ઉત્તરાયણ 2022...

1.

 *ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..*

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..

હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...

ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..

સરરર

બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...

ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..

તો

ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...

ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..

બસ

આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...

થોડું ચગવાનું,

થોડું ડગવાનું,

થોડું લથડવાનું,

ગોથા પણ ખાઈ જવાનું..

આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..

છુટા જ પડવાનું..

આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?

આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..

પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..

બરાબર

હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...

ગુંચવણો સઘળી ઉકેલીએ..

ને

જૂના સંબંધો લપેટીએ..

ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ... ચાલ એક સંબંધ...

2.

💐તમારી સાથે બંધાયેલા સંબંધ કેરી દોર કોઇ દિવસ ના કપાય,

તમારી માન, પ્રતિષ્ઠા અને કિર્તી નો પતંગ ઊંચે ઊંચે આકાશે લહેરાય,

તમારો પરિવાર મમરા ના લાડુ અને તલસાંકળી ના તલની જેમ એકમેક સાથે સદા જોડાયેલ રહે,

ગોળપાપડી ની મિઠાશની જેમ તમારૂં જીવન પણ મિઠી મિઠી ખુશીયો થી હર્યુભર્યુ રહે,

મારા અને મારા પરિવાર તરફ થી આપને અને આપના પરિવારને મકરસંક્રાતી પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના.💐

3.

સ્નેહી શ્રી

સપ્રેમ નમસ્કાર

     ઉત્તરાયણ પર્વની આપને તથા આપના પરિવાર ને મારા તથા મારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ. 

      પતંગના ત્રણ અક્ષર એટલે.....

પ = પવિત્ર બનો.

તં = તંદુરસ્ત રહો.

ગ = ગગન જેવા વિશાળ બનો

   આપણા હ્રદય- આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગતી રહે

    ઈર્ષા, પ્રમાદ, કાયરતા, ડર, અહંકાર, લોભ, કામ, ક્રોધ, રુપી પતંગો કપાતી રહે

, આનંદ, મોજ, ખુશી, સમજ અને સુસંસ્કાર રૂપી પતંગ લૂંટતા રહો તેવી પ્રભુ ને પ્રાર્થના સહ... 💐🙏💐

Happy Uttrayan🙏🪁

14.1.22 at Gamdi...








































































































































































15.1.22 at Sunshine





























By Aency...👇









At the end for the sake of lovely birds...👇
























Comments

Post a Comment

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...