માતૃભાષા દિન

1.

જો યાદ ના હોય તો આજે સંકલ્પ કરો ને મોઢે કરો.....

*ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ શ ષ હ ળ ક્ષ જ્ઞ*

એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,

હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!

2.

દૂધ નહી તો પાણી દે,
ડોલ મને કાં કાંણી દે,
તગતગતી તલવારો દે,
યા ગુજરાતી વાણી દે.

3.

"એના નામનો ટહુકો હજીયે મેં છાતીમાં રાખ્યો છે.
ભૂસાવા નથી દીધો મેં કક્કો હજીયે પાટીમાં રાખ્યો છે.
મલક તો કાંઈ કેટલાય બદલ્યા,બધી કેટલીયે ધૂળ પગે ચોંટી છે.
હજીયે મારો ધબકારો તો મેં ગુજરાતી માંજ રાખ્યો છે."

હું ને મારી ભાષા અમે બેઉ ગુજરાતી.
વિશ્વ માતૃભાષા દિવસ
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.


4.

હક્ક થી વાત થઈ શકતી હતી ત્યાં please આવી ગયું છે,

અને આ શું ??? સાચા સબંધો માં પણ sorry હોય છે ???

ખબર જ નથી પડતી કે ફરજ માં thanks ક્યાંથી ????

માત્ર ને માત્ર બધા ને જેન્ટલમેન જ દેખાવું
છે, અને અગ્રેજી માં જ માસ્ટર થાવું છે.

પણ શું એના માટે માતૃભાષા નો ભોગ લેવો જરૂરી છે
મારે માત્ર એટલું જ જાણવું છે...

મોટા ને પણ કહેવાનું YOU, અને નાના માટે
પણ YOU ???

તો તો શું મોટાઈ છે આ ભાષાની ????

અરે આની કરતા તો સારી છે માતૃભાષા ગુજરાતી
સાંભળતા જ હૃદય મોજ માં આવી જાય છે.

જ્યાં માન અને સન્માન નો ભેદ તો દેખાય છે,
જ્યાં હૃદય થી આવકાર મળે છે અને,
છુટા પડતી વખતે આવજો નો   આવકાર મળે
છે..
મને ગર્વ છે કે હું ગુજરાતી છું.!!
     "વિશ્વ માતૃભાષા દિવસ"

*21 ફેબ્રુઆરી એટલે વિશ્વમાતૃભાષા દિન નિમિત્તે…. !!*

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

5.

💐💐
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે                 
ભૂંસાવા ક્યાં દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે
મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ
હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.

6.

મોરપીચ્છ શી કદી મુલાયમ,
કદી તાતી તલવાર ,
કદી ડણકતા સાવજ જેવી,
કદી મયૂર ટહૂકાર
કદી વહે આરાધ થઇને ,
મીઠી કદી પ્રભાતી એ
માતૃભાષા ગુજરાતી છે..

7

‘ળ’ ન હોત તો ?
‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત.
ને સઘળું સળવળતું ન હોત:
‘ળ’ ન હોત તો ફળિયે મળ્યા ન હોત,
ને કાળજે સોળ ન હોત ;
‘ળ’ ન હોત તો માળવે મળ્યા ન હોત ,
ને મેળે મેળાવડો ન હોત,
ને વાંસળીથી વ્યાકુળ ન હોત ;
‘ળ’ ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,
ને ઝાકળ ઝળહળ ન હોત ;
‘ળ’ ન હોત તો આંગળી ઝબોળાઈ ન હોત ;
ને જળ ખળખળ ન હોત..

8.

વિશ્વ માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી 2019

વિચારું છું કે જો જો 'ણ' ન હોત તો?
 'ણ' ન હોત તો કામણગારા નેણને શું કહેત?
નાગરાજની ફેણને?
માળાના મણકાને,
કમરના સણકાને,
નદીના પાણીને,
તીખી - મધુર વાણીને,
રોટલી વણવાને,
શાળામાં ભણવાને,
પેન્સિલની અણીને,
પગની કણીને,
જાતજાતની ચટણીને,
કારીગરોની છટણીને,
કીડીના કણને,
હાથીના મણને,
ગાયોના ધણને,
પંખીના ચણને
નાણાંનાં ચલણને,
કે પગના પર્યાય ચરણને,
સાવરણી, ચારણી, બરણી,
કે ધાણા, ચણા,
દાણા કે છાણાંને,
આણ કે બાણને,
કે આની શીઘ્ર રચયિતા *અપર્ણા* ને?

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

દિન વિશેષ...

પ્રોફેશનલ ડેવલપમેન્ટની તક...