ચૂંટણી માર્ગદર્શન
ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફ માટે માર્ગદર્શનની A TO Z માહિતી
( મે તો ફકત ફોરવર્ડ કર્યું છે, ભૂલચૂક માફ કરશોજી. પરંતુ ખૂબ કામ લાગે એવું છે. વાચો અને ચૂંટણીનું સાહિત્ય જમાં કરાવી દો ત્યાં સુધી સાચવજો.)
મશીન જોડાણ અને સિલીંગ પ્રક્રિયા તાલિમમાં પોતાના હાથે કરીને પાક્કી સમજ મેળવી લેવી અને વિવિધ ફોર્મ ભરવાની સમજ મેળવી લેવી. વૈધાનિક અને બિન વૈધાનિક કલરોની પૂરી સમજ મેળવી લેવી. પાંચ મહત્વના એકરાર નામા અંગે સંપૂર્ણ સમજ મેળવી લેવી હિતાવહ છે
1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે ત્યારે તેમાં ફરજ પરના પોલિંગ સ્ટાફને મશીનના વિવિધ જોડાણ, સિલીંગ, નંબરવાળું સાહિત્ય, વિવિધ ફોર્મ કેવી રીતે ભરવા જેવી ઘણી બાબતોમાં મુશ્કેલી અનુભવતા હોય છે. જીલ્લા તંત્ર દ્વારા પ્રિસાઇડીંગ ઓફિસર, ફસ્ટ પી.ઓ.,ને પીપીટી દ્વારા તથા મશીન જોડાણ, સિલીંગની પ્રત્યક્ષ તાલિમ પણ અપાય છે. પ્રિસાઇડીંગ અધિકારીની હેન્ડબુકમાં વિવિધ સમજ વિગતવાર આપેલ હોય છે. સ્ટાફના હોદ્ા વાઇઝ કામગીરીની વહેંચણી સાથે સરળતાથી આ લોકશાહી પર્વમાં કામગીરી કેમ કરી શકાય તે માટે તમામ સ્ટાફ માટે રિસિવીંગ સેન્ટરથી મશીન અને સાહિત્ય લીધા બાદ પોલ ડેના આગલા દિવસે બુથ પર પહોંચ્યા બાદની કામગીરી સાથે મતદાન દિવસની સવારે મોકપોલથી શરૂ કરીને આઠ વાગ્યે મતદાન શરૂ કરીને પૂર્ણ થયા સુધીની વિવિધ સમજની ટુંકી માહિતી અત્રે લેખમાં આપેલ છે. ચૂંટણી પ્રક્રિયાના તબક્કાવાર કાર્ય કરતી વખતે જ્યાં ભૂલ થવાની શક્યતા છે તે બાબતે સ્ટાફે વિશેષ કાળજી લેવી પડે છે. આ વખતે સિલીંગ પ્રક્રિયામાં સરળતા આવવાથી સ્ટાફને ઘણી રાહત થઇ છે. સોશિયલ મિડીયા દ્વારા આ લેખ અન્ય સાથી કર્મચારીને મોકલીને સહયોગ આપવા મારો અનુરોધ છે.
એ. ઇવીએમ મશીન અંગે
- RicevingCenter ખાતે ટેસ્ટિંગ (VVPET સિવાય)અવશ્ય કરવું
- VVPETનું ટેસ્ટિંગ કરવાનું નથી. કરશો તો પેપર રોલ વપરાઈ જવાની ભીતિ રહેશે.
- CUની સ્વિચ બંધ રાખવી નહિતર બેટરી ડાઉન થશેતો બદલવી પડશે.
- બેલેટ યુનિટની સ્લાઈડીંગ સ્વિચ -1 (બેલેટનો નંબર)છે તે ખાસ જોવું.
- બેલેટ યુનિટમાં ઉમેદવાર તથા NOTAનું બટન ખુલ્લું રાખેલ છે તે જોવું.
- Display channeldp„ LINK ERRORમાં આવે તો મશીન બદલવાની જરૂર નથી. જોડાણ બરાબર નથી.
