સીતાફળી
ગયા શુક્રવારે તારીખ 18.11.22 ના રોજ એક દુઃખદ ઘટના બની ગઈ. વિમળાબેને અમે ઉછેરેલી એક સીતાફળી કપાવી નાખી. ઘટના આમ તો નાની છે.પણ અમને ખૂબ મોટો બોધપાઠ આપી ગઈ છે.અમારાથી મોટી ઉંમરની વ્યકિતએ આ બોધપાઠ અમને શીખવ્યો છે. આ બોધકથાનું શીર્ષક છે તમને
*જે નડતું હોય એને ઉડાડી દેવાનું*
આ શુક્રવાર અમારા માટે *શુભ શુક્રવાર* બની રહ્યો !
જી, હા એ લોકો જ્યારથી રહેવા આવ્યા ત્યારથી આ સીતાફળી એમને નડતી હતી. કારણો એ જાણે...
પણ અમે રહ્યાં નાદાન અને ભોટ પ્રકૃતિ પ્રેમી માણસો...એટલે અમે આવા બે ચાર નાના નાના ઝાડ અમારા ઘરની આસપાસ અને અમારી હદમાં કહી શકાય એમ ઉછેર્યા છે.એ ઉછેરવામાં અમને શું તકલીફો પડે છે અને સમય અને નાણાંનો કેવું યોગદાન આપવું પડે છે એ વૃક્ષ પ્રેમીઓ અને બાગમાં રસ ધરાવતાં લોકો જાણતાં હશે.એની કિંમત એને જ હોય જે વૃક્ષો ઉછેરતાં હોય ! બાકીના બધાં માટે એ અડચણો કહેવાય.
આવી અડચણરૂપ બનેલી અમારી વહાલી સીતાફળીનું શુક્રવારે ખૂન થઈ ગયું.એનો અમને ખૂબ, અત્યંત અને ભારે દુઃખ છે.દુઃખ બે વાતનું છે...
એક તો અમે વહાલ જતન અને મુશ્કેલીથી ઉછેરેલી સીતાફળી અડધાં કલાકમાં જમીનદોસ્ત થઈ ગઈ. જેને ઉછેરવા માટે અમે આઠ થી દસ વર્ષ રાહ જોઈ, અમારી એ રાહ, ધીરજ અને પ્રતિક્ષાના મીઠા સીતાફળ અમે ખાવાના અને ખવડાવવાના ચાલુ જ કર્યા હતાં અને એની પર કોકની ઈર્ષાભરી નજર લાગી ગઈ...
બીજું કે એ સીતાફળી એમને નડતી હતી તો એમણે અમને જણાવવું જરૂરી હતું.અગાઉ પણ અમે એમની ઈર્ષ્યાભરી ફરિયાદો સાંભળીને એને કાપી હતી અથવા કપાવી હતી...પણ આમ ખૂન નહોતું કર્યું ! મને નડતી વાતો માટે હું કાયદો અને પછી કુહાડી હાથમાં લઈને હું બીજાનું નિકંદન કાઢી શકું છું એવો વિમળાબેનનો વિચાર અને વર્તન એમને મુબારક.એ કેટલે અંશે યોગ્ય છે એ નકકી કરવાનું કામ અમે સનશાઈનના પરિવારજનોને સોંપીએ છીએ. આપણી હાઈ અને શિક્ષિત ગણાતી સોસાયટીમાં આવા સંકુચિત અને સ્વાર્થી વિચાર- વર્તન અને કાર્યો કરનાર વ્યકિત રહે છે એ અનુભવીને અમને ભારે અચરજ અને ક્ષોભ થયો છે !
એ કેમ ભૂલી જવાયું કે આપણી અડચણ ગઈ પણ સામેવાળાની સગવડનું શું ?
આપણે ફક્ત આપણી સ્વતંત્રતાનો જ વિચાર કરવાનો ? સામેવાળાની સ્વતંત્રતાનો નહીં ?!
પરિવારની વ્યાખ્યામાં એકબીજાનું સહન કરવાનો એક મુદ્દો પણ હોય છે....
શું આ સીતાફળી જ નડતી હતી કે અમે પણ નડીએ છીએ ?
