા સવાયો (અહીં દીકરા અને દીકરી બંને ની વાત થાય છે, કહેવતો સાથે છૂટછાટ ના લેવાય).

માઁ બાપ ના દિવસો ના હોઈ ને માઁ બાપ હોઈ તો જ આપણા દિવસો રહે (અહીં કહેવાતા ફાધર'સ ડે અને મધર 'સ ડે ની વાત થાય છે). પણ ક્યારેક એમ થાય કે ચાલો સમાજ એ બહાને આ અસ્તવ્યસ્ત બનેલા જીવન માં એક બે દિવસ પરાણે પણ માતા પિતા ના મૂલ્ય ને સાચી ખોટી રીતે પણ મૂલવે. અને એમના સતત નિરંતર વહેતા વહાલમાં આપણે સૌ પલળતા રહીએ અને આશિષ પામતા રહીએ...

જગત ના સર્વે પિતા ઓ ને મારા વંદન

એક નાનકડું કાવ્ય *પિતા* માટે...

સાહસ ને પણ શરમાવે એવું હામ આપ્યું તે મને,
જમાના માં ઓળખ મળે એવું નામ આપ્યું તે મને,

જગત ને સમજવાનું સાંચુ ભાન આપ્યું તે મને,
ક્યાં ટકવું ને ક્યાં અટકવું એ જ્ઞાન આપ્યું તે મને,

પડકારો ને પછાડવાનું આહવાન આપ્યું તે મને,
જે લાયક હું બન્યો પણ નથી
             સૌથી પેલું સન્માન આપ્યુ તે મને,

જીત્યા નથી કોઈ ગઢ કે કિલ્લાઓ
            ને માંગ્યા વગર ઇનામ આપ્યું તે મને,
નથી ભલે કોઈ કિમંત જમાનાને જેની
           જે કંઈ આપ્યું જાજરમાન આપ્યું તે મને,

- પ્રણવ જોશી
- ૨૧ જૂન * સદાકાળ  *
- અમદાવાદ
[22/06, 08:14] +91 78746 04493: એ થોડા સ્વાર્થી છે.
એ પોતે જ બધુ ઓઢે છે.
પોતાના સંતાનને એનાથી વંચિત રાખે છે.
એ થોડા મતલબી પણ છે,
પોતે બધું જ ખાય છે અને
પોતાના સંતાનને એનો સ્વાદ પણ ન ચાખવા દે.
એ થોડા મૂડી પણ છે,
પોતે જેમ રહેવા ઈચ્છે એમ રહે
પણ સંતાને તો એવી રીતે નહીં રહેવાનું..
હા એ "હેપી ફાધર" છે.
એ તાપ,ટાઢ અને વરસાદ ઓઢી અને
ગમ, ગુસ્સો ખાય છે અને એને તકલીફમાં રહેવાનું ફાવે છે ...
પણ સંતાને તો હેપી જ રહેવાનું અને વળી બોલવાનું
"હેપી ફાધર્સ ડે"??!!!
- કેતન ભટ્ટ
16.6.19