- PRESSURED ERROR આવે તો BU મશીનનું દબાયેલું બટન સરખું કરવું.
- PRESSURED ERROR અથવા BUERRO આવે તો BU-CU બંને બદલાવાના રહેશે.
- મતદાર મત આપવામાટે ઉમેદવારનું બટન દબાતા CUમાં બીપ અવાજ ન આવે અથવા લાઈટ ન થાય તો BU અને CU બદલવાના રહેશે.
- ઊટખ અને VVPET આપને ફાળવેલ મતદાન મથકના છે કે કેમ તેની ચકાસણી કરવી.
- ઊટખ અને VVPET કોઈપણ સંજોગોમાં અનધિકૃત જગ્યાએ રાખવું નહીં.
- બેલેટ આપ્યા પછી મતદાર મત આપવાનો ઇન્કાર કરે તો POWER SWITCH OFF કરી. CU ફરીથી ચાલુ કરવું.
- BU/CU બદલવાતા પહેલાં ZONEL OFFICER, RO અથવા AROને જાણ કરશો.
- BU કે CU જોડીમાં જ બદલાવાના રહેશે.
- મશીનમાં લગાડેલા પીન્ક પેપરસીલ તૂટે નહીં તેનું ધ્યાન રાખવું.
- આંકડા અંગ્રેજી અંકોમાં જ ભરવી.
- પ્રિસાઇડિંગ અહેવાલના પાંચ ભાગમાંસહી કરવી અને એજન્ટની સહી કરાવી લેવી.
બી. મતદાન મથક પર પહોંચ્યા બાદ
- સર્વપ્રથમ મતદાન મથક ચેક કરવું.
- ફર્નિચર, લાઇટ વેગેરેની વ્યવસ્થા ચકાસવી.
- મતદાન મથક વિસ્તારની નોટીસ તેમજ કસોટી મતના ખોટા એકરારની 49 ખઅ ની નોટિસ લગાવવી મતદારને દેખાય તે રીતે લગાવવી.
- વિવિધ સ્ટીકરો યોગ્ય જગ્યાએ લગાવવા.
- મતદાન મથક પર કોઈ રાજકીય નેતા કે પક્ષ સબંધિત ચિન્હો હોય તો દૂર કરવા.
- મત કુટીરની ગોઠવણી કરવી.
- મતદાર કાપલીમાં અનુક્રમ નંબર, વિશિષ્ટદર્શક સિક્કો અને સહી કરીને તૈયાર રાખવી.
- વિશિષ્ટ દર્શક સિકકો તમામ ફોર્મ અને કવરો પર લગાવવા. (સુપરત કરેલ મતપત્ર સિવાય)
- ફોર્મ જે કવરમાં પરત કરવાના હોય તે જ કવરમાં મુકવા (કવર ખુલ્લા રાખવા)
- ફોર્મમાં માહિતી "નીલ" રહેવાની હોય તેવા ફોર્મ સંપૂર્ણ ભરીને કવરમાં મુકી દેવા.(કવર ખુલ્લા રાખવા)
- કવર તથા ફોર્મમાં આપની સહી, વિધાનસભાનું નામ જેવી વિગતો આગલા દિવસે ભરીને તૈયાર કરીને રાખવા. (દા.ત. 17-ક મતદારનું રજીસ્ટર.)
સી. પ્રિસાઇડિંગ ઓફિસરે તૈયાર કરવાની વિગતો
- સૌ પ્રથમ વૈધાનિક અને બિનવૈધાનિક કવરો અને તેના ફોર્મ અલગ બનાવવા.
- કાઉન્ટર પર જમા કરાવવાના ફોર્મ અને કવર હોય તે મુજબ બંચ બનાવવા.
- દરેક કવરના ખૂણા પર કવર નંબર/નમુનાની વિગત અને ટેબલ નંબર લખીને તૈયાર કરીને રાખવા.
- અમુક વિગત ભરવા માટે ફોર્મ ન હોય તો કોરા કાગળમાં ગઈંક કરીને સહી સિક્કા કરી કવરમાં મુકવા.
- 17-ગ ની કોપી એજન્ટોને આપવાની હોવાથી વધુ બનાવવી.
