ઉપયોગી ફોરવર્ડીંગ અને પત્રો
* વર્ગ ઘટાડા માટેનો પત્ર *
પ્રતિશ્રી,
જીલ્લાશિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
આણંદ
વિષય - ધોરણ 11 સામાન્ય પ્રવાહનો વર્ગ ઘટાડો કરવાં બાબત
માનનીય શ્રી, નમસ્કાર.
સવિનય ઉપરોક્ત વિષય બાબતે જણાવવાનું કે હાલમાં અમારી શાળામાં ધોરણ 11 ના સામાન્ય પ્રવાહના બે માન્ય વર્ગો છે.તેમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે. અને ધોરણ 11 નો એક વિજ્ઞાન પ્રવાહનો એક વર્ગ છે. તેમાં વિધાર્થીઓની સંખ્યા છે.
સરકારશ્રીના હાલના નિયમ પ્રમાણે અમારા સામાન્ય પ્રવાહના બે વર્ગોની માન્ય સંખ્યા અને સરાસરી આ વર્ષે શાળામાં થયેલ ઓછાં પ્રવેશને લીધે જળવાતી ન હોવાથી અમે ધોરણ 11 સામાન્ય પ્રવાહનો એક વર્ગ ઘટાડવાની આપની સમક્ષ દરખાસ્ત મૂકીએ છીએ. જે સ્વીકારી અમને આ અંગેની જાણ કરશો તેમજ આ બાબત આપના દફતર પર નોંધ લેશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
Copy to - (જાણ માટે)
1. સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
2. ચેરમેનશ્રી તથા કારોબારી સભ્યશ્રીઓ, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ, ઉમરેઠ
લિ. આપનો વિશ્વાસુ
* જી.પી.એફ. ઉપાડ માટે આપવાનું પ્રમાણપત્ર
પ્રમાણપત્ર
1. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી કિરણકુમાર આઈ. પટેલિયા આ શાળામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમનો જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 છે.
2.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા ( મ.શિ.)ના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માં વર્ષ 2022-2023 31.10.2022 સુધીની જમા રકમ 3842648/- અંકે રૂપિયા આડત્રીસ લાખ બેંતાલીસ હજાર અડતાલીસ પૂરા છે.
3.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.)ને તેમના મકાન બાંધકામ અર્થે જમીન/પ્લોટ ખરીદ કરવા માટે એમના જી.પી.એફ ખાતા નંબર ED/AND/3/937 માંથી પરત નહીં ભરવાના ઉપાડ માટે માંગણી કરેલ છે.જે હકીકત સાચી છે.
4.શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) તારીખ- 31.05.2028 ના રોજ નિવૃત્ત થનાર છે.
5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) નો એમ્પલોઈ નંબર 1157 છે.
6. 5. શ્રી કિરણકુમાર આઈ.પટેલિયા (મ.શિ.) સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા, ઉમરેઠમાં સેલરી બચત ખાતું ધરાવે છે. જેનો નંબર 10715232834 છે.
ઉપરોક્ત વિગતો શાળાના રેકોર્ડ મુજબ સાચી અને ખરી છે.
* જી.પી.એફ ઉપાડ માટે ફોરવર્ડીંગ
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી,
આણંદ.
વિષય - શ્રી કે.આઈ.પટેલિયા (મદદનીશ શિક્ષક) ને મકાન બાંધકામ અર્થે પ્લોટ ખરીદી માટે જી.પી.એફ.ઉપાડ મંજૂર કરવા અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગ સામાન્ય પ્રવાહના મદદનીશ શિક્ષક શ્રી કે.આઈ.પટેલિયાને તેમના જી.પી.એફ. ખાતા નંબર ED/AND/3/ માંથી મકાન બાંધકામ અર્થે પ્લોટ ખરીદવા માટે એમના જી.પી.એફ.ની રકમ રૂ ઉપાડની જરૂર છે. જે માટેની દરખાસ્ત આ સાથે અન્ય આધાર પૂરા વા સાથે રજૂ કરીએ છે.જે સ્વીકારી એમનો ઉપાડ મંજૂર કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
બીડાણ - 1. ફોર્મ નંબર 7
2. છેલ્લી જી.પી.એફ. સ્લીપની નકલ
3. પ્રમાણપત્ર
4. બેંક પાસબુકની નકલ
* ચૂંટણીનો ઓર્ડર શાળામાંથી રદ કરાવવા માટે અરજી
પ્રતિશ્રી,
કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી,
જીલ્લા સેવા સદન,
ગણેશ ચોકડી, આણંદ
વિષય - અમારા એક નિવૃત્ત કર્મચારી શ્રી એમ.પી.પટેલના ચૂંટણી ઓર્ડર અંગે.
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માટે અમારી શાળાના 14 કર્મચારીઓના ઓર્ડર અમને પ્રાપ્ત થયેલ છે જે પૈકી શ્રી એમ.પી.પટેલ તારીખ 31.05.2022 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ હોઈ, એમનો ઓર્ડર આ સાથે આપને પરત મોકલી રહ્યો છું. જે સ્વીકારી યોગ્ય ઘટતું કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
* ચૂંટણીનો વ્યક્તિગત ઓર્ડર રદ કરાવવા માટે અરજી
પ્રતિશ્રી,
ચૂટણી અધિકારીશ્રી,
112 - આણંદ વિ.મ.વિ. અને
પ્રાન્ત કચેરી,આણંદ
વિષય - મારો ચૂંટણીનો ઓર્ડર માનવતાની દ્રષ્ટિએ રદ કરી આપવા બાબત...
