૧ મે ૧૯૫૦...ગુજરાત સ્થાપના દિન...

1.
કૃષ્ણની દ્વારિકાને
સાચવીને બેઠેલું જળ છું...
હું નરસિંહનાં પ્રભાતિયાંથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું, વિસ્તાર છું  વિખ્યાત છું.
હા... હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોરના અવશેષ,
મારી પાસે છે
અશોકનો શીલાલેખ...
ધોળાવીરાનો માનવલેખ
સોમનાથનું જ્યોતિર્લિંગ ને ભવ્યતાનો અસ્મિતા લેખ....
હું ઉત્તરમાં સાક્ષાત્ અંબા માત છું
હા... હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવનું ઉદ્યાન છું,
સિધ્ધહેમનું જ્ઞાન છું...
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું.
હા... હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડનાં ફીણમોજાંની સંગાથે...
કચ્છનું રણ એ મારું આવરણ છે ,
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું,
કાળિયા ઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા... હું ગુજરાત છું..!

હું સાબરમતીથી ખ્યાત છું..
મોહનનો મોહપાશ છું,
સરદારની મક્કમતા છું
નક્કર છું... નાજુક છું... ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું.
હા... હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદ્ભાવ છું.
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું,
મુનશીના ગદ્યની મોહિની છું,
મેઘાણી, પન્નાલાલની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું...
હા... હું ગુજરાત છું..!!

*અરબને કાંઠે મારું ગુજરાત, ત્યાં તો સાવજનો હુંકાર ...*
*પૂર્વજન્મનાં મારાં પુણ્યો, કે મને ગુજરાતમાં મળ્યો અવતાર ...

2.

*ઉત્તરે ઈડરિયો ગઢ ભલો, દખ્ખણે દરિયાની અમીરાત.*
*ખમીર જેનું ખણખણે, એ છે ધમધમતું ગુજરાત...*

3.

પહેલી મેં એટલે ગુજરાતનો સ્થાપના દિન સાથે સાથે આપણે આજે જે નોકરીમાં આઝાદી ભોગવી રહ્યા છે તે દિવસ. આવો યાદ કરીએ આ દિવસને.
એવુ તો શુ બન્યું આ દિવસે? ચાલો જાણીએ........
પહેલી મે એટલે વિશ્વ શ્રમદિન. વાત છે 1886 અમેરિકાના શિકાગો શહેરની જેમાં વસતા ચાર લાખ જેટલા કામદારોએ કામના આઠ કલાક હોવા જોઈએ તે માટે આંદોલનની લડત ચલાવી હતી.સજ્જડ બંધ પાડી કામદારોએ જાહેર સભા કરી આ આંદોલનને વેગ વંતુ કર્યું હતું. આગની ચિન્ગારી માફક બનેલું આ આંદોલનમાં પોલીસ દ્વારા ગોળીબાર અને બૉમ્બ બારી કરાઈ  હતી. જેના કારણે કેટલાય મજદૂરો મોતને ભેટ્યા હતા. યુનિયનની ઓફિસ ઉપર રેડ પાડવામાં આવી, મજદૂર નેતાઓને અરેસ્ટ કરાયા. આઠ જેટલા મજદૂર નેતાઓ ઉપર જૂઠો કેસ કરી અદાલતમાં ચલાવાયો. બાદમાં કોર્ટે કોઈજ તક આપ્યા વિના આઠ પૈકી સાત ને ફાંસીની સજા ફરમાવી  ફાંસીના માંચડે ચડાવી દીધા હતા. જેમાં ઔગસ્ત સ્પાયીસ, ફીલ્ડન, એડોલ્ફ ફિશર, જોયર્જ એન્જેલ, મીકેલ સ્કેબ, લુઇ લસીંગ અને ઓસ્કાર નીબે નો સમાવેશ થાય છે. છ  લાખ જેટલા કામદારો સ્મશાન યાત્રામાં જોડાયા હતા. આઠ કલાક દિવસની માંગણી માટે શરુ કરાયેલા આ આંદોલનની જ્વાળા દુનિયા ભરમાં ફેલાઈ અને છેવટે આઠ કલાકનો દિવસ દુનિયાભરની સરકારે માન્ય કરવો પડ્યો. જે લાભ આજે આપણે ભોગવી રહ્યા છે. વિશ્વના કેટલાક દેશોમાં તો આ દિને જાહેર રજા પાડવામાં આવે છે. તો  યુનાઇટેડ નેશને પણ પહેલી મે ને આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ તરીકે માન્યતા આપી છે.
*મોતની સજા સમયે ઔગસ્ત સ્પાયીસ જણાવ્યું કે ફાંસીના  માંચડે ચડાવવાથી મજદૂર આંદોલન દબાઈ જશે તો તે તમારી ગેરસમજ છે. લાખો ગરીબો-મજદૂરો ગુલામી અને ભૂખમરાથી મુક્તિ ચાહે છે.  તમે બરાબર સમજી લ્યો જ્વાળામૂખી  ઉપર બેઠા છો   જો એકે તણખલાથી જ્વાળામુખી ફાટશે અને ચારે તરફ ફેલાશે જેનાથી તમે બચી શકશો નહિ .

