ચૂંટણી કોમેડી/ટ્રેજેડી

 *આટલા ચક્કર તું  કેમ મારે છે  ?*



*રાત દિવસ તું ગુજરાત નો વિકાસ કરે છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*24 કલાક વીજળી પાણી આપી છે તો ય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*તેં ગામડે ગામડે રસ્તા બનાવ્યા છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*મોંઘવારી ને તેં દૂર ભગાવી દીધી છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*ભ્રષ્ટાચાર તો શોધ્યો ય નથી જડતો તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*દરેક યુવાન ના ખિસ્સા માં નોકરી  છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*ખેડૂતો ને સસ્તું ખાતર ને દવા મળે છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*તારા રાજમાં વેપારીઓ ને લહેર  છે તોય*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*ચક્કર સામેવાળાએ મારવાના હોય તોય*

હેલિકોપ્ટર લઈ  આટલા ચક્કર કેમ મારે છે ?


*રૂપિયા 50 લાખ રોજ નું ભાડું આપે છે*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*જનતા જોઈ કેમ તારા ચહેરે પરસેવો ઉતરે છે*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*આટલાં વિકાસ પછી તું સામેવાળા થી ડરે છે ને*

હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*જનતા ને આ જોઈ દાળ માં કાળું તો*

*અમુક  આખી દાળ કાળી ભાળે છે*

તું હેલિકોપ્ટર લઈ આટલા ચક્કર કેમ મારે છે ?


*જનતા નું મગજ બહેર મારે છે*

*દેશ નો પ્રધાનમંત્રી રોજ આવી ને*

*હેલિકોપ્ટર થી આટલા ચક્કર કેમ મારે છે ?*

👉🎅🤬🤬🤬











ગઝલ: એકમત થઈ મતદાન કરીએ. 

- મૌલિક શ્રોત્રિય "અક્ષર" દાહોદ, ગુજરાત

અખંડ ભારતવાસી આજે એકમત થઈ મતદાન કરીએ.

ભારતની અસ્મિતા કાજે, એકમત થઈ મતદાન કરીએ.


જાતપાતને મતમતાંતર છોડી માનવતાને આગળ ધરીએ,

રાષ્ટ્રવાદના જનમત માટે એકમત થઈ મતદાન કરીએ.


લોભ લાલચ, જોડો તોડો, વાદવિવાદથી પર રહીને,

લોકશાહીના પર્વને છાજે, એકમત થઈ મતદાન કરીએ.


રાષ્ટ્રહિતથી પર કંઈજ નથી, ભેગા થઈને સંકલ્પ કરીએ,

બધું જ ભૂલી એક સાથે, એકમત થઈ મતદાન કરીએ.


લોકશાહીના રથ પર બેસી, ભારત વિશ્વશાંતિના પથ પર,

વિશ્વગુરુ થઈ જગમાં વિરાજે, એકમત થઈ મતદાન કરીએ.


એક મતનો અધિકારી છે ને તારી જવાબદારી પણ છે,

જોજે રાષ્ટ્રધર્મ ના લાજે, એકમત થઈ મતદાન કરીએ.

મૌલિક શ્રોત્રિય "અક્ષર" દાહોદ, ગુજરાતરાગઃ ઈન્સાફ કી ડગર પે બચ્ચોં દિખાઓ ચલ કે..


          ગઝલઃ 'મતદાન એ ફરજ છે'


'મતદાન એ ફરજ છે' - ભૂલે તું, તો ન ચાલે, 

આવેલ રૂડો અવસર ચૂકે તું, તો ન ચાલે. 


તારાથી ચાલનારી છે ભવ્ય લોકશાહી, 

થઈને અભિન્ન અવયવ, રૂઠે તું, તો ન ચાલે.


તારી પસંદગીની ચૂંટી શકે તું સરકાર, 

જ્યારે તને મળે તક, ઊંઘે તું, તો ન ચાલે. 


છે મૂલ્ય મતનું અબજો રૂપિયાથી પણ વધારે, 

વેચાઈ જઈ મફતમાં, કૂટે તું, તો ન ચાલે. 


ખુરશી ઉપર ચડ્યાં છે આ કોણ લૂંટનારાં?

-પ્રશ્નો પછીથી આવા, પૂછે તું, તો ન ચાલે.