માનનીયશ્રી,
જય ભારત સાથે નમ્ર વિનંતી કરવાની કે આપના તરફથી મને તા 24.11.22 ના રોજ ફીમેલ પોલીંગ ઓફિસર તરીકેનો ઓર્ડર મળેલ છે. પરંતુ મને તાજેતરમાં જ એટલે કે તા 21.11.22 ના રોજ કીડની સ્ટોનનું ઓપરેશન કરાવેલ છે. હાલમાં મારી કીડનીમાં યુરેનલ સ્ટેન્ટ નાખેલ છે. જે રીમૂવ કરવા માટે ડોક્ટરે મને 5.12.22 ની તારીખ આપેલ છે.હાલમાં મારી દવા ચાલુ છે.મારા શરીરમાં સ્ટેન્ટ હોવાથી ડોક્ટરે કોઈ ભારે અને તનાવયુક્ત કામો કરવાની ના પાડેલ છે.તેમજ આરામ કરવાની સલાહ આપેલ છે.આમ મારી સ્થિતિ નાજુક અને ગંભીર હોવાથી આ ચૂંટણી પૂરતો મારો ઓર્ડર રદ કરી આપશોજી.
ઉલ્લેખનીય છે હું 1989 થી આજ સુધી તમામ ચૂંટણીઓમાં આ પ્રકારની ફરજ બજાવતી આવી છું અને આજ દિન સુધી એક પણ વાર મારો ઓર્ડર રદ કરાવેલ નથી. પરંતુ આ વખતે સંજોગોવસાત મારી નાદુરસ્ત તબિયતને કારણે આપને આ ઓર્ડર રદ કરવાની વિનંતી કરવી પડેલ છે. જે માનવતાની દ્રષ્ટિએ ગ્રાહ્ય રાખી મારો ઓર્ડર રદ કરી આપશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપની વિશ્વાસુ
બીડાણ - 1. ઓર્ડરની નકલ
2. ડોક્ટરનું પ્રમાણપત્ર
3. ડિસ્ચાર્જ સર્ટિફિકેટ
* અવસાન બાદની કાર્યવાહી
પ્રતિશ્રી,
આચાર્યશ્રી,
ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશન,
ઉમરેઠ
વિષય - સ્વ.શ્રી કિરીટભાઈ ગોહેલની મૃત્યુ બાદ કરવાની કાર્યવાહી અંગે.
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે શ્રી કિરીટભાઈ ગોહેલ આપણા ટ્રસ્ટ સંચાલિત અમારી સંસ્થા એટલે કે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ હાઈસ્કૂલ) ખાતે ફરજ બજાવતાં હતાં. પરંતુ સરકારશ્રીના નિયમ અનુસાર જીલ્લાશિક્ષણાધિકારીશ્રીના આદેશથી આપની સંસ્થામાં ફરજના હેતુસર ટ્રાન્સફર પામી તારીખ 4.1.21 થી આપને ત્યાં ફરજ બજાવતાં હતાં.
એમના ચાલુ નોકરીએ અવસાન થવાથી આપે મને તારીખ 10.11.2022 ના રોજ એમના મરણના દાખલા સહિત પાંચ એફિડેવિટ અને અન્ય પ્રમાણપત્રોની ઝેરોક્ષ મોકલી આપી છે. એ સંદર્ભમાં એમને મૃત્યુ બાદ મળવાપાત્ર લાભો માટે મેં કાર્યવાહી ચાલુ કરેલ છે. જેમાં એમને એમના અવસાન બાદ પરત કરવાપાત્ર સપ્ટેમ્બર માસના પાંચ દિવસનો પગાર રૂ 4890/- અને ઓક્ટોબર 2022 નો પરત કરવાપાત્ર પગાર રૂ સરકારશ્રીમાં ચલણથી ભરવાપાત્ર થાય છે. આ રકમ એમને વહેલી તકે સરકારશ્રીમાં ભરવા જણાવીને તાકીદ કરશોજી.તેમજ એમણે અવસાન તારીખ સુધી ભોગવેલ તમામ પ્રકારની રજાઓનો હિસાબ મને મોકલી આપશોજી કે જેથી એમને મળવાપાત્ર લાભોની કાર્યવાહી ઝડપથી આગળ વધારી શકાય.
સહકારની અપેક્ષા સહ
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
* યુ ડાયસમાંથી નિવૃત્ત શિક્ષકનું નામ કમી કરવા અંગે
પ્રતિશ્રી,
બી.આર.સી./સી.આર.સી.
બી.આર.સી./સી.આર.સી ભવન,
ઉમરેઠ.
વિષય - અમારી શાળાના નિવૃત શિક્ષકનું નામ ઓનલાઈન હાજરીમાંથી કમી કરવા અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના શ્રી બી.આર.બામણિયા તારીખ 31.10.2022 ના રોજ વય નિવૃત્ત થયેલ હોવાથી એમનું નામ SSA U- Dise પોર્ટલ પર ભરાતી ઓનલાઈન હાજરીમાંની યાદીમાંથી કમી કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
* આર ટી આઈ રદ કરવા ભલામણ
[09/11, 05:24] Jayantibhai I Parmar: પ્રતિશ્રી,
શ્રીમાન રાજેન્દ્રકુમાર પરષોત્તમભાઈ પટેલ
નમસ્કાર...
