ગુજરાતના મેળાઓ...

ગુજરાતના લોકપ્રિય મેળાઓ

✍️તરણેતરનો મેળો:

⏩લોકમેળાઓમાં તરણેતરનો મેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાદરવા સુદથી 3 દિવસ સુધી યોજાઈ છે. પુરાણોમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિષે લખવામાં આવ્યું છે કે, 1000 કમળ શિવજીની મૂર્તિ પર અર્પણ કર્યા જયારે 1 કમળ ખૂટ્યું ત્યારે નેત્ર શિવજી પર ચડાવ્યું તેથી ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાયા. આ મેળો પાંચાળ ભૂમિના તળપદા કોળી જ્ઞાતિમાં વિશેષ મહત્વ ધરાવે છે.

✍️શિવરાત્રીનો મેળો:

⏩જુનાગઢ જીલ્લામાં વર્ષ દરમિયાન 11 મેળા ભરાય છે. જેમાં ભવનાથના મેળાનું આગવું મહત્વ છે. જુનાગઢની ગીરની તળેટીમાં  સુવર્ણરેખા નદીના કિનારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે. દર વર્ષ મહાશિવરાત્રિના અવસર પર મહાવદ અગિયારસથી અમાસ સુધી આ મેળાનું આયોજન થાય છે.

પ્રખ્યાત ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્ય રાત્રીએ ભવનાથની પૂજા કરવામાં આવે છે. આ મેળામાં ખૂણે-ખૂણેથી સાધુ.સંતો, નાગાબાવાઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. માન્યતા અનુસાર નાગાબાવાઓ મૃગીકુંડમાં નહાવા પડે પછી બહાર દેખાતા નથી.

✍️માધવપુર ઘેડનો મેળો:

⏩સૌરાષ્ટ્રના પોરબંદર જીલ્લામાં આવેલા માધવપુર –ઘેડ વિસ્તારમાં ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી આ મેળાનું આયોજન થાય છે.  આ મેળામાં માધવરાય એટલે કે  શ્રી કૃષ્ણઅને રુકમણીનો વિવાહ પ્રસંગ યોજાય છે.  જેમાં ભગવાનનું ફૂલેકું, સામૈયું ચોરીના ચાર ફેરા નિહાળવા દેશભરમાંથી લોકો ઉમટી પડે છે. આ મેળામાં નવ પરિણીત યુગલો  અને કચ્છના મેર જ્ઞાતિના લોકો ખાસ જોડાય છે.

✍️સોમનાથ કાર્તિકી પુનમનો મેળો:

⏩સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળાઓ સાંસ્કૃતિક દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કારતક માસની તેરસ થી પૂનમ સુધી  ભાતીગળ મેળાનું આયોજન થાય છે.

✍️નકળંગનો મેળો:

⏩ભાવનગર જીલ્લાના કોળીયાકમાં ભાદરવી અમાસે ભરાતો નકળંગ મહાદેવના મંદિરે નકળંગ મહાદેવના સાનિધ્યમાં આ મેળો ભરાય છે. ભાવનગરના આજબાજુના ગામડાઓમાંથી આવતા લોક્સમુદાયમાં મુખત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે. નકળંગ મહાદેવનું મંદિર દરિયાની વચ્ચે હોય ઓટ આવે ત્યારે જ દર્શને જઈ શકાય છે.

✍️કચ્છનો મેળો:

⏩કચ્છની સંસ્ક્રૃતિ, કળા અને રીવાજો બધાથી અનોખા હોય છે. ભારતમ સૌથી મોટા કચ્છ જીલ્લામાં વર્ષ દરમિયાન 12 મેળાઓ યોજાય છે.

જેમાં, શીતળાસાતમનો, હાજીપીરનો, દાદામેકરણનો, જખ, કરોલ પીર,રવાડી રથયાત્રા, રુક્ન્સાપીરનો, દબડા મેળો, કુબેરપીરનો મેળો, તોરલનો મેળો, રવેચી માતાઓ મેળો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે.

