સીતાફળી
ગયા શુક્રવારે તારીખ 18.11.22 ના રોજ એક દુઃખદ ઘટના બની ગઈ. વિમળાબેને અમે ઉછેરેલી એક સીતાફળી કપાવી નાખી. ઘટના આમ તો નાની છે.પણ અમને ખૂબ મોટો બોધપાઠ આપી ગઈ છે.અમારાથી મોટી ઉંમરની વ્યકિતએ આ બોધપાઠ અમને શીખવ્યો છે. આ બોધકથાનું શીર્ષક છે તમને *જે નડતું હોય એને ઉડાડી દેવાનું* આ શુક્રવાર અમારા માટે *શુભ શુક્રવાર* બની રહ્યો ! જી, હા એ લોકો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સીતાફળી એમને નડતી હતી. કારણો એ જાણે... પણ અમે રહ્યાં નાદાન અને ભોટ પ્રકૃતિ પ્રેમી માણસો...એટલે અમે આવા બે ચાર નાના નાના ઝાડ અમારા ઘરની આસપાસ અને અમારી હદમાં કહી શકાય એમ ઉછેર્યા છે.એ ઉછેરવામાં અમને શું તકલીફો પડે છે અને સમય અને નાણાંનો કેવું યોગદાન આપવું પડે છે એ વૃક્ષ પ્રેમીઓ અને બાગમાં રસ ધરાવતાં લોકો જાણતાં હશે.એની કિંમત એને જ હોય જે વૃક્ષો ઉછેરતાં હોય ! બાકીના બધાં માટે એ અડચણો કહેવાય. આવી અડચણરૂપ બનેલી અમારી વહાલી સીતાફળીનું શુક્રવારે ખૂન થઈ ગયું.એનો અમને ખૂબ, અત્યંત અને ભારે દુઃખ છે.દુઃખ બે વાતનું છે... એક તો અમે વહાલ જતન અને મુશ્કેલીથી ઉછેરેલી સીતાફળી અડધાં કલાકમાં જમીનદોસ્ત થઈ ગઈ. જેને ઉછેરવા માટે અમે આઠ થી દસ ...