Posts

Showing posts from February, 2023

ભગવાનનો માણસને પત્ર

હું ઈશ્વર છું તમે કરોડો છો ને હું એક છું મારે પડી રહેવું હોય પણ તમારે મંગળા આરતી કરવી હોયએટલે મને વાઘાં પહેરાવીને બાબલાની જેમ તૈયાર કરી દો છો ભોગ મને ધરાવો છો ને આરોગો છો પોતે જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે જાણું છું લગ્ન નથી થતાં તે મંગળફેરા માંગે છે સંતાન નથી તે ઘોડિયું માંગે છે કોઈને નોકરી જોઈએ છે તો કોઈને છોકરી માબાપ ખાસ જોઈતાં નથી પણ મિલકત બધાંને જોઈએ છે કોઈ કમાવા માંગે છે તો કોઈ ચોરી કરવા માંગે છે કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે કોઈ રોટલો માંગે છે તો કોઈ ઓટલો મહામારી હું લાવ્યો નથી પણ તે કાઢવાનું મને કહેવાય છે જે આવે છે તે ઘંટ ખખડાવીનેમારા કાન કોતરે છે હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે વરસાદ નથી આવતો તો યજ્ઞ થાય છે આકાશ ખાબકે છે તો ખમ્મા કરવાનું મને કહેવાય છે પણ સાચું કહું હું કોઈનું કૈં કરતો નથી નથી હું પરણાવતો કે નથી કોઈનું છૂટું કરતો જંગલ હું નથી કાપતો હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં અમીર હું નથી કરતો ગરીબી મેં નથી આપી તમને લીલીછમ પૃથ્વી આપી તે રહેવા માટે એની તમે રાખ ક...

બાલરક્ષક બન્યાનું સન્માન...

Image
    જમણેથી શ્રી નરેશ સર (બાલરક્ષક પ્રતિષ્ઠાન,મહારાષ્ટ્ર), ક્રિસ્ટોફર   (ફ્રાન્સના એક નિવૃત્ત શિક્ષક), શ્રી નારાયણ જોષી સર (પદ્દમવિભૂષણ),શ્રી સંજયભાઈ ઠાકર (જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,કચ્છના પ્રાચાર્ય), એવોર્ડ વિજેતા શ્રી જયંતીભાઈ આઈ.પરમાર ( આચાર્ય, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ - આણંદ), હર હાઈનેસ શ્રીમતી આરતીદેવી (કચ્છના રાણીસાહિબા), સારા એદાન અને એમના મિસ્ટર (ફ્રાન્સના શિક્ષણવિદો)      મહારાષ્ટ્રના વર્ધા સ્થિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત બાલરક્ષક પ્રતિષ્ઠાન, ડ્રોપ આઉટ બાળકોના શૈક્ષણિક પુનઃ સ્થાપન અંગે ઘણા વર્ષોથી કાર્યરત છે. આ એન.જી.ઓ. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી શિક્ષણ અને સમાજ સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓને શોધીને રાષ્ટ્રીય તેમજ આંતર્રાષ્ટ્રીય ફલક પર સન્માનવાનું કાર્ય પણ કરે છે.       તારીખ 18 અને 19 મી ફેબ્રુઆરીના  રોજ ભૂજની રાજ્યગોર સમાજવાડી ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્ર દ્વારા સંસ્થાના ઉપરોક્ત હેતુસર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત શિક્ષકો અને સમાજસ...