✍️અંબાજીનો મેળો:

⏩બનાસકાંઠા જીલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ અને 52 શક્તિપીઠ માનું એક અંબાજીનું સ્થાનક આવેલું છે. અંબાજી મંદીરમાં કારતક, ચૈત્ર, ભાદરવો અને આસો માસમાં મેળાઓ ભરાય છે. જેમાં ભાદરવી પુનમનો મેળો સૌથી મોટો મેળો ગણાય છે.

ભાદરવી પુનમનો મેળો 3 દિવસ સુધી ચાલે છે. લાખો લોકો આ મેળામાં ઉમટી પડે છે.

✍️બહુચરાજીને ચૈત્રી પુનમનો મેળો :

⏩મહેસાણા જીલ્લામાં આવેલું બહુચરાજીમાતાજીનું મંદિર 3 શક્તિપીઠ પૈકી એક છે.આ યાત્રાધામમાં આદ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિરનો સમાવેશ થાય છે.

ચૈત્રી પુનમના દીવસેમાં બહુચરાજીના 4 પ્રાગટ્ય  સ્વરૂપે ઉજવણી કરવામાં આવે છે.

✍️શામળાજીનો મેળો:

⏩ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા મેશ્વો અને પીંગળા નદીના કાંઠે 1500 વર્ષ પહેલા અવશેષો ધરાવતી એક ભવ્ય નગરી શામળાજી દર્શનીય સ્થળ છે. જ આ સ્થળે કારતક સુદ અગિયારસથી પુનમ સુધી શામળાજીનો મેળો ભરાય છે.

મેળાના દિવસોમાં શામળાજીને અદ્ભુત શણગારથી સજાવવામાં આવે છે. શામળાજીનો મેળો ખાસ કરીને ઉતર ગુજરાતના અને રાજસ્થાનના લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક છે.

✍️  ચિત્ર-વિચિત્રનો મેળો:

⏩ગુજરાતના સાબરકાંઠા જીલ્લમાં ખેડબ્રહ્મા તાલુકાના દેલવાડા ગામ પાસે ગુણભાંખરી ગામમાં ચિત્ર- વિચિત્ર મેળો યોજાય છે. આ મેળો ફાગણવદ ચૌદશના દિવસે ચિત્ર-વિચિત્ર મેળો યોજાય છે.

બન્ને ભાઈઓની ગેરસમજથી થયેલી ભૂલને કારણે દેહનો ત્યાગ કરનાર  ભાઈઓની યાદમાં ચિત્ર-વિચિત્ર મેળો યોજાય છે.

✍️કાત્યોકનો મેળો:

⏩વિશ્વ પ્રસિદ્ધ માતૃ ગયા તીર્થ સિદ્ધપુરમાં ભારતભરમાં એકમાત્ર  ભગવાન કાર્તિકેયનું મંદિર આવેલું છે. સિદ્ધપુરમાં કારતક સુદ અગિયારસથી પુનમ સુધી કાત્યોકનો લોકમેળો માણવા શ્રદ્ધાળુઓ ભગવાન કાર્તિકેયના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

✍️વરાણાનો મેળો:

⏩પાટણ જીલ્લાનું વઢિયાર પાસે આવેલા વરાણામાં પ્રતિ વર્ષ મહા સુદ નોમ ના દિવસે ખોડીયાર માં ના સાનિધ્યમાં લોકમેળો યોજાય છે.

મેળાની વિશેષતા મુજબ આ મેળામાં સમગ્ર વઢિયાર પંથકના વઢિયાર લોકજીવનની ગાથા જોવા મળે છે.

✍️પલ્લીનો મેળો:

⏩ગાંધીનગરથી 13 કિલોમીટરના અંતરે આવેલા રૂપાલ ગામમાં ર વર્ષે આસો સુદ નોમના દિવસે વરદાયિની માતાની નિશ્રામાં પલ્લીનો મેળો યોજાય છે.