મોટીબેન વિમળાબેન... અમને વાત કરી હોત તો અમે એને આપને નડે નહીં એ રીતે મર્યાદિત રીતે હલકી કરી લેત કે જેથી અમારી વર્ષોની મહેનતના ફળ અમને આવતી સાલ ખાવા મળત. અને હા આ વૃક્ષના ફળ અમે એકલાએ નથી ખાધા હો.મોટે ભાગે તો એને ફળ આવવાની સિઝનમાં અમે પ્રવાસે જ હોવાથી એનો લાભ જેને મળ્યો એને એ ભાવનાથી અમે ખુશ હતાં. વળી ઘણાં પક્ષીઓના પેટ એનાથી ભરાયા છે.અને ઘણાં પક્ષીઓનો સંસાર એની પરના માળામાંથી વિસ્તાર પામ્યો છે.ભલે તમને અમારો કોઈ વિચાર ન આવ્યો પણ આ અબોલ પક્ષીઓ પર પણ દયા ન આવી ?!
અમારા પાંચેયના મનમાંથી એ વિચાર હટતો નથી કે અમે વિમળાબેનનું શું બગાડ્યું છે કે એમણે અમને *પૂછ્યાં વગર* અને અમને *જણાવ્યાં વગર* આ સીતાફળીને ઉડાડી દીધી ?!
સાલું અમને અમારા ઘર સામે અમને મનગમતું વૃક્ષ ઉછેરવાનો બી હક નહીં ?????
અને અમારી એટલી વેલ્યુ બી નહીં કે અમને પૂછ્યાં વગર કોક આમ કરી જાય ?!!!
વિમળાબેન તમે તો તમારા સંસ્કાર બતાવી દીધા...સાથે સાથે અમારા સંસ્કાર પણ જાણી લો. એ સીતાફળી કપાતી હતી ત્યારે અમારા ઘરમાં હોસ્પિટલની ક્રિટિકલ સ્થિતિ ચાલતી હતી અને અમે હોસ્પિટલ તથા સ્કૂલ જવા નીકળી રહ્યાં હતાં.તમારા મજૂરના ધારિયાના ઝટકા સીતાફળી પર નહીં પણ અમારા ઘરના તમામ સભ્યો પર પડતાં હતાં.અમે ભારે હ્રદયે અમારી વહાલી સીતાફળીનું નિકંદન જોઈ રહ્યાં હતાં. છતાં પણ અમે ચૂપ રહ્યાં. આપને સંતોષ અને આનંદ થઈ ગયા હશે. અને હા એ કપાવતી વખતે જે બે ચાર પાકેલાં સીતાફળ તમે લઈ લીધાં એનાથી અમે કોઈને સીતાફળ ખાવા નથી આપતાં એવી આપની ફરિયાદ પણ દૂર થઈ ગઈ હશે.
આપણે છેલ્લે વોટ્સએપ પણ થયેલી વાતચીત પ્રમાણે મેં તમને કહેલું કે આ સીઝનનાં સીતાફળ ખાઈ લેવા દો પછી હું કપાવી નાખીશ.પણ આપની ઉતાવળે આઠથી દસ કાચા સીતાફળ નાશ પામ્યા છે.એનું તમને નહીં પણ અમને ભારે દુઃખ છે.કારણ અમે એના માટે વર્ષો પ્રતિક્ષા કરી છે.
વળી આ સીતાફળી ઉપર આ વર્ષે વીસ થી 25 સીતાફળ બેઠાં હતાં. પાકવાની પ્રક્રિયા ચાલુ હતી. ચારેક સીતાફળ અમે ઉતાર્યાં હતાં. 4,5 પક્ષીઓ ખાઈ ગયાં હતાં. 3,4 સૂકાઈને બગડી ગયાં હશે. ઉપરથી કેટલાં તોડી લેવાયાં એ ખબર નહીં !કપાઈ ત્યારે એની ઉપર 10 થી 12 હતાં.પાકટ ઉપરથી ઉપર લઈ લેતાં મેં જોયા હતાં. બાકીના 10,12 કાચા જ વેસ્ટ ગયાં...કદાચ એકાદ અઠવાડિયાંમાં પાકી જાત ! પછી એને કપાવીને હલકી કરવાનું અમારું આયોજન હતું. પણ...
ખેર...આપ સીતાફળી કાપી કપાવીને ખુશ રહો.પણ અમે તો હવે તમને જ કાપી મૂકીએ છીએ.
આભાર.
* મળેલ જવાબો...