આપ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠના ભૂતપૂર્વ શિક્ષક હોવાને નાતે આપને મદદ કરવી અમારી ફરજ છે. આપે જણાવ્યું હતું એ મુજબ આપનું પેન્શન જમા થતું બેંક ખાતું આણંદની પેન્શન કચેરીએ ફ્રીજ કરી દીધેલ છે.
આ અંગે આપણી તા 7.11.22 ના રોજ મારી ઓફિસમાં થયેલ મુલાકાત અને ચર્ચા-વિચારણા બાદ આપને સહાયરૂપ થવાના આશયથી મેં એ જ દિવસે આણંદની પેન્શન કચેરીની મુલાકાત લીધી હતી.ત્યાં મનીષભાઈ અને ડાભી સાહેબને મળીને આપના આખા કેસની હકીકત અને પરિસ્થિતિથી હું માહિતગાર થયો હતો.બાદમાં આપનું ફ્રીજ થયેલું બેંક એકાઉન્ટ ફરીથી ચાલુ કરવા શું કરી શકાય એ અંગે એમની પાસેથી માહિતી મેળવી હતી.
આ અંગે હું આપને નીચે મુજબની કાર્યવાહી કરવા ભલામણ કરું છું.અને એમાં મારા પૂરેપૂરા સહકારની ખાત્રી આપું છું.
1) આપનો કેસ ઘણો જ ગૂંચવાઈ ગયેલ છે તેમજ પેન્શન કચેરીએ ઘણો જ વગોવાઈ ગયેલ હોવાથી, આપનું નામ પડતાં જ એ લોકો ભડકી ઊઠે છે.આવા સંજોગોમાં વિનમ્રતા અને ધીરજ રાખવી જરૂરી છે.તેમજ કોઈ પણ પ્રકારની રાજકીય કે સામાજિક વગ વગર ફક્ત એક જ લિંકથી કામ કરવું આવશ્યક છે.
2) આપે અગાઉ ખૂબ જ ખોટી રીતે, ખોટા દસ્તાવેજો જમા કરાવીને સદર કચેરીએથી ખૂબ મોટી રકમનું પેન્શન લીધેલું છે.એવી માહિતી મને આણંદની પેન્શન કચેરીએથી જુદાં જુદાં અધિકારીઓ પાસેથી મળેલ છે.જે નિયમ મુજબ પરત ભરપાઈ કરવાની આપની તૈયારીઓ હોય તો જ આપનું ફ્રીજ થયેલું એકાઉન્ટ રીલીઝ થાય એમ છે.
3) આપે આપની પ્રથમ પત્નીના અવસાન અંગે તથા પુનઃ લગ્ન કર્યા બાદ પ્રોપર ચેનલ અને પ્રોપર આધાર પૂરાવાઓ સાથે નામ કમી કરવા અને નામ ઉમેરાવવાની પ્રોસેસ કરેલ નથી. જે કરવી જરૂરી છે.
ઉપરોક્ત બાબતો અંગે મારી કક્ષાએથી સરકારી નીતિ-નિયમો અને કાયદાને આધીન અને કાયદાની મર્યાદામા રહીને જે કાંઈ સાથ સહકાર આપવાનો થાય એ હું આપવા તૈયાર છું. તે જાણશો.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
[09/11, 05:24] Jayantibhai I Parmar: વધુમાં આપે સંસ્થા પાસેથી આરટીઆઈ કરીને જે કાંઈ માહિતી માંગી છે એ માહિતીની આપને જરૂર ના હોઈ અને આપના પેન્શન કેસ અને આ આરટીઆઈને કાંઈ લાગતું વળગતું ન હોવાથી એ આરટીઆઈની મુદત પૂરી થાય એ પહેલાં રદ કરીને પરત ખેંચવા આપને *આપણા બન્નેના હિતમાં* ભલામણ કરું છું.
* આર ટી આઈ નો જવાબ
નમૂનો - ખ
(જુઓ નિયમ - 3(3))
જરૂરી માંગે માહિતી અને/અથવા દસ્તાવેજો માટેની ફી અને ચાર્જ જમા કરાવવાની અરજદારને જાણ કરવા બાબત
પ્રેષક :-
આચાર્યશ્રી,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,
ઉમરેઠ
પ્રતિશ્રી,
રાજેન્દ્રકુમાર પરષોત્તમભાઈ પટેલ
1, વૃંદાવન પાર્ક સોસાયટી,
પોષ્ટ ઓફિસની સામે, ઉમરેઠ
વિષય - આપની તારીખ 10.10.22 ની અરજીથી માંગેલ માહિતી પૂરી પાડવા બાબત
માંગેલ માહિતી - 1
છેલ્લા ત્રણ વર્ષ એટલે કે સન 19-20, સન 20-21 અને સન 21-22 ના વર્ષોમાં સરકારશ્રી તરફથી મળેલ અનુદાનની માહિતી આપશો
* રજાનું રોકડમાં રૂપાંતર માટેનું બીલ રજૂ કરવા
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના નિવૃત પામેલ કર્મચારીના રજાના રોકડમાં રૂપાંતર અંગેના પૂરવણી બીલ મંજૂર કરવા બાબત
સંદર્ભ-1.અમારો જાવક નંબર-372 2021/22 (26.5.22(
2.આપનો નિવૃત્તિ મંજૂરી પત્ર તા-12.5.22
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના શ્રી એમ.પી.પટેલના નિવૃત્તિ બાદ મળવાપાત્ર રજાના રોકડમાં રૂપાંતરના તફાવતનું પૂરવણી બીલ બનાવવાનું હોઈ,એમને ખાતે જમા રજાઓ મંજૂર કરી આપશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
બિડાણ - 1. પેન્શન મંજૂરી હુકમની નકલ
2. મંડળના ઠરાવની નકલ
3. રજાઓના હિસાબની સેવાપોથીમાંથી ઝેરોક્ષ
લિ.