'હું હોઉં તો કરું આ', 'હું હોઉં તો કરું તે',

-ઘરમાં પડ્યો-પડ્યો બસ, કૂદે તું, તો ન ચાલે. 


ભાવિ ઘણાંનું તારા એક મત ઉપર ટક્યું છે, 

સૌને ડૂબાડી, ખુદ પણ ડૂબે તું, તો ન ચાલે. 


મતદાનનો સમય છે, પરિવાર સહ નીકળ બહાર, 

આવી વેળાએ ઘરમાં ઘૂસે તું, તો ન ચાલે. 


દિવસોથી ચૂંટણીની, 'ધીરજ!' તેં રાહ જોઈ, 

આળસ ના તોય તડકે મૂકે તું, તો ન ચાલે. 


    ✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા, અમદાવાદ*મતદાન કરજો*


દાનમાં મહા દાન કરજો,

સૌ પ્રથમ મતદાન કરજો,


સૌ લોકોને જાગૃત કરીને

સૌ પ્રથમ મતદાન કરજો,


લોકશાહી પર્વને ઉજવવા

સૌ પ્રથમ મતદાન કરજો,


દેશપ્રેમનો ગર્વ ગજાવવા

સૌ પ્રથમ મતદાન કરજો,


નાતજાતના વેષ ઉતારીને

સૌ પ્રથમ મતદાન કરજો,


નાગરિક ધર્મને બજાવવા

સૌ પ્રથમ મતદાન કરજો,


'ભાવુક'સેવાકાર્ય કરાવવા

સૌ પ્રથમ મતદાન કરજો,


ભરત ગોસ્વામી "ભાવુક"

   અંજાર કચ્છ*🍎સોમવારે સવારે મત આપવા કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ જો ...* 


🤙🏻🙋‍♂️👍🤝 


*ભાજપે બનાવેલ શોચાલયમાં બેસી ના રહેતા .,,,,*



🤣☺️😊😢🤣*મતદાન કરીએ રે..*


ચાલો સાથે મળીને જઈએ રે..

સ્વચ્છ રૂપનું મતદાન કરીએ રે..


નિર્ભયતા કેળવીએ ચુંટણીમાં,

લોકશાહીનો પર્વ મનાવીએ રે..


ધબકતી કરી દેશની પરંપરાઓ,

ફરી લોકોને જાગૃત કરીએ રે..


જાતપાતના ભેદભાવ ભુલીને,

આઝાદ ઉત્સવને ઉજવીએ રે..


સેવા પ્રશ્નોને વાચા આપવાને,

દેશભક્ત જનસેવક ચુંટીએ રે..


નાગરિક તરીકે ફરજ સમજી,

'ભાવુક'ના નાદને ગજાવીએ રે..


ભરત ગોસ્વામી "ભાવુક"

     અંજાર કચ્છએક તમારા મતને ખાતર ખોટો ના ચુંટાઇ એ જો જો.

એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય એ જો જો.


એક તમારા મતમાં અસલી જંતુનાશક દવા ભરી છે.

ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય એ જો જો.


એક તમારા મુંગા મતને કારણ મહાભારત સર્જાયુ,

મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય એ જો જો.


એક તમારા મતની કિંમત નથી જાણતા, તો જાણી લ્યો,

સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય એ જો જો.


એક તમારા મતથી ખાટુ મોળુ શું થાશે જાણો છો?

એક ટીંપાથી આખ્ખે આખ્ખે આખ્ખુ દૂધ ન ફાટી જાય એ જો જો.


એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું?

રાહ જુઓ પણ ધોળે દાડે તારા ન દેખાય એ જો જો.


એક તમારા મતથી ધાર્યુ નિશાન વીંધી નાખો છો પણ –

એ જ તમારી ઓળખનો અંગુઠો ના છિનવાય એ જો જો.


એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા

પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય એ જો જો.


– કૃષ્ણ દવેBreaking.... 


ઇ વી એમ (EVM) નો વાંક કાઢવાનું શુભ મૂહુર્ત

*તા. ૮-૧૨-૨૦૨૨ ના સવારે 11:30:૦૦ વાગ્યા થી*

*5 વર્ષ સુધી છે.*


😂😂*હું શું કહું મતદાન મથક સ્કૂલમાં સાવરણો હોય તો રહેવા દેવાનો કે નહીં રહેવા દેવાનો*


 100 મીટર ની અંદર 😃😃😃

Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...