ઉત્તરાયણ વિષે વિશેષ...
ઉત્તરાયણ અને દક્ષિણાયન આ છબિમાં સુન્દર રીતે સમજાય છે. કોઇએ જતન કરીને એક જ સ્થળેથી સૂર્યોદયના ફોટોગ્રાફ લીધા છે. સહુથી ઉપરની ફ્રેમમાં ૨૧ ડિસેમ્બરનો સૂર્યોદય છે જ્યારે છઠ્ઠી ફ્રેમમાં ૨૧ જૂનનો છે. ૨૧ ડિસેમ્બરે સૂર્ય મહત્તમ દક્ષિણમાં ઉગે છે જ્યારે દક્ષિણધ્રુવ સૂર્યની બરાબર સામે આવે છે. એટલે એ દિવસ ટૂંકામાં ટૂંકો હોય છે. તે જ દિવસથી પૃથ્વી ઉત્તર ભણી ગતિ આરંભ કરી દે છે અને બીજા દિવસે સૂર્યોદય જરાક ઉત્તરમાં થાય છે. એમ કરતાં કરતાં છ મહિને જ્યારે ઉત્તર ધ્રુવ સૂર્યની બરાબર સામે આવે છે ત્યારે સૂર્યોદય છઠ્ઠી ફ્રેમમાં દેખાય છે તેમ મહત્તમ ઉત્તરમાં થયેલો દેખાય છે. એ સહુથી લાંબો દિવસ હોય છે અને તે દિવસે પૃથ્વી દક્ષિણાયન કરે છે.
હાઈકુ માળા:- ઉત્તરાયણ
સૌર પંચાંગે
કૃષક તહેવાર,
ઉત્તરાયણ.
ઉડતા કૈંક
શમણામાં અધૂરી,
જાગે પતંગ.
ઉત્તરાયણે
વેરાયા રંગ : વચ્ચે
કેવો ઉમંગ?
ઉત્તરાયણ
હિમાચલે લોહડી
આસામે બિહુ
સૂર્ય પર્યાય
આયો ઋગ્વેદથી,
પતંગ નામે
રંગબેરંગી
માગશરી રજની,
ચગે ફાનસ.
ઉડે પતંગ
આજતો અવકાશે,
રેલાય દોર.
આકાશી પાંખે
ઉઠવા ધરાતલે,
મથે પતંગ.
ઉડતી ઉરે
અદમ્ય ઈચ્છાઓથી,
રૂડી પતંગ.
રંગીન આભ
આંબવા, ઉડે મુજ
પતંગ પ્યારી.
ગરીબાઈનો
પતંગ ઉડે,નભ
નયન રમ્ય
ચગે પતંગ
ઊંચે અતિ મોહક,
ઝૂંપડા માંથી.
ચગતા આભે
અતિ મનોહર હું,
પાછી વળી ગૈ.
મારી પતંગ
હણાઈ : રહ્યો સાદ
ઘેરાતા નભે.
Comments
Post a Comment