..પપ્પા.પપ્પા એટલે કોણ?..
( ✅.. આ લેખ લખનાર ને સલામ , પૂરો મેસેજ વાંચવાની વિનંતી  ,   *2/3 મિનીટ ફાળવજો* ,   ખરેખર આખા વલ્ડઁ ના પપ્પાઓ ની બખૂબી પોઈંટ વાઈસ રજૂઆત ) , ગમે તો જરૂર થી ફોરવડઁ કરજો !! 
➡️ તમે જે છત નીચે આજે  સૂરક્ષીત રહો છો ! મજા કરો છો - સૂખ ચેન માં છો એ ઈમારત નો પાયો એટલે પપ્પા !! 
માટે , એમને કયારે પણ શબ્દ ના વાપરતા કે ...*તમને ખબર ના પડે કે તમે ચૂપ રહો* !! મહેરબાની કરજો એ પપ્પા પર !! ફરજ રૂપે !! 
( *હંમેશા માન-સન્માન આપજો , ભલે 100 ભૂલો વારેઘડીએ થાય ....પ્રેમ કરજો તમારા સૌના જીવન સજઁનાર ને* ) 
✅ સવારથી સાંજ બહાર રહેતું એક પાત્ર.    ઘરમાં બારીનું સર્જન કદાચ પપ્પા માટે જ થયું હશે.કારણકે પપ્પા જેટલી વાટ કોઈની જોવાતી નથી.
 ✅ પપ્પા એટલે પરિવારનું એવું સભ્ય જે પરિવાર સાથે સૌથી ઓછો સમય ગાળી શકે છે. 
✅  દરેક તહેવાર અને પ્રસંગમાં ઘરમાં સૈાથી છેલ્લી એન્ટ્રી થાય એ પપ્પા.
..  જેને સૈાથી વધુ તડકા વેઠ્યા હોય, અને કડકડતી ઠંડીમાં જેં સૈાથી વધુ વખત વાહન ચાલક બન્યા હોય તે પપ્પા હોય છે. 
.. ગંજીફામાં જોકરનું પાનું એટલે પપ્પા. 
✅ જે ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય. એ ..*ક્યારેક ડ્રાઇવર બને, ક્યારેક પ્લમ્બર, ક્યારેક ફૂલી બની જાય તો ક્યારેક દિકરીનો ઘોડો. ભલે સરહદ પર નથી હોતા પરંતુ દરેક પપ્પા સૈનિક ચોક્કસ હોય છે. એની મજબૂત ભુજાઓમાં આખું ઘર હુંફ અને સલામતી અનુભવે છે.*

   .️ પપ્પા એટલે પીપળાનું વૃક્ષ, સૈાથી વધુ ઓક્સિજન આપે , છતાં ઘરના આંગણામાં એને ભાગ્યે જ સ્થાન મળે. એ બહાર જ વધુ હોઈ. રાત્રે ઘરની નજીક પહોંચવામાં જ હોય કે મોબાઈલની એક રીંગ પર દવા, દૂધ કે શાકભાજી માટે ગાડી પાછી વાળે એ પપ્પા. તો ઘરમાં પગ મૂકતાં જ ઈચ્છાઓ અને ફરિયાદોનું ચેક લીસ્ટ જેની સામે મુકાઈ ગયું હોય એ પપ્પા. 

➡️  દીકરીના માથા પર હાથ ફેરવવા માટે જેને સવાર થી સાંજ વાટ જોવી પડે, અને દીકરીની વિદાય વખતે પણ જેને શોધવા જવા પડે એ પપ્પા.*
    
♻️ પપ્પા… લાગણીનો ઘૂઘવતો દરિયો, પણ એ લાગણી નદીની જેમ વહેતી ન હોય. એની લાગણી પામવા માટે એની વજ્ર જેવી છાતીને ચીરીને એનાં હ્રદય પાસે જવું પડે. 

.. *પપ્પા એટલે એક કપ ચા અને સવારનું છાપુ જ નહીં પણ છાપાના બિલ અને ચાની કીમત ચૂકવતી હાલતી ચાલતી બેંક*.

.. પપ્પા એટલે માત્ર નસકોરાં નહી. અર્ધી રાત્રે પણ ગાડી ચલાવીને હોસ્પિટલ પહોંચી શકે એ.    

✍. *પપ્પાની કિંમત આપણે રોજ નથી કરતા. એ દોડ્યા કરે છે એટલે એના તરફ ધ્યાન નથી જતું. એની કમર દુખવાની કે હ્રદયમાં દુખાવાની ફરિયાદ આપણા કાન સુધી નથી પહોચતી..... એટલે પપ્પા આપણને હંમેશા ફિટ લાગે છે.   પણ....!!  કેટલાયે હરતા ફરતા પપ્પા સવારે ઉઠતાં નથી ત્યારે એની સાથે ઘણી વાતો કરવાની રહી જ જાય છે.    એનાં silent attack   પાછળ   કેટલાય ઘોંઘાટ જવાબદાર હશે શી ખબર?*

  .✅ પપ્પા એટલે દીકરાને નોકરી ન મળે અને દીકરીને સારું સાસરું ન મળે ત્યાં સુધી મનમાં ને મનમાં મૂંઝાતા અને છતાં બહારથી હિંમત આપતા રહેતા *એવા વડીલ જેને અચાનક જ વૃદ્ધત્વ આવી જાય છે*. 