- મતદાર રજીસ્ટરના દરેક પાના પર ક્રમ નંબર અને સહી કરી રાખવા.
- મતદાન એજન્ટોને આગલા દિવસે બોલાવી સવારે 6:30 કલાકે મોકપોલ કરવાનું છે તેમ કહેવું.
ડી. સાથે લઈ જાઓ તો સારું
- માસ્ક, સેનેટાઈઝર, પાણીની બોટલ, કેલ્ક્યુલેટર, ભૂરી લાલ-ડાર્ક પેન, પેન્સિલ, ઓઢવાની શાલ એક જોડ કપડા, હળવો નાસ્તો, મોબાઈલ અને ચાર્જર, રબર રીંગ,પુસ્તિકાઓ, મચ્છર અગરબત્તી, તાળુ-ચાવી, દરરોજ લેવાની દવાઓ.
ઇ. મતદાનના દિવસે
- સવારે 5:00 કલાકે ઊઠીને તૈયાર થઈ જવું.
- મતદાન મથકે 6-00 કલાકે તમામ પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ હાજર રાખવા.
- તમામ સ્ટાફ અને એજન્ટોએ પોતાની ઘડિયાળ CU સાથે મેળવી લેવી.
- ઇ.ઞ. અને ઈ.ઞ.ને એની જગ્યાએ ગોઠવી. કનેકશન જોડી સ્વીચ ઓન રાખવી.
- 6:15 કલાકની આસપાસ મોકપોલની તમામ તૈયારી કરીને રાખવી.
- વાસ્તવિક મતદાન ચાલુ થાય તે પહેલાં મોકપોલ કરવું ફરજિયાત છે.
- મોકપોલ ન થાય તો છઊઙઘકક થાય તેની જવાબદારી પ્રિસાઈડિંગ ઓફિસરની રહેશે.
- મોકપોલ 90 મિનિટમાં પૂર્ણ કરવાનું હોવાથી 6:30 વાગ્યે જો કોઈ એજન્ટ હાજર ન હોય તો 15 મિનિટ રાહ જોઈ પછી ઉમેદવાર અને નોટા સહિત ઓછામાં ઓછા 50 મત નાખી મોકપોલ કરવું.
- મશીનના કેબલ જોડતા કે છોડતા CU ને બંધ કરવું.
- BU, CU અને VVPET બદલવામાં આવેતો ઉમેદવાર અને નોટા સહિત એક-એક મત નાખી મોકપોલ કરવું. મોકપોલ પૂર્ણ થયા બાદ VVPET માંથી સ્લીપ કાઢીને મોકપોલ સ્લિપનો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકો.
- BU, CU અને VVPET જમીન ઉપર ન રાખવા પરંતુ ટેબલ ઉપર જ રાખવા.
- મશીનના લેચ મુક્ત કર્યા વિના દ્વાર બળપૂર્વક કયારેય ખોલવા નહીં.
- એજન્ટો પાસે તમામ સીલ/ટેગ પર સહી લેવું.
- એજન્ટોના ફોર્મ લઇ વિગત ચકાસી બિલ્લા આપવા
- એજન્ટને સૂચના આપવી કે કોઈપણ પક્ષના એક સમયે એક જ એજન્ટ હાજર રહશે, અદલા-બદલી કરી શકાશે અને 3:00 વાગ્યા પછી બહાર જઇ શકશે નહીં. મતદાર યાદી બહાર લઈ જઇ શકશે નહીં.
- પ્રિસાઇડિંગ ઓફિસર સિવાય કોઈએ મોબાઈલ રાખવાનો નથી. મતદાન મથકના બીજા સ્ટાફે મોબાઈલ સ્વીચ ઓફ કરવો. આ સૂચનો કડક અમલ કરવો.
એફ. મશીનનું સીલિંગ
- મશીન સીલિંગ કરતાં પહેલા CU માંથી મોકપોલનો ડેટા ડીલીટ કરવાનું ચૂકશો નહિ.