આપનો વિશ્વાસુ
* પૂર્તતા કરવા અંગે .
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના નિવૃત પામેલ કર્મચારીના રજાના રોકડમાં રૂપાંતર અંગેના પૂરવણી બીલની પૂર્તતા કરવા બાબત
સંદર્ભ-1.અમારો જાવક નંબર-381 2021/22
2.આપનો પૂર્તતા અંગેનો પત્ર
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના શ્રી સી.ડી.લાખાણીના નિવૃત્તિ બાદ મળવાપાત્ર રજાના રોકડમાં રૂપાંતરના તફાવતનું એક સંયુક્ત પૂરવણી બીલ તારીખ 27.5.22 ના રોજ આપની કચેરીએ જમા કરાવેલ હતું.જે સંદર્ભે આપના આ સાથે જોડેલ પૂર્તતા અંગેના પત્ર મુજબ આ કર્મચારીના જરૂરી દસ્તાવેજો આ સાથે સેટ બનાવીને મોકલી રહ્યો છું. જે સ્વીકારી જેમ બને તેમ જલ્દી આ બીલ પાસ કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
બિડાણ - 1. પૂર્તતા અંગેના આપના પત્રની નકલ
A.રજા મંજૂરીના આદેશની પ્રમાણિત નકલ
B.પી.પી.ઓ.ની પ્રમાણિત નકલ
C. ગણતરી પત્રક
D. લાસ્ટ પે સર્ટીફીકેટની નકલ
E. સાતમાં પગાર પંચ સ્ટીકરની પ્રમાણિત નકલ
F. કર્મચારીનું બાંહેધરી પત્રક
G. અગાઉ ચૂકવાયેલ રકમના આધારની પ્રમાણિત નકલ
લિ.
આપનો વિશ્વાસુ
* પૂર્તતા 2
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના નિવૃત/અવસાન પામેલ કર્મચારીઓના રજાના રોકડમાં રૂપાંતર અંગેના પૂરવણી બીલની પૂર્તતા કરવા બાબત
સંદર્ભ-1.અમારો જાવક નંબર 11-2022/23
2.આપનો પૂર્તતા અંગેનો પત્ર
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના
1. આર એમ.પટેલ
2. એમ.આર.વણકર
3. બી.જી.વાઘેલા
4. કે.એમ.વાઘેલા
ના નિવૃત્તિ બાદ મળવાપાત રજાના રોકડમાં રૂપાંતરના તફાવતનું એક સંયુક્ત પૂરવણી બીલ તારીખ 1.7.22 ના રોજ આપની કચેરીએ જમા કરાવેલ હતું.જે સંદર્ભે આપના આ સાથે જોડેલ પૂર્તતા અંગેના પત્ર મુજબ આ ચારેય કર્મચારીઓના જરૂરી દસ્તાવેજો આ સાથે સેટ બનાવીને મોકલી રહ્યો છું. જે સ્વીકારી જેમ બને તેમ જલ્દી આ બીલ પાસ કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
બિડાણ - 1. પૂર્તતા અંગેના આપના પત્રની નકલ
2. A.રજા મંજૂરીના આદેશની પ્રમાણિત નકલ
B.પી.પી.ઓ.ની પ્રમાણિત નકલ
C. ગણતરી પત્રક
D. લાસ્ટ પે સર્ટીફીકેટની નકલ
E. સાતમાં પગાર પંચ સ્ટીકરની પ્રમાણિત નકલ
F. કર્મચારીનું બાંહેધરી પત્રક
G. અગાઉ ચૂકવાયેલ રકમના આધારની પ્રમાણિત નકલ
* ( A to G નો સેટ તમામ કર્મચારીઓનો )
લિ.
આપનો વિશ્વાસુ
* પગાર કેમ્પ માટે જે તે માસના ફેરફાર મુજબ
1. ઓક્ટોબર
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના ઑક્ટોબર 2022 ના પગાર બીલ અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના
ઑક્ટોબર 2022 નું પગાર બીલ આ સાથે રજૂ કરું છું. આ માસમાં અમારે નીચે મુજબના ફેરફાર છે. જે કરી લેશોજી.
1) શ્રી બી.આર.બામણિયા ( માધ્યમિક શિક્ષક)31.10.22 ના રોજ વય નિવૃત્ત થાય છે. એમનો નવેમ્બર 2022 નો પગાર 1.11.2022 થી બંધ કરવો.
2) શ્રી ડી.કે.ડામોર (લેબ.પ્યુન) 31.10.22 ના રોજ વય નિવૃત્ત થાય છે. એમનો નવેમ્બર 2022 નો પગાર 1.11.2022 થી બંધ કરવો.
3) શ્રી કે.આર.ગોહેલ સેવકભાઈ કે જેઓ જીલ્લાશિક્ષણાધિકારીના આદેશથી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનમાં ફરજ બજાવતાં હતાં તેમનું તારીખ 22.9.22 ના રોજ અવસાન થવાથી એમનો નવેમ્બર 2022 નો પગાર 1.11.2022 થી બંધ કરવો.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ.
આપનો વિશ્વાસુ
2. નવેમ્બર
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના નવેમ્બર 2022 ના પગાર બીલની માહિતી પૂરી પાડવા અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના
નવેમ્બર 2022 નું પગાર બીલ આ સાથે રજૂ કરું છું. આ માસમાં અમારે નીચે મુજબના ફેરફાર છે. જે કરી લેશોજી.
