ભગવાનનો માણસને પત્ર
હું ઈશ્વર છું
તમે કરોડો છો ને હું એક છું
મારે પડી રહેવું હોય
પણ તમારે
મંગળા આરતી કરવી હોયએટલે મને વાઘાં પહેરાવીને બાબલાની જેમ તૈયાર કરી દો છો
ભોગ મને ધરાવો છો
ને આરોગો છો પોતે
જે દિવસે એક જલેબી ચાખીશ એ દિવસથી પ્રસાદ ધરાવવાનું બંધ થઈ જશે તે જાણું છું
લગ્ન નથી થતાં
તે મંગળફેરા માંગે છે
સંતાન નથી
તે ઘોડિયું માંગે છે
કોઈને નોકરી જોઈએ છે
તો કોઈને છોકરી
માબાપ ખાસ જોઈતાં નથી પણ મિલકત બધાંને જોઈએ છે
કોઈ કમાવા માંગે છે
તો કોઈ ચોરી કરવા માંગે છે
કોઈને બજાર ઊંચું લઈ જવું છે તો કોઈને મફતનું જોઈએ છે
કોઈ રોટલો માંગે છે
તો કોઈ ઓટલો
મહામારી હું લાવ્યો નથી
પણ તે કાઢવાનું મને કહેવાય છે
જે આવે છે તે
ઘંટ ખખડાવીનેમારા કાન કોતરે છે
હું કોઈનું કામ નથી કરતો તો મારા પરની શ્રદ્ધા ઘટી જાય છે
કોઈનું કામ થઈ જાય છે તો મને મહાભોગ ચડે છે
વરસાદ નથી આવતો
તો યજ્ઞ થાય છે
આકાશ ખાબકે છે
તો ખમ્મા કરવાનું મને કહેવાય છે
પણ સાચું કહું
હું કોઈનું કૈં કરતો નથી
નથી હું પરણાવતો
કે નથી કોઈનું છૂટું કરતો
જંગલ હું નથી કાપતો
હાઇરાઈઝ મેં નથી બાંધ્યાં
અમીર હું નથી કરતો
ગરીબી મેં નથી આપી
તમને લીલીછમ પૃથ્વી આપી તે રહેવા માટે
એની તમે રાખ કરો
તો એમાં મારો શો વાંક?
મેં અણુ આપ્યો
ને તમે બૉમ્બ બનાવ્યો
પછી કહો કે શાંતિ વાર્તા કરો તો કેવી રીતે કરું?
સાચું કહો
તમે મને ઈશ્વર માનો છો કે નોકર ?
પ્રાર્થનાની આડમાં તમે
આજ્ઞાઓ જ કરો છો કે બીજું કૈં ?
ને તમે ઈચ્છો છો કે હું સેવા કરું
પણ હું કોઈનું સાંભળતો નથી
હું મેરેજ બ્યુરો ચલાવતો નથી કે નથી ચલાવતો કોઈ
એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ
મેં કોઈનું કૈં બગાડ્યું નથી
કે નથી મારે કોઈ પાસેથી કૈં જોઇતું કરતું
શ્રીફળ વધેરીને
મને વધેરવાનું રહેવા દો
*આપવાનું હતું તે આપ્યું જ છે*
હવે મારી પાસે કૈં નથી
કૃપા કરીને હવે કૈં માંગીને
મને શરમાવશો નહી
તમારું કામ થઈ જશે
એમ કહેનાર મારા કોઈ
સહાયક કે કમિશન એજન્ટો
મેં નિમેલા નથી.
તમે આજ સુધી
ઘણી પ્રાર્થનાઓ કરી
પણ આજે , હું તમને
એક પ્રાર્થના કરું છું
જાણું છું એ પછી
કોઈ મારી પાસે કે મંદિરમાં
આવવાનું નથી
તોય કહું છું કે*
કોઈ માંગણી ન હોય*
તો જ...આવજો. અને હા છેલ્લે છેલ્લે એટલું જ કહીશ કે તમારા કર્મ પર ધ્યાન આપજો
મારી વ્યથા ને અનુભવ જો એવી આશા સાથે શબ્દો ને વિરામ આપુ છું .
🌹🌹🌹🌹🌹
લી. એ જ ભગવાન
નિરંજન , નિરાકાર, નિરાહાર, અજય, અમર, 🙏🙏🙏
Comments
Post a Comment