- મોકપોલ પૂર્ણ થયા બાદ VVPET સ્લીપ કમ્પાર્ટમેન્ટમાં એકપણ સ્લીપ રહેવા દેશો નહિ.
- મોકપોલ દરમ્યાન VVPET માંથી નીકળેલ પેપર સ્લીપો પર "મોકપોલ સ્લીપ" સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકીને પિન્ક પેપરસીલ લગાડો.
- મોકપોલ દરમ્યાન CUના પરિણામ સાથે VVPETમાંથી નીકળેલ સ્લીપ સાથે મેળવી લેશો.
- ગ્રીનપેપરસીલ + સ્પેશિયલ ટેગ + સરનામા ટેગ + પિન્ક પેપરસીલ પર એજન્ટ અને તમારી સહી કરવી.
- સેલ્ફ-એડહેસિવ સ્ટીકરવાળું મોડીફાઇડ ગ્રીનપેપર સીલ આપવામાં આવે છે અને તેને "અ" અને "ઇ" તરીકે માર્ક કરેલું હોય છે.
- મોડીફાઇડ ગ્રીનપેપર સીલ પ્રથમ અ લગાવ્યા બાદ ઉપર ઇ લગાડો જેથી તેનો નંબર વાળો ભાગ ઉપર રહેશે. નંબર નજીક સહી કરવી.
- નિયંત્રણ એકમને સીલ ક2વા માટે હવે સ્ટ્રીપસીલની જરૂર નથી.
- પરિણામ અને પ્રિન્ટ વિભાગના ઢાંકાણાંને ફીટ કરી સ્પેશ્યલ ટેગની વિગત ભરી CLOSE બટનના ખાના પર વ્યવસ્થિત ગોઠવી સીલ કરો.
- મોકપોલની વિધિ ક્રમાનુસાર કરી અંતે બધી વિગત CLEAR કરો.
- મશીનનું સીલિંગ કરો તે દરમિયાન એજન્ટોને પણ હાજર રાખો.
- મશીનને સીલ કરતી વખતે આગની જવાળા સ્પર્શે નહી અને મશીનના કોઈપણ ભાગ પર પીગળેલું મીણ કે લાખ પડે નહી તેની કાળજી રાખવી. આમ, ન બને તે માટે દોરો લાંબી રાખવી.
- એજન્ટો પાસે મોકપોલ કર્યાના પ્રમાણપત્ર અને એકરાર નામામાં સહી કરાવી લો.
- પરિણામ અને પ્રિન્ટ વિભાગનું ઉપરનું ઢાંકણ બંધ કરી સરનામા ટેગમાં લગાવી લાખથી સીલ કરો.
- સીલિંગ થાય પછી કેબલ જોડી CUની સ્વિચ ON કરો.
- તમામ પોલિંગ સ્ટાફ અને એજન્ટો પોતાની જગ્યા લઈ લેશે.
- વાસ્તવિક મતદાન પહેલા BU, CU કે VVPET માંથી કોઈપણ એક બગડે તો ફક્ત બગડેલ મશીન બદલવાનું રહેશે.
જી. વાસ્તવિક મતદાન શરૂ કર્યા પછી
- બરાબર 8 વાગ્યે મતદાન શરૂ કરવું.
- પ્રથમ મતદારની સહી લેતા પહેલા PRO અને PO-1 મળી CU નું ટોટલ ચકાસવું ત્યારબાદ 17-અ (ક) રજીસ્ટરમાં પેનથી કંટ્રોલ યુનિટનું ટોટલ ચેક કરવામાં આવ્યું છે અને તે શૂન્ય જણાયું છે. એવું લખવું.
- દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની મેળવી લેવા
- દર બે કલાકે મતદાન રજીસ્ટર 17-અ (ક) અને CU તથા સ્લીપની સંખ્યા મેળવતા રહેવું.
- દર બે કલાકે સ્ત્રી-પુરુષના આંકડાની ટકાવારી કાઢતા રહેવું
- કવરો, ફોર્મ, પ્રિસાઇડિંગ અહેવાલ અને ડાયરીની વિગતો ભરતા રહેવું
- બે કલાકના આંકડા તૈયાર રાખવા તમામ કામગીરી પર નજર રાખવી.
