લીંબુના વધેલા ભાવ બાબતે...

 1.

પોલિયા ના ટીંપા ની જેમ સરકાર ઘેર ઘેર બે ટીપા લીંબુના દર રવિવારે પાવા આવશે.

     અને તેને....

   " પ્રધાનમંત્રી લેમન જ્યુસ વિતરણ"

      કાર્યક્રમ તરીકે જાહેર કરવામાં આવશે.😊

2.

રાત ના ૧ વાગે ચાલતો ઘરે જઈ રહ્યો હતો,


રસ્તો સુમસાન, કૂતરા ય બઉ ભસતા હતા,

બધાના ઘરની લાઈટો પણ બંધ,

મને બહુ બીક લાગી,

પછી મને એક આઈડિયા આયો,


મેં બૂમ પાડી, *"લીંબુ ૧૦ રૂપિયા કિલો"*


બધા ઘર વાળા જાગી ગયા ને બધાં ઘરની લાઈટો ચાલુ થઈ ગઈ,

ને હું ફટાફટ ઘરે પહોંચી ગયો.


*સમાપ્ત*

😂🤗🤦‍♂️😆😂

3.

અત્યાર સુધી એવું મનાતું હતું કે

*લીંબુ* ખાલી *દુધ* જ *ફાડી* નાખે છે...

મોદી રાજમાં.....

*ગાંડ* પણ ફાડી નાંખે છે...🤣

4.

**Breaking News**

ઘરે આવેલાં મહેમાનને ભૂલ થી લીંબુ સરબત પૂછાઈ જતા પતિ-પત્ની વચ્ચે કંકાસ.

મહેમાન વરીયાળી ખાઈને રવાના ...

😁😆😜🤪

5.

લીંબુનો ભાવ વધતાં, ગુસ્સે ભરાયેલ ગૃહિણીનો એના 

પતિદેવને કાળઝાળ ગરમીમાં બળબળતો પ્રશ્ન..


                લીંબુ🍋 લાવ્યા?😃


તારા તોડી ના લઈ આપ્યા, તોય ચલાવ્યા!

સ્વામી! સરખો ઉત્તર આપો, લીંબુ લાવ્યા?


રાવ કરો છો- "દાળ, અલી! શાને ફિક્કી થઈ?"

શરબત પીવા, મિત્રો ઘરમાં ના લાવો ભૈ!

ત્રીસ દિવસથી દરવાજે ટૂકડા લટકાવ્યા!

        સ્વામી! સરખો ઉત્તર આપો, લીંબુ લાવ્યા?


ડૉક્ટર કહે છે: "લો બી.પી. છે, લીંબુ પીઓ,

કાર્ડિયોગ્રામ કરી લઉં હમણાં, સીધાં સૂઓ!"

કહી દો એને: "લીંબુથી તો ચક્કર આવ્યા!"

        સ્વામી! સરખો ઉત્તર આપો, લીંબુ લાવ્યા?


સૌ કહે છે: "મર્દોની મૂછે લીંબુ લટકે!"

ક્યાંથી લટકે? તમને મૂછનો વાળ ય ખટકે!

જિમમાં જઈને ફક્ત તમે ફોટા જ પડાવ્યા!

        સ્વામી! સરખો ઉત્તર આપો, લીંબુ લાવ્યા?


મિત્રો થોડા 'લીંબુ-વાડી'વાળા કરજો!

ભૂલે ચૂકે એને ના કંઈ ચાળા કરજો!

તોય તમે 'ધીરજ'થી, સગપણ ના જ નિભાવ્યાં!

        સ્વામી! સરખો ઉત્તર આપો, લીંબુ લાવ્યા?


                ડૉ. ધીરજ એસ. બલદાણિયા, અમદાવાદ

6.

💐 *ટોક આઉટ* 💐


         ✍ *સરદારખાન મલેક*

      સિપુર તા. શંખેશ્વર જી.પાટણ

             94269 31781


બજારમાંથી એકાએક ડુંગળી ગાયબ થઈ જાય કે રાતોરાત લીંબુના ભાવ વધી જાય ત્યારે વિરોધપક્ષવાળા ગેલમાં આવી જાય ને ચાલુ કરી દે રેલીઓ ને રેલા કાઢવાનું.

   હમણાં જ જુઓને લીંબુના ભાવ વધી ગયા. આમતો જોવા જઈએ તો ગરીબોને લીંબુના ભાવ સાથે કોઈ લેવાદેવા નથી પણ વિરોધપક્ષવાળાને મન તો વિરોધ કરવો એટલે કરવો. કોઈ જગ્યાએ સૂત્રો લખ્યા ને કોઈ શહેરમાં લીંબુના ભાવ વધારાની રેલી કાઢી.

  

 કેટલાક ધારા સભ્યો વળી ભાવવધારા બાબતે સદનનું ધ્યાન ખેંચવા લીંબુના હાર ગળામાં પહેરીને વિધાનસભામાં ગયા.

વિધાનસભાના અધ્યક્ષએ લીંબુના હાર પહેરવા બાબતે વાંધો લીધો ને હાર કાઢી નાખવા વિનંતી કરી.

  "અધ્યક્ષ મહોદયા, મોંઘવારીએ માઝા મૂકી છે ને લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા હોવાથી સરકારનું ધ્યાન દોરવા અમે આ લીંબુના હાર ધારણ કર્યા છે." વિરોધપક્ષના સભ્યોએ ખુલાસો કર્યો.

"હા. હોઈ શકે પણ સદનમાં તમે આ રીતે વિરોધ પ્રદર્શન ના કરી શકો."


"અમારે ગરીબોને બચાવવા છે. અમને વિરોધ દર્શાવવાનો હક્ક છે."વિરોધપક્ષના નેતાએ ખુલાશોકર્યો.


"એમ તો કાલે કદાચ ટ્રેક્ટરના ટાયરના ભાવ વધશે તો શું તમે ગળામાં ટાયર પહેરી ને ગૃહમાં આવશો?" અધ્યક્ષ મહોદયાએ પૂછ્યું. ને સદનમાં હાસ્યનું મોજું ફરીવળ્યું.

 આમને આમ વિવાદ ચાલ્યો ને છેવટે:

 "નહીં ચલેગી નહીં ચલેગી યે દાદાગીરી નહીં ચલેગી." જેવા દેકારા ને પડકારા સાથે વિરોધપક્ષવાળાએ વોકઆઉટ કર્યું.


          *------x-------*

7.

*હે દોસ્ત* 

ન કર દાવો ગરીબ હોવાનો ,

મેં તને જોયો છે, 

*લીંબુવાળી સોડા* પીતા....

🤣🤣🤣

8.

દદીઁ : ડોકટર સાહેબ ઝાડા થઇ ગયા છે ....!

   ડોકટર : લીંબુ શરબત પીવો

દદીઁ : સાહેબ લીંબુના ભાવ સાંભળીને જ ઝાડા થયા છે..

ડોક્ટર: 😳😳😳......!

🤪😆😂🤣

9.


10.


11.


12.





Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...