Posts

Showing posts from January, 2022

પેટલાદનું ગૌરવ...સ્વામી સચ્ચિદાનંદ 😊👏🙏🌹

Image
 🙏પ.પૂ.મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ🙏 ભકિત નિકેતન આશ્રમ. દંતાલી-પેટલાદ.           🌷🌷🌷🌷🌷🌷  🙏પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસને ભારત સરકારનાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳  ** જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932                          ( ચૈત્ર વદ બીજ) ** જન્મ સ્થળ:- મોટી ચંદુર.જિ.પાટણ. (મોસાળ)  ** વતન:- મુંજપુર. ** નામ:- ન્હાનાલાલ ત્રિવેદી ** પિતાજી:- મોતીલાલ ત્રિવેદી ** માતાજી:- વહાલીબેન ** ભાઇ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી         2. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી  ** પૂર્વાશ્રમ:- રાધનપુર અને બીલીમોરા માં પ્રાથમિક શિક્ષક.  ** 1953:-21 વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ.( વાંચો મારા અનુભવો ) પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ.સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી.  ** 1954:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કુંભમેળામાં.  ** 195...

ઉત્તરાયણ વિષે વિશેષ...

Image
ઉત્તરાયણ અને દક્ષિણાયન આ છબિમાં સુન્દર રીતે સમજાય છે. કોઇએ જતન કરીને એક જ સ્થળેથી સૂર્યોદયના ફોટોગ્રાફ લીધા છે. સહુથી ઉપરની ફ્રેમમાં ૨૧ ડિસેમ્બરનો સૂર્યોદય છે જ્યારે છઠ્ઠી ફ્રેમમાં ૨૧ જૂનનો છે. ૨૧ ડિસેમ્બરે સૂર્ય મહત્તમ દક્ષિણમાં ઉગે છે જ્યારે દક્ષિણધ્રુવ સૂર્યની બરાબર સામે આવે છે. એટલે એ દિવસ ટૂંકામાં ટૂંકો હોય છે. તે જ દિવસથી પૃથ્વી ઉત્તર ભણી ગતિ આરંભ કરી દે છે અને બીજા દિવસે સૂર્યોદય જરાક ઉત્તરમાં થાય છે. એમ કરતાં કરતાં છ મહિને જ્યારે ઉત્તર ધ્રુવ સૂર્યની બરાબર સામે આવે છે ત્યારે સૂર્યોદય છઠ્ઠી ફ્રેમમાં દેખાય છે તેમ મહત્તમ ઉત્તરમાં થયેલો દેખાય છે. એ સહુથી લાંબો દિવસ હોય છે અને તે દિવસે પૃથ્વી દક્ષિણાયન કરે છે. હાઈકુ માળા:- ઉત્તરાયણ       સૌર પંચાંગે    કૃષક તહેવાર,       ઉત્તરાયણ.       ઉડતા કૈંક   શમણામાં અધૂરી,     જાગે પતંગ.       ઉત્તરાયણે   વેરાયા રંગ : વચ્ચે       કેવો ઉમંગ?                 ઉત્તરાયણ     હિમાચલે...

ઉત્તરાયણ 2022...

Image
1.  *ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..* ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ.. હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ... ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ.. સરરર બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ... ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ.. તો ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ... ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ.. બસ આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ... થોડું ચગવાનું, થોડું ડગવાનું, થોડું લથડવાનું, ગોથા પણ ખાઈ જવાનું.. આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો.. છુટા જ પડવાનું.. આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું? આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ.. પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ.. બરાબર હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ... ગુંચવણો સઘળી ઉકેલીએ.. ને જૂના સંબંધો લપેટીએ.. ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ... ચાલ એક સંબંધ... 2. 💐તમારી સાથે બંધાયેલા સંબંધ કેરી દોર કોઇ દિવસ ના કપાય, તમારી માન, પ્રતિષ્ઠા અને કિર્તી નો પતંગ ઊંચે ઊંચે આકાશે લહેરાય, તમારો પરિવાર મમરા ...