1) આપની સૂચના મુજબ ઓક્ટોબર પેઈડ ઈન ડિસેમ્બર 22 માટે તમામ કર્મચારીઓનું તબીબી ભથ્થાનું RT 12 સામેલ છે.
2) આપની સૂચના મુજબ નવેમ્બર 22 માટે તમામ કર્મચારીઓનું તબીબી ભથ્થાનું RT 3 સામેલ છે.
3) આપની સૂચના મુજબ વર્ગ 4 ના 3 કર્મચારીઓના બોનસ માટેનું RT 12 પ્રમાણપત્ર સહિત સામેલ છે
4) શ્રી બી.આર.બામણિયા ( માધ્યમિક શિક્ષક)31.10.22 ના રોજ વય નિવૃત્ત થાય છે. એમનો નવેમ્બર 2022 નો પગાર 1.11.2022 થી બંધ કરવા RT 1 સામેલ છે.
5) શ્રી ડી.કે.ડામોર (લેબ.પ્યુન) 31.10.22 ના રોજ વય નિવૃત્ત થાય છે. એમનો નવેમ્બર 2022 નો પગાર 1.11.2022 થી બંધ કરવા RT 1 સામેલ છે.
6) શ્રી દિલીપભાઈ વી.પટેલનું ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર થઈને આવતાં નવા બેઝિક મુજબ પગાર ચાલુ કરવા RT 3 સામેલ છે.
7) શ્રી ડી.વી.પટેલનું લેવલ 6 થી સુધારીને 7 કરવાં RT 1 પૂરાવા સાથે સામેલ છે.
8) શ્રીમતી જયાબેન એન પટેલનું લેવલ 6 થી સુધારીને 7 કરવા RT 1 સામેલ છે.
9) શ્રી પી.જે.પરમારનું લેવલ 6 થી સુધારીને 7 કરવા RT 1 સામેલ છે.
10) શ્રી કે.આર.ગોહેલ સેવકભાઈ કે જેઓ જીલ્લાશિક્ષણાધિકારીના આદેશથી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુશનમાં ફરજ બજાવતાં હતાં તેમનું તારીખ 22.9.22 ના રોજ અવસાન થવાથી એમનો ઓક્ટોબર 2022 થી પગાર બંધ કરવાનો થતો હતો.જેની વિગતો ઓક્ટોબર માસના પગાર કેમ્પમાં આપી હતી છતાં એમનો પગાર બંધ કર્યો નથી.જે 1.11.2022 થી બંધ કરવા આધાર પૂરાવાઓ સામેલ છે.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ.
આપનો વિશ્વાસુ
બીડાણ - ઉપર મુજબના તમામ RT પત્રકો આધાર પૂરાવાઓ
* અનુસુચિત જાતિના દાખલા માટેની અરજી
પ્રતિશ્રી,
જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી,
આણંદ.
વિષય - અનુસૂચિત જાતિના વિધાર્થીની જાતિના પ્રમાણપત્ર માટે આવેલ અરજી જમા કરાવવા અંગે.
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અનુસૂચિત જાતિના વિધાર્થીઓને શાળામાંથી જ જાતિનો દાખલો મળી રહે એ હેતુસર હર્ષિલભાઈ તરફથી અમને મળેલ સૂચનાઓ અનુસાર અમે શાળાના તમામ વર્ગોના તમામ અનુસૂચિત જાતિના વિધાર્થીઓ અને વાલીઓને આ અંગે જાણ કરીને સમજ પણ આપી હતી. પરંતુ આજદિન સુધીમાં અમને એક ફોર્મ પ્રાપ્ત થયેલ છે.જે આ સાથે હું આપને જમા કરાવી રહ્યો છું. વિનંતી છે કે આ વિધાર્થીનું જાતિનું પ્રમાણપત્ર કાઢી આપીને અમને અથવા વિધાર્થીને જાણ કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
બીડાણ -
રચિતકુમાર વિનોદભાઈ મકવાણાનું અરજીપત્ર સાત આધાર પૂરાવા સાથે
* પ્રમાણપત્રનો નમૂનો
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ
( રાષ્ટ્રીય સેવા યોજના )
આથી સહર્ષ આ પ્રમાણપત્ર આપવામાં આવે છે કે ચિ. ______________________________________ આ શાળાના ધોરણ _____ વર્ગ ______ નો વિધાર્થી છે, એણે ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાની રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.) માં જોડાઈને નીચે દર્શાવેલ બાબતે અને તારીખે ઉત્સાહભેર ભાગ લઈને ખૂબ જ નિષ્ઠાથી સમાજ સેવા/વ્યકિત ઘડતરના ઉમદા કાર્યમાં ભાગ લઈને પોતાની જાતને એક જોરદાર સ્વંય સેવક સાબિત કરેલ છે. એની આ પ્રવૃત્તિરૂપી સિદ્ધિથી શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.અને તે ભવિષ્યમાં પણ આ પ્રકારના ઉમદા સેવા કાર્ય કરતાં રહે એવી શુભેચ્છાઓ પાઠવે છે.