8 થી 10, 10 થી 12, 12 થી 2, 2 થી 4 અને 4 થી 5
- બેલેટ આપ્યા પછી મતદાર મત આપવાનો ઇન્કાર કરે તો POWER SWITCH OFF કરી ફરીથી નિયંત્રણ એકમ ચાલુ કરવું.
- વાસ્તવિક મતદાન સમયે BU, CU બગડે તો તમામ મશીન બદલવા.
- વાસ્તવિક મતદાન સમયે VVPET બગડે તો ફકત VVPET જ બદલવાનું રહશે. તેમાથી નીકળેલ પેપર સ્લીપો પર "મોકપોલ સ્લીપ" નો સિક્કો લગાવી કાળા કલરના કવરમાં મૂકીને પિન્ક પેપરસીલ લગાડો.
- બદલાયેલા BU-CU-VVPET ને પ્રિસાઈડીંગે તુરંત જ સીલ કરીને ઝોનલને જાણ કરવી.
એચ. મતદાનના અંતે
- સાંજે 5-00 વાગ્યા પહેલા જો કેમ્પસમાં મતદાર હોય તો છેલ્લા મતદારને એક નંબર આપીને કાપલી આપવી.- કાપલી આપેલ મતદારો પૂર્ણ થયે અથવા 5:00 વાગ્યે કેપ ખોલી ઈકઘજઊ બટન દબાવી. ફરીથી કેપ વ્યવસ્થિત લગાવી દેવી અને મતદાન પૂર્ણ કર્યાની જાહેરાત કરવી.- માર્કકોપી, મતદાર રજીસ્ટર, કાપલી અને મશીનના મતોનું હિસાબ મેળવણું કરવું. - સ્વીચ ઓફ કરી કેબલ અલગ કરી મશીનને સૂટકેસમાં મૂકી સરનામા ટેગથી સીલ કરો.
- 17-અ (ક) રજીસ્ટરમાં છેલ્લે છેલ્લો ક્રમ લખી પોતાની અને એજન્ટની સહી લેવી.
- 17-ગ માં થયેલ મતદારના આંકડા ભરી એજન્ટને આપવું અને પોતાની પાસે બે કોપી રાખવી.
- પ્રિસાઇડિંગની ડાયરીની તમામ વિગતો અને ફોર્મની વિગતો ભરો ઙઘ-1, 2 ની સહી લો
- તમામ કવરો પેક કરીને તેને મોટા કવરમાં મૂકવા.
- વૈધાનિક કવરો પર લાખનું સીલ કરવું
કોની ક્યાં-ક્યાં સહીઓ?
- મતદાન એજન્ટો
ગ્રીન પેપર સીલ (AB)માં
ખાસ કાપલી (સ્પેશ્યલ ટેગ)માં
સરનામા ટેગ
VVIPAT માંથી નીકળેલી મોકપોલ કાપલીમાં
મતદાન એજન્ટની નિમણૂંકમાં (નમુનો 10)
પ્રમુખ અધિકારીનો અહેવાલ ભાગ- 1 થી 5
પ્રમુખ અધિ. એકરારનામા (ભાગ-1, 2, 3, 4)માં
નોંધાર્પલ મતનો હિસાબ-17 ગ ) ભાગ-1માં
તકરારી મતો
મતદાર રજીસ્ટરના છેલ્લે પાને
મતદારો
મતદાર રજીસ્ટર (17-6) માં
ર. તકરારી મતો
સુપરત મતો
વય એકરાર માં
સાથી એકરાર માં
મતની ના પડે ત્યારે
રીતનો ભંગ થાય ત્યારે
પ્રથમ પોલીંગ ઓફિસર
પ્રસાઈડીંગની ડાયરીમાં
માર્ક કોપીમાં
EDCમાં
બીજો પોલીંગ ઓફિસર
પ્રસાઇડીંગ ડાયરીમાં
મતદાર સ્લીપો માં
EDCમાં
મતદાર રજીસ્ટરમાં
Comments
Post a Comment