પલ્લીના મેળા દરમિયાન અંદાજે 4 લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દુનિયાભરમાં પલ્લીના વધતા મહત્વને

લઈને દર વર્ષ ભાવિકોની સંખ્યા વધે છે.

✍️વૌઠાનો મેળો:

⏩અમદાવાદના ધોળકા તાલુકાના વૈઠા ગામમાં કારતક સુદ પુનમના દિવસે વૈઠાનો મેળો ભરાય છે. ભાલ અને નળકાંઠાના લોકો સપ્ત નદીઓના પવિત્ર સંગમમાં સ્નાનનું અનેરું મહત્વ છે. આ મેળામાં ગધેડા બજાર આકર્ષણનું કેન્દ્ર છે. આ ગધેડા બજારમાં અંદાજે 4 હજાર થી વધારે ગધેડા વેચાણ માટે આવે છે.

✍️ભરૂચના મેળા:

⏩ભૃગુઋષિની તપોભૂમિ ભરૂચમાં વર્ષ દરમિયાન 82 નાના –મોટા  મેળા ભરાઈ છે. જેમાં કેટલાક મેળા દર 18 વર્ષ ભરાય છે. ભારતભરમાં ફક્ત  ભરૂચમાં જ શ્રાવણ સુદ નોમના દિવસે મેઘરાજાની ઉત્સવ ઉજવાઈ છે.

✍️કવાંટનો મેળો:

⏩રાઠવા આદિવાસીઓના મૂળ વતન છોટાઉદેપુરના કવાંટ ગામમાં આ મેળો ભરાઈ છે. આ મેળો હોળી પછીના પાંચમાં દિવસે ભરાય છે.

મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલ ઘોડા અને અન્ય દૈવીની મૂર્તિઓ દેવના સ્થાનકે મૂકી આવે છે.

કવાંટનો મેળો અન્ય આદીવાસી મેળા કરતા ભિન્ન પરંતુ સંસ્ક્રુતિને જાળવનાર અમે ઉજાગર કરનાર મેળો છે.

✍️ગાય-ગૌહરીનો મેળો:

⏩આ મેળો દાહોદના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં ભરાઈ છે. આ મેળામાં ભીલ જાતિના લોકો ભાગ લે છે. બેસતા વર્ષ અને ભાઈ બીજનાદિવસે યોજાય છે.

આ મેળામાં પશુઓની સામે સુઈ ગઈ વર્ષ દરમિયાન થતી ભૂલની ક્ષમા  માંગી છે. સાથોસાથ આ મેળામાં ગાય સાથે બળદની પણ પૂજા કરવામાં આવે છે.

🙏✍️ચુલનો મેળો:

⏩આદિવાસીઓમાં આ મેળો અમૃત રૂપ છે.  દાહોદ  જીલ્લાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણીયાર ગામમાં ધુળેટીના દિવસે આ મેળો ભરાઈ છે.

આ મેળામાં અંગારા પર ચાલવાનું મહત્વ ધરાવે છે.

✍️ગોળ-ગધેડાનો મેળો:

⏩પંચમહાલ જીલ્લામાં પ્રસિદ્ધ “ગોળ-ગધેડા” નો મેળો યોજાય છે. આ મેળો હોળી પછી પાંચમા, સાતમાં કે બારમાં દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં ભરાઈ છે.

આ મેળામાં ગોળ મેળવવા માટે ગધેડા જેટલો માર ખાય છે. તેથી તેને ગોળ-ગધેડાનો મેળો કહેવામાં આવે છે.

✍️ડાંગ દરબાર:

⏩ડાંગ દરબારનો મેળો દર વર્ષ હોળીના દિવસોમાં આહવામાં ભરાઈ છે. આ મેળામાં આદિવાસીઓની શૈલી અને રીત રીવાજો અનોખા હોય છે. આ મેળો સાત દિવસ ચાલે છે. જેમાં દરબાર ભરાઈને લોકોની ફરિયા
દ સાંભળી સ્થળા પર જ નિકાલ કરવામાં આવે છે.