સિદ્ધિ - ___________________________
તારીખ - _____________
સ્થળ - ______________
આચાર્યશ્રીની સહી ____________ એન.એસ.એસ.ઓફિસરની સહી __________
* નિવૃત્તિ બાદની કાર્યવાહી
પ્રતિશ્રી,
જીલ્લા શિક્ષણાધિકારીશ્રી,
જીલ્લા સેવા સદન,
બોરસદ ચોકડી પાસે,
આણંદ
વિષય - અમારી શાળાના સ્વૈચ્છિક નિવૃત્ત થયેલ શિક્ષકની નિવૃતિ બાદની કરવાની કાર્યવાહી અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે અમારી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિજ્ઞાન પ્રવાહના શિક્ષક શ્રી એમ.પી.પટેલ તારીખ 31.5.22 ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને નિવૃત્ત થયેલ છે.જેમનો પેન્શન કેસ તૈયાર કરીને આપની કચેરી દ્વારા મંજૂર થઈને આવી ગયેલ છે તેમજ તેમનો PPO ઓર્ડર પણ એમને મળી ગયેલ છે. આથી આપને વિનંતી કે આ સાથે બીડેલ પત્રકો અને પ્રમાણપત્રોમાં જ્યાં આપની કાઉન્ટર સાઈનની જરૂર હોય ત્યાં એ કરી આપીને એમનું પેન્શન વહેલી તકે ચાલુ થઈ જાય એ માટે આ નિવૃત્તિ બાદની કાર્યવાહી પૂર્ણ કરી આપશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
બીડાણ-
1.Form 22 ની 3 કોપી
2. લાસ્ટ પે સર્ટીફીકેટ 3 કોપી
3. કોઈ ઘટના ન બની પ્ર.પત્ર 3 કોપી
4.સરકારી મકાન ખાલી પ્ર.પત્ર 3 કોપી
5.પ્રોવિઝનલ પેન્શન પ્ર.પત્ર 3 કોપી
લિ. આપનો વિશ્વાસુ
* નવા કર્મચારીઓ માટે સંમતિત્રક અને બાંહેધરી પત્રક
નામ -
સરનામું -
મોબાઈલ નંબર -
ઈમેઈલ આઈ.ડી. -
તારીખ -
પ્રતિ,
આચાર્યશ્રી,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,
ઉમરેઠ.
આથી હું ઉપરોક્ત સરનામે રહું છું.મેં. સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે.અને હાલમાં. નો અભ્યાસ ચાલુ છે/ અભ્યાસ ચાલુ નથી.
આથી હું પૂરી સભાનતા અને જાણકારીથી, કોઈપણ પ્રકારની શેહશરમ,ધાકધમકી કે જોર જુલમ સિવાય, મારી રાજી ખુશીથી આ સંમતિ પત્રક અને બાંહેધરી પત્રક લખી આપું છું.
આપની શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠના વિજ્ઞાન પ્રવાહમાં. વિષયના પ્રવાસી શિક્ષકની જગ્યા ખાલી છે એવું મને વોટ્સએપના માધ્યમથી જાણવા મળ્યું હતું.એટલે મેં શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર નો સંપર્ક કર્યો હતો.એમણે મને અરજી આપવાનું કહેતાં મેં અરજી પણ કરી હતી.બાદમાં મને એવું જણાવવામાં આવ્યું હતું કે આ જગ્યા તદ્દન હંગામી ધોરણે, સરકારના પ્રવાસી શિક્ષકની ભરતીના નિયમો મુજબ ભરવાની હોવાથી શિક્ષણાધિકારીશ્રી આણંદ તરફથી આ જગ્યાની મંજૂરી મળશે તો મને આ જગ્યાએ નોકરી માટે પસંદ કરવામાં આવશે.બાદમાં આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી અને વિજ્ઞાન પ્રવાહના હેડ ટીચર દ્વારા મારું ઈન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું.અને મારી પાસે ડેમો ક્લાસ પણ લેવામાં આવ્યાં હતાં.અને શિક્ષણાધિકારીશ્રી તરફથી મંજૂરી મળતાં મને આ જગ્યાએ નોકરી પર રાખેલ છે.
હું જાણું છું કે આ જગ્યા સાવ હંગામી હોવાથી ભવિષ્યમાં આ જગ્યા માટે કાયમી નોકરી માટે મારો કોઈ હકદાવો રહેશે નહીં તેમજ હું આવો કોઈ હકદાવો કરીશ નહીં એ શરતે મને આ નોકરી આપેલ છે.જેનો હું સ્વીકાર કરું છું.અને આ નોકરી સ્વીકારવાની સંમતિ આપું છું.
વળી આ નોકરી માટેના તમામ નિયમો હું પાળવાની હું દિલથી ખાત્રી આપું છું.આ નોકરી માટે સરકાર તરફથી નિયમો મુજબ પગાર મળવાપાત્ર છે એ હું જાણું છું અને મારી ફરજના બદલામાં સરકારશ્રી તરફથી જ્યારે પણ પગાર ચૂકવવામાં આવશે એ શરતનો હું સ્વીકાર કરું છું.
વળી શાળાના આચાર્યશ્રી જે કાંઈ ફરજ સોંપશે એ હું પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કરીશ.તમામ વિદ્યાર્થીઓના હિતનો વિચાર કરીને શૈક્ષણિક કાર્ય કરીશ.શાળાનું પરિણામ વધુ આવે એવાં પ્રયત્ન કરીશ.કોઈપણ વિધાર્થીને શારીરિક કે અન્ય કોઈપણ પ્રકારની શિક્ષા કરીશ નહીં. તેમજ વિધાર્થિનીઓની બાબતે પૂરી ગંભીરતા દાખવીને કોઈપણ રીતે અનિચ્છિય હોય એવું વાણી વર્તન કે વ્યવહાર કરીશ નહીં.તેમજ તેમની સાથેના શારીરિક સંસર્ગથી દૂર રહીશ.