4.


લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી!

5.

*ત્રણ ટાઈપના ગુજરાતી!*

તમે કઈ ટાઈપના ગુજરાતી છો..

સાદા…
પાકા…
કે પુરેપુરા…?

ચેક કરી લો...


*સાદા*
જો તમે શાકભાજીથી માંડીને સોનું સુધીની કોઈપણ ચીજ ખરીદવામાં રકઝક કરતા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.

*પાકા*
જો તમે શાકભાજીથી માંડીને સોનું સુધીની તમામ ચીજો ખરીદતાં પહેલાં સાત જગ્યાએ ફરીને ભાવતાલ કરતા હો, તો તમે ‘પાકા’ ગુજરાતી છો.

*પુરેપુરા*
અને જો એ રીતે ખરીદી કર્યા પછી તમે એ ચીજો દોઢા ભાવે વેચી શકતા હો તો… તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો.

* * *

*સાદા*
જો તમે અંગ્રેજીમાં કાચા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.

*પાકા*
જો તમે અંગ્રેજીમાં કાચા હોવા છતાં ‘દે-ઠોક’ ઇંગ્લીશ ફાડે રાખતા હો તો તમે ‘પાકા’ ગુજરાતી છો.

*પુરેપુરા*
પણ જો તમે તમારા દે-ઠોક ઇંગ્લીશ વડે અમેરિકા, ઇંગ્લેન્ડ કે કેનેડામાં ય બિન્દાસ ધંધો કરી લેતા હો… તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો.

***

*સાદા*
જો તમે તમારી પોતાની કમાણી ઉપર સતત નજર રાખતા હો તો તમે ‘સાદા’ ગુજરાતી છો.

*પાકા*
જો તમે તમારા પાડોશી કે હરીફની કમાણી ઉપર સતત નજર રાખતા હો તો તમે ‘પાકા’ ગુજરાતી છો.

*પુરેપુરા*
પણ જો તમે અંબાણી, અદાણી, ટાટા, બિરલા, બિલ ગેટ્સ અને ઝુકરબર્ગની કમાણી ઉપર પાનના ગલ્લે ઊભા ઊભા નજર  રાખતા હો…
તો તમે ‘પુરેપુરા’ ગુજરાતી છો !

***

*સાદા*
તમે રોજ પોતાનું છાપું વાંચતા હો તો ‘સાદા’ ગુજરાતી છો.

*પાકા*
જો તમે રોજ પડોશીનું છાપું વાંચતા હો તો ‘પાકા’ ગુજરાતી છો.

*પુરેપુરા*
અને જો પડોશીના છાપામાંથી કુપન કાપીને ઈનામો પણ લઈ આવતા હો તો...

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...