અન્ય મેળાઓ...

*🎊🎉31 પ્રશ્નો મેળા વિશે🎉🎊🎉*
🏝
*🎯1.કુંભમેળો   👉*  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
*🎯૨. પુષ્કરનો મેળો      👉* – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
*🎯૩. તરણેતર નો મેળો   👉* - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
*🎯૪. ભવનાથનો મેળો   👉* – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
*🎯૫. વૌઠાનો મેળો   👉* – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
*🎯૬. માધ મેળો   👉* – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
*🎯૭. જ્વાળામુખીનો મેળો 👉* – કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
*🎯૮. સોનપુર નો પશુમેળો 👉* – ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
*🎯૯. જાનકીમેળો 👉* –મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
*🎯૧૦. ગાયચારણ નો મેળો 👉* – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
*🎯૧૧. રામદેવજીનો મેળો   👉* – રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
*🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉* – મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૩. કૈલાસ મેળો  👉* – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
*🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉* –મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
*🎯૧૫. ગંગાસર મેળો   👉* – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                 
*🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉* શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
*🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉* – મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૮. વૈશાલીનો મેળો   👉* – બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
*🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉* – ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
*🎯૨૦. મહાવીરહીનો મેળો  👉* – રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉* – રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
*🎯૨૨. રથ મેળો   👉* – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
*🎯૨૩. કુલુનો મેળો    👉* – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
*🎯૨૪. રેણુકાજીનો મેળો   👉* – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
*🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉* –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
*🎯૨૬. શામળાજીનો મેળો 👉* –ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
*🎯૨૭. અંબાજી નો મેળો    👉* – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.
*🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉–* દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
*🎯૨૯. ઝંડા મેળો   👉–* દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
*🎯૩૦. દદરીનો મેળો  👉–* બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
*🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉* વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.*🎊🎉31 પ્રશ્નો મેળા વિશે🎉🎊🎉*