ઉપરોક્ત બાબતોની સંમતિ અંગે મારો એક પગાર અનામત રાખવાની હું મંજૂરી આપું છું.
આપનો વિશ્વાસુ
* ફોન નંબર અને ઈમેઈલ આઈ.ડી. બદલવા અંગે
પ્રતિ,
શ્રી ચિંતનકુમાર તંબોલી
ઈન્કમ ટેક્ષ પ્રેક્ટિશ્નરશ્રી,
આણંદ.
વિષય - અમારી શાળા અને ટ્રસ્ટના આપની સાથેના વ્યવહારોમાં નવો મોબાઈલ નંબર અને નવું ઈમેઈલ વાપરવા અંગે.
માનનીયશ્રી,
આપ અમારી શાળા અને ટ્રસ્ટના ઈન્કમ ટેક્સ અંગેની કામગીરી ઘણાં વર્ષોથી સંભાળો છો.આ માટે આપની પાસે અમારા જૂના કર્મચારી શ્રી મગનભાઈ આર વણકરનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થયેલ છે.અને આ કર્મચારી અમારી સંસ્થામાંથી તારીખ 31.10.2021 ના રોજથી નિવૃત્ત થયેલ હોઈ અમે આપને અગાઉ ત્રણેક વાર મૌખિક સૂચનાઓ આપીને આ કર્મચારીના મોબાઈલ નંબર પર કે એમના ઈમેઈલ પર કોઈ વ્યવહાર ના કરવાની તાકીદ કરી હતી. પરંતુ અમારા ધ્યાનમાં આવ્યું છે કે આપે હજી પણ એમનો મોબાઈલ નંબર અને ઈમેઈલ ડીલીટ કરીને નવો મોબાઈલ નંબર કે ઈમેઈલ બદલ્યાં નથી.
આથી આ પત્ર દ્વારા આપને પુનઃ તાકીદ કરવાની કે અમારી શાળા/સંસ્થા માટેના કોઈપણ વહેવાર નીચેના મોબાઈલ નંબર અને ઈમેઈલથી જ કરશોજી. જો આમ નહીં થાય તો આ અંગે ભવિષ્યમાં ઊભી થનારી કોઈપણ વિપરીત પરિસ્થિતિ માટે અમે આપને જવાબદાર ઠેરવીને કાર્યવાહી કરીશું.
નવો મોબાઈલ નંબર - 9979978343
નવું ઈમેઈલ - thejubileeinstitution@gmail.com
નામ - શ્રી જે.આઈ.પરમાર ( આચાર્ય શ્રી )
આ મુજબના ફેરફાર વહેલી તકે કરીને અમને દિન 3 માં જાણ કરશોજી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
* ફોન નંબર અને ઈમેઈલ આઈ.ડી. બદલવા અંગે
પ્રતિ,
મુખ્ય ઈજનેરશ્રી,
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ,
ઉમરેઠ.
વિષય - અમારી સંસ્થા ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના વીજ બીલ સાથે રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબર બદલવા અંગે
માનનીયશ્રી,
અમારી ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત શાળાઓના જેટલાં વીજ જોડાણો છે એ તમામના જોડાણોના વીજ બીલ માટે રજીસ્ટર્ડ થયેલ જૂનો મોબાઈલ નંબર બદલીને એની જગ્યાએ નવો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરી દેશોજી. અને આ ફેરફાર અંગેની જાણ અમને વહેલી તકે કરશોજી. તેમજ હવે પછીના તમામ વ્યવહારો આ નવા નંબરથી જ કરશો એવી વિનંતી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ આપનો વિશ્વાસુ
* પૂરવણી બીલ બનાવવા અંગે બાંહેધરી પત્રક
પ્રતિ,
આચાર્યશ્રી,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન,
ઉમરેઠ.
આથી હું લખી આપું છું કે હું ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ હાઈસ્કૂલ )માં તારીખ- થી તારીખ સુધી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો.અને તારીખ ના રોજ નિવૃત્ત થયો હતો. નિવૃત્તિ બાદ મને ઉચ્ચતર પગાર ધોરણ મળતાં મારા રજાના રોકડ રૂપાંતરનું એરીયર્સ સરકાર પાસેથી લેવાનું થાય છે અને એ લેવાનું બાકી છે.આ અંગે મેં આપને તારીખ ના રોજ આપેલી અરજીના અનુસંધાને હું સોગંદપૂર્વક જણાવું છું કે આ તફાવતની રકમ મને આ પહેલાં ક્યારેય કોઈ જગ્યાએથી મળેલ નથી કે આકારેલ નથી. વધુમાં ઉપરોક્ત વિગતે જે કાંઈ તફાવતની રકમ એરીયર્સ દ્વારા મળશે એ ભવિષ્યમાં થનાર ઑડીટને આધીન હોવાથી આ રકમ નામંજૂર થાય અને પરત ભરપાઈ કરવાની આવે તો હું પરત ભરવાની બાંહેધરી આપું છું.
નામ -
સરનામુ -
મોબાઈલ નંબર -
ઈમેઈલ આઈ ડી -
સહી -
તારીખ -
* બાકી પાઠય પુસ્તકો મેળવવા અંગે
પ્રતિ,
એસ વી એસ કન્વીનરશ્રી,
કે.સી.પટેલ હાઈસ્કૂલ,
થામણા.