[25/11, 08:12] SS-07 Vimalaben: પ્રકૃતિ પ્રેમી થયા કરતા માણસ પ્રેમી પહેલા બનો બહુ નાણા હોય તો બજાર મા સિતાફળ બહુ મલે છે વેચાતા લઈ ને ખાઓ તકલીફો નહી પડે આવા મેસેજ ગ્રુપ મા લખવાનો તમને બહુ શોખ લાગે છે બહુ દુઃખ થયુ હોય તો બેસણુ પણ રાખજો ગ્રુપ વાળા પણ રડવા આવશે માણસ ની પહેલા કદર કરો બાજુ મા જ દેખાયછે પ્રકૃતિ પ્રેમી પોતાના ઘર આગળ જેટલા ઉગાડવા હોય તેવા ઝાડ ઉગાડો ખેતર રાખો વાડી કરા બહુ નાણા છે બીજાના ઘરમાંજ પાદરા કચરુ પડે તેવુ ના કરો સંસ્કારી હોય તો ગ્રુપ મા આવા મેસેજ ન લખે પાર્સલ વાત કરો શિક્ષિત છો તો પહેલા ચોખાઈ આજુબાજુ રાખો બીજાના ઘર કે ખલી પ્લોટો ગંદા ના રાખો ત્યા જ તમારા સંસ્કાર દેખાય છે
[25/11, 08:28] SS-07 Vimalaben: જી હા તમને ખબર છે કે અમને આ ઝાડ નડે છે રસોડામા અંધારુ પડે છે જીવાત ઘરમાંજ આવે છે પાદડા પડે છે વારંવાર કહેવા છતા તમે તમારી મનમાની કરો છો અને પછા પોતાની જાત ને ભોટ ગણાવી છો ભોટ તો અમે છીએ અમે પરિવાર માનીને તમારી જોડે શાંતિથી રજુઆત કરી પણ અમને કયા ખબર કે તમારે તો બધાને અમને હલકા દેખડવા ની અને અમારો વાંક બતાવવો હશે અમે ખોટા અને તમે જ સારા અમારુ એક કાગળ પડેલુ એ પણ તમે અમારી જોડે ઉપાડાવેલુ ભુલી ગયા હોય તો યાદ કરજો દુનિયાના બહુ ઝાડ કપાયા ત્યા પણ દુઃખ વ્યક્ત કરજો જીવતા માણસોની કદર કરો આજુબાજુ પ્રેમ કેળવો પછી ઝાડ ને પ્રેમ કરજો
[25/11, 08:29] SS-07 Vimalaben: 😭😭😭😭
[25/11, 08:44] SS-07 Vimalaben: આટલા નજીક રહેવા છતા માણસ જોડે ફોન કે મેસેજ જ થઈ વાત કરવી પડે એ કેટલો પ્રેમ માણસની જગ્યા એક ફોન લે તો ઝાડ તો નિર્જીવ છે તમારા એક એવા મેસેજ થી અમને કેટલુ દુઃખ થયુ અમારો આત્મા દુભાવયો જેટલા બકરા મચ્છી જીવતા કાપીને અત્યાર સુધી ખાધા હોય એ બધાને પણ બેસણુ રાખજો કેમકે એ તો સજીવ છે શિક્ષિત છોને અમે તો અભણ ઘરડા એટલે અમને આ ફિલોસોફી ના સમજ પડે તમને જ બધુ થાય અમે કયા માણસ છીએ પરિવાર મા આવા જ મેસેજો સેર કર્યા કરતા બધા ના મગજ બગડે તેવા મેસેજ ના સેર કરશો તાકાત હોય તો રુબરુ જ વાત કરજો નહિ તો અમને પણ આવડે છે ફોટા પાડીને મેસેજ મોકલતા અને મારા માટે તો નહી જ નહી તો પછી સહન નહી થાય
[25/11, 09:09] SS-07 Vimalaben: Jayntibhai sorry pan sitafli kapi nakhvo kemke amane nuksan kare che
[25/11, 09:09] SS-07 Vimalaben: 🙏🙏
[25/11, 09:09] SS-07 Vimalaben: Nana chod ropjo
[25/11, 09:14] SS-07 Vimalaben: 15 ઑક્ટોબર નો મેસેજ છે મે પર્સનલ મોકલેલો હતો તેમ છતા અમારા માટે કેવા કેવા શબ્દો નો ઉપયોગ કર્યો છે બોધ પાઠ તો અમને મળ્યો કે અમે જ તમને નડીએ છીએ
[25/11, 09:23] SS-07 Vimalaben: પરિવાર મા અમને તો કોઈ ગણતુ જ નથી કેમકે અમુક લોકોની બીમારી માટે હેલ્થ માટે મેસેજ મુકાય પ્રાર્થનાઓ કરાય બર્થડે વિશેષ થાય હેપી જર્ની કહેવાય શુભેચ્છાઓ પઠવાય તો પછી અમારા વિચારો માટે પરિવાર જનોને નિર્ણય શુ કામ શોપો છો