🏝
*🎯1.કુંભમેળો   👉*  -નાસિક,  ઉજ્જૈન, પ્રયાગ અને
હરિદ્રારમાં દર બાર વર્ષે યોજાય છે.
*🎯૨. પુષ્કરનો મેળો      👉* – રાજ્સ્થાનના પુષ્કરમાં કાર્તિક
પૂર્ણિમાએ વિશાળ પશુ મેળો ભરાય છે
*🎯૩. તરણેતર નો મેળો   👉* - ભાદરવા વદ ૪-૫-૬ ના રોજ
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાંમાં યોજાય છે
*🎯૪. ભવનાથનો મેળો   👉* – મહાશિવરાત્રીના રોજ
ગિરનારની તળેટીમાં ગુજરાત માં યોજાય છે.
*🎯૫. વૌઠાનો મેળો   👉* – કારતક સુદ-૧૧ થી પૂનમ સુધી
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં યોજાય છે.
*🎯૬. માધ મેળો   👉* – અલાહાબાદ માં જાન્યુઆરી –
ફેબ્રુઆરી મા ભરાય છે.
*🎯૭. જ્વાળામુખીનો મેળો 👉* – કાંગડા ધાટી, હિમાચલ
પ્રદેશમાં ચૈત્ર સુદ- ૯, આસો સુદ- ૯ ના રોજ
ભરાય છે.
*🎯૮. સોનપુર નો પશુમેળો 👉* – ભારતનો સૌથી મોટો
પશુમેળો કારતક પૂર્ણિમાએ બિહારમાં ગંગા-
ગડક્ના સંગમ પર યોજાયછે.
*🎯૯. જાનકીમેળો 👉* –મુજફફરપુર જિલ્લાના સીતામઢી
ખાતે ચૈત્ર સુદ-૯ ના દિવસે યોજાયછે.
*🎯૧૦. ગાયચારણ નો મેળો 👉* – મથુરામાં કારતક
મહિનામાં ગોપાઅષ્ટમીના રોજ યોજાય છે.
*🎯૧૧. રામદેવજીનો મેળો   👉* – રાજસ્થાનના પોખરનમાં
ભાદરવા સુદ – ૨ થે ૧૧ સુધી ભરાય છે.
*🎯૧૨. બાબા ગરીબનાથ નો મેળો   👉* – મધ્યપ્રદેશ ના
શાજાપુર જિલ્લામાં ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૩. કૈલાસ મેળો  👉* – આગ્રામાં શ્રાવણના બીજા
સોમવારે યોજાય છે.
*🎯૧૪. મહામૃત્યુંજયનો મેળો   👉* –મધ્યપ્રદેશના રીવા
જિલ્લામાં શિવરાત્રિએ યોજાય છે.
*🎯૧૫. ગંગાસર મેળો   👉* – પશ્વિમ બંગાળમાં
મકરસંકાતિના દિવસે યોજાય છે.                 
*🎯૧૬. અન્નકૂટનો મેળો – 👉* શ્રીનાથદ્રારામાં કારતક
સુદ એકમના રોજ યોજાય છે.
*🎯૧૭. જાગેશ્વરી દેવીનો મેળો   👉* – મધ્યપ્રદેશના
ચંદેરીમાંચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૧૮. વૈશાલીનો મેળો   👉* – બિહારના વૈશાલીમાં ચૈત્ર
સુદ- ૧૩ ના દિવસે યોજાય છે.
*🎯૧૯. સિરજકુંડનો શિલ્પ મેળો   👉* – ફ્રેબુઆરી મહિનામાં
યોજાય છે.
*🎯૨૦. મહાવીરહીનો મેળો  👉* – રાજસ્થાનના હિંડોનમાં
ચૈત્ર મહિનામાં યોજાય છે.
*🎯૨૧. ગણેશચતુર્થીનો મેળો   👉* – રાજસ્થાનના સવાઇ
માધોપર જિલ્લાના રણથંભોરમાં ગણેશચતુર્થીએ
યોજાય છે.
*🎯૨૨. રથ મેળો   👉* – ઉતરપ્રદેશના વૃંદાવનમાં ચૈત્ર
મહિનામાં ભરાય છે.
*🎯૨૩. કુલુનો મેળો    👉* – હિમાચલ પ્રદેશના કુલુમાં
દશેરાના દિવસે મેળો ભરાય છે.
*🎯૨૪. રેણુકાજીનો મેળો   👉* – હિમાચલપ્રદેશના
રેણુકાજીમાં નવેમ્બર મહિનામાં યોજાય છે.
*🎯૨૫. જગન્નાથ પુરીની રથયાત્રા  👉* –અષાઢ સુદ
બીજના દિવસે પુરીમાં યોજાય છે.
*🎯૨૬. શામળાજીનો મેળો 👉* –ગુજરાર્તના સાબરકાંઠા
જિલ્લાના શામળાજી માં કારતક સુદ- ૧૧ થી ૧૫
સુધી મેળો ભરાય છે.
*🎯૨૭. અંબાજી નો મેળો    👉* – ગુજરાત ના બનાસકાંઠા મા
અંબાજીમાં ભાદરવા સુદ  👉 – પૂનમે યોજાય છે.
*🎯૨૮. વિશ્વ પુસ્તક મેળો 👉–* દિલ્હીમાં ફ્રેબ્રુઆરી
મહિનામાં યોજાય છે.
*🎯૨૯. ઝંડા મેળો   👉–* દહેરાદૂનમાં ચૈત્ર પાંચમ ના દિવસે
ભરાય છે.
*🎯૩૦. દદરીનો મેળો  👉–* બલિયામાં કારતક પૂર્ણિમાએ
ભરાય છે.
*🎯૩૧. ચોસઠ જોગણી નો મેળો  👉* વારાણસીમાં ચૈત્ર
સુદ એકમના દિવસે ભરાય છે.

Comments

  1. I love fair too
    😘😘😘😘😘😍😍😍😍😍😍😍😍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...