વિષય - બાકી અને નવાં પાઠય પુસ્તકો મેળવવાં બાબત
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે ચાલુ સાલે અમારી શાળામાં એડમિશન વધવાથી અમારે નીચે મુજબના વધારે પાઠય પુસ્તકોની જરૂર છે.તો મને એવી તજવીજ કરશોજી.આ સાથે હું SSA ની પ્રિન્ટ મોકલી રહ્યો છું.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
••••••••••••••••••
પ્રતિ શ્રી,
ચેરમેનશ્રી/મંત્રીશ્રી,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ
વિષય - ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ( બોયઝ સ્કૂલ )ના 2018 થી 2021 ના બાકી ઑડીટ અંગે
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે દર વર્ષે આપણી શાળાનું શિક્ષણાધિકારીની કચેરી,આણંદ દ્વારા ઑડીટ થતું હોય છે.અને એ આપણે કરાવીને ઑડીટ મેમો મેળવી લેવાનો હોય છે.
ચાલુ વર્ષે 2019-2020 ના ઑડીટ માટે તારીખ 12 અને 13 જુલાઈના રોજ ઑડીટ કેમ્પ રાખ્યો હતો.જેમાં આ કામ સંપૂર્ણપણે ક્લાર્કની ફરજમાં આવતું હોવાથી અને મને આ કામનો કશો અનુભવ ના હોવાથી તેમજ આ અંગેના જરૂરી કાગળો કબાટમાંથી મળી ન શકવાને કારણે ફાઈલ તૈયાર ન કરી શકવાને કારણે, મેં જીલ્લાશિક્ષણાધિકારીશ્રીના ઑડીટ શાખાનું કામ સંભાળતા અધિકારીઓ પાસેથી સમય મર્યાદા વધારી આપવાની વિનંતી કરતાં, એમણે સમય મર્યાદા વધારી આપી છે.
આ સંદર્ભમાં હું શાળાના શિક્ષકશ્રી પી.જે.પરમાર સાથે જીલ્લાશિક્ષણાધિકારીશ્રીની ઑફિસમાં શ્રી રાજેશભાઈ વાઘેલાને વધુ તપાસ અને જાણકારી અર્થે તારીખ 15.7.22 ના રોજ મળ્યો હતો.એમણે આપણને સહકાર આપવાના આશયથી આપણી જૂની ફાઈલો શોધી હતી અને જણાવ્યું હતું કે આપણી શાળાનું વર્ષ 2018-2019, 2019-2020 અને 2020-2021 એમ છેલ્લાં ત્રણ વર્ષ ના ઑડીટ બાકી છે.મતલબ કે આગળના વર્ષોમાં શ્રી મગનભાઈ દ્વારા નિયત સમય મર્યાદામાં ઑડીટ કરાવેલ નથી.
આ અંગે શું કરવું ? તે જણાવવા વિનંતી.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લી.
આપનો વિશ્વાસુ,
આચાર્ય,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ
•••••••••••••••••
શાળા છોડ્યાના પ્રમાણપત્રનું વેરીફીકેશન
પ્રતિશ્રી,
ધ ઈન્સ્પેક્ટર ઓફ પોષ્ટ ઓફીસીસ,
વડોદરા સાઉથ સબ ડીવીઝન,
એમ.કરજણ ( વડોદરા ) 391240
વિષય - વેરીફીકેશન ઓફ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
માનનીયશ્રી,
સવિનય લખવાનું કે આપના પત્ર નંબર PF/LC/VFN/ROSHNI 2022 Dated 28.11.22
મુજબ આપે અમારી શાળાની વિધ્યાર્થીનિ નામે પટેલ રોશનીબેન રાજેન્દ્રભાઈ આપને ત્યાં GDS Asst. Branch Postmaster/DakSevak માટે સિલેક્ટ થયા છે એમના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના વેરીફીકેશન માટે મોકલેલ છે.જે હું વેરીફીકેશન કરીને પરત મોકલી રહ્યો છું.
સહકારની અપેક્ષા સહ.
આભાર.
લિ. આપનો વિશ્વાસુ
••••••••••••••
જી.પી.એફ.ના નાણાં મળી ગયા છે એનું બાંહેધરી પત્રક
નાણાં મળ્યાં અંગેની પહોંચ
આથી હું મુકેશભાઈ પરષોત્તમભાઈ પટેલ, મદદનીશ શિક્ષક, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન બોયઝ હાઈસ્કૂલમાં વિજ્ઞાન પ્રવાહમાં ગણિત શિક્ષકની ફરજ બજાવતો હતો. મારી તારીખ 31.5.2022 થી સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ મને મળવાપાત્ર જી.પી.એફ.ની રકમ રૂ 46,84,145 ( અંકે રૂ છેતાલીસ લાખ ચોર્યાસી હજાર એક સો પિસ્તાલીસ પૂરા ) સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા,મુખ્ય શાખા, આણંદના તારીખ 12.10.22ના ચેક નંબર 229314થી મારા પગાર બચત ખાતામાં બારોબાર જમા થયેલ છે. જે હકીકત સાચી અને ખરી છે. તેમજ મને મળેલ આ રકમ અંગે ભવિષ્યમાં ઓડીટ દરમ્યાન ભૂલ માલૂમ પડે તો તેવાં સંજોગોમાં વધઘટની રકમ વ્યાજ સહિત જીલ્લાશિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા સ્થાનિક હિસાબ ભંડોળની કચેરીએ પરત ભરપાઈ કરવાની બાંહેધરી આપું છું.
Comments
Post a Comment