✅  દીકરી સાસરે જાય અને પપ્પા નામના આ વૃક્ષમાં અચાનક પાનખર બેસી જાય છે. સાંજનો સુરજ એને ચશ્મામાં માંથી પણ ધૂંધળો દેખાઈ છે. પણ એની આંખનું પાણી ક્યારેય એની કોરની સીમાને લાંધતું નથી.

 ➡️ *દીકરીની વિદાય વખતે કદાચ એટલે જ આઘા પાછા થઈ જતા હશે. કારણકે એકવાર આ બંધ તૂટતો હશે તો પછી શહેર ના શહેર તણાઈ જતા હશે.*
  .✅.  પપ્પા....જેના *ખભ્ભે બેસીને મેળો પણ જોઈ શકાય* અને શેરબજારમાં ડૂબી જઈએ તો જેના ખભ્ભે રડી પણ શકાય. 

.. પપ્પા એટલે હે રામ સુધીની એવી યાત્રા જે યાત્રાનું મૂલ્ય એના અંતિમ વિસામા પછી જ આંકી શકાય. 

✍.  જે પપ્પા આખી જિંદગી શું કર્યા કરતા હતા એ ખબર ન હોય એની અંતિમ યાત્રામાં એની પાછળ આવતી ગાડીઓની લાઈન જોઈને ખબર પડે કે પપ્પા આખી જિંદગી બોલ્યાં વગર કંઈ કેટલુંય કરતા રહ્યા હશે  !!! 

...... પપ્પા… તમે દેખાતું ઘર નથી, તમે ના દેખાતો એવો ઈમારતનો પાયો છો. તમે પુષ્પ નથી, તમે સુગંધ છો. તમે રસ્તો નથી. સાઈન બોર્ડ છો. અંધારામાં પણ રસ્તો બતાવતા રહો છો. 

➡️ ✅ ➡️તમે ઘરની એવી વ્યક્તિ છો જેનાં પૈસાથી અમે ઈચ્છા પૂરી કરી છે કે નહિ એ તો નથી ખબર પણ બે સમયની રોટલી એનાથી જ મળી છે.

.️   તમે કાચી કે પાકી પણ છત આપી છે. અમે શાંતિની નિંદર માણી રહ્યા છે તો તમારી આંખોએ ચોક્કસ ઉજાગરા વેઠ્યા હશે*. હંમેશા પપ્પા ના કઠોર હ્દય ની પાછળ છૂપાયેલી કોમળતા ને ઠેસ ના પહોંચાડતા !!

.  પપ્પા ને કદાચ તમારી નવી ટેકનોલોજી કે નવી આઇ.ટી ની દૂનિયા માં સમજ ના પડે અથવા ઓછુ ફાવે  તો ...હળવેક થી વ્હાલ કરીને સમજાવજો પણ કયારે પણ એવૂ ના બોલતા કે *તમને ખબર ના પડે ! ચૂપ રહો* !! 

..  ખાસ કરીને , મમ્મી ની હાજરી માં કે તમારી વહૂ કે છોકરા - છોકરીઓની હાજરી માં તો નહી જ !!! 
..  કેમ, કે તમારી ગેરમોજૂદગી માં પપ્પા  સાથે ઘણા અપમાનજનક વતઁણૂંક તમારા છોકરા કે છોકરી કે વહૂઓ કરતા થઈ જશે !! માટે આવી પળ કયારે પણ ના આવવા દેતા !! 

......હંમેશા માન- સન્માન જ આપજો , ભલે 100 ભૂલો થાય !! ..
*સર્વે બાપુજી,બાપા,પપ્પા,પિતા ને સમર્પિત.

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...