[25/11, 09:33] SS-07 Vimalaben: તમે તો અમને પહેલાથી સોસાયટીમા થીકાપીને અમારા સ્વાભિમાન નુ નિકંદન કરી જ નાખેલુ છે અમે તો તમારુ એકપણ સિતાફળ ખાધુ નથી અને કાપ્યુ ત્યારે લીધુ પણ નથી લોકોએ લીધા હશે
[25/11, 09:44] SS-07 Vimalaben: અમે રહેવા આવ્યા એ તમને જ ગમતુ નથી એવુ તમારા લખાણ પરથી લાગે છે તમે અમારી સાથે સંબંધો જ કયા રાખ્યા છે તો કાપવાની વાત લખી ને શુ પુરવાર કરવા માગો છો કે તમારી ધારયુ ના થાય તો અમે સંસ્કારી નહી અને તમે જ સંસ્કારી તમારા જેવા હલકટ વિચારો વાળા જ સોસાયટી ના માણસો માટે આવુ લખી શકે નાની વાત કહો છો અને જસટીફાઈટ પણ સારુ કરો છો આને જ કહેવાય કેથલિક ખ્રિસ્તીઓ
[25/11, 09:50] SS-07 Vimalaben: આ કોઈ પરિવાર નો પ્રશ્રન નથી ઘર મારુ છે અને નુકશાન અમને થાય છે એમા સોસાયટી વાળા ને વચ્ચે શુ કામ લાવો છો પતરા પર પાદડા ભરાયેલા મારે કાઢવા પડ્યા કોઈ સોસાયટી વાળા નથી આવ્યા
27.11.22 માય ફીલીંગસ્...ક્ષમા વીરસ્ય ભૂષણમ્...
મિચ્છામિ દુકડમ્...
હું માફી માંગી શકું છું અને હું માફી આપી શકું છું. I can say sorry and can forgive
અંગ્રેજી ભાષાનો એક બહુ જ સરસ શબ્દ છે. "Sorry"
આ શબ્દનો ઉપયોગ જીવનમાં ઘણી રાહત અપાવે છે.ભલભલાનો ઘમંડ,આક્રોશ અને ગુસ્સો ઉતારી શકે છે.આ શબ્દ વાપરવો હિંમતવાન લોકોનું કામ છે.આપણાથી અસંખ્ય ખોટા કામો જાણી જોઈને ઈરાદાપૂર્વક,સ્વભાવગત કે ભૂલથી થતાં રહે છે.આ માટે સોરી શબ્દ કામ લાગી શકે છે.સોરી કહેવા માટે અંદર અનુભવ થવો જરૂરી છે કે મેં જે કર્યુ અથવા મારાથી જે થઈ ગયું એ ખોટું હતું.ભૂલ કે ખોટા કાર્યોનો સ્વીકાર જાતને મોટી રાહત આપી શકે છે. એકવાર આંતરિક ફીલીંગ થઈ જાય પછી એનું બાહ્ય આચરણની વાત આવે છે.આંતરિક ફીલીંગ એટલે ભૂલનો સ્વીકાર અને સોરી એટલે ભૂલનો એકરાર.અને પછી એ સામેવાળાને કહેવાની હિંમત અને એ પણ સારી રીતે...બહુ ઓછાં માણસો આમ કરી શકે છે.આમ કરવું બહાદુરીનું કામ છે.
આથી ઉલટું વર્તતા માણસોને મેં જોયાં છે.ચોર કોટવાલને દંડે એ કહેવત અમસ્તી નહીં પડી હોય.ઘણાંને સોરી કહેવામાં નીચાજોણું લાગતો હોય છે.હું પોતે જ સાચો છું એવી માનસિકતાને પરિણામે સોરીને બદલે આક્ષેપ, પ્રતિ આક્ષેપ કે સામેવાળાને ગંદો ચિતરવાની પ્રવૃત્તિઓ અથવા તો પોતાનું કાર્ય સાચું અને સારું જ છે એ સાબિત કરવા આસપાસના લોકોનું સમર્થન મેળવવાંના પ્રયત્નો અને આખરે બૂમાબૂમ,ગાળાગાળી અને ઝઘડો. સોરી બોલવામાં બહુ જ ઓછો સમય લાગે છે.આ બધું કરવામાં સમય,શક્તિ અને નાણાં ઉપરાંત ચારિત્ર્યનો વ્યય થઈ જાય છે.દિલગીરી સાથે કહેવું પડે છે કે આ વાત કોઈ સમજવા તૈયાર નથી. And I feel so sorry for this mentality and situations around.
Comments
Post a Comment