બાલરક્ષક બન્યાનું સન્માન...

   

જમણેથી શ્રી નરેશ સર (બાલરક્ષક પ્રતિષ્ઠાન,મહારાષ્ટ્ર), ક્રિસ્ટોફર   (ફ્રાન્સના એક નિવૃત્ત શિક્ષક), શ્રી નારાયણ જોષી સર (પદ્દમવિભૂષણ),શ્રી સંજયભાઈ ઠાકર (જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,કચ્છના પ્રાચાર્ય), એવોર્ડ વિજેતા શ્રી જયંતીભાઈ આઈ.પરમાર ( આચાર્ય, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠ - આણંદ), હર હાઈનેસ શ્રીમતી આરતીદેવી (કચ્છના રાણીસાહિબા), સારા એદાન અને એમના મિસ્ટર (ફ્રાન્સના શિક્ષણવિદો)





     મહારાષ્ટ્રના વર્ધા સ્થિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત બાલરક્ષક પ્રતિષ્ઠાન, ડ્રોપ આઉટ બાળકોના શૈક્ષણિક પુનઃ સ્થાપન અંગે ઘણા વર્ષોથી કાર્યરત છે. આ એન.જી.ઓ. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ક્ષેત્રમાં કાર્ય કરી રહેલી શિક્ષણ અને સમાજ સેવા સાથે સંકળાયેલી વ્યક્તિઓને શોધીને રાષ્ટ્રીય તેમજ આંતર્રાષ્ટ્રીય ફલક પર સન્માનવાનું કાર્ય પણ કરે છે.
     તારીખ 18 અને 19 મી ફેબ્રુઆરીના  રોજ ભૂજની રાજ્યગોર સમાજવાડી ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્ર દ્વારા સંસ્થાના ઉપરોક્ત હેતુસર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ફલક પર કાર્યરત શિક્ષકો અને સમાજસેવીઓ માટે ઈન્ટરનેશલ કોન્ફરન્સ તેમજ સન્માન સમારંભ યોજાઈ ગયો.
     બે દિવસના આ સમારંભમાં પ્રથમ દિવસના બે સત્રો પૈકી પ્રથમ સત્રમાં સમગ્ર દેશમાંથી પધારેલ સન્માનપાત્ર પ્રતિભાઓનો પરિચય, અને કચ્છના રાણીસાહિબા આરતીદેવી જાડેજા, કચ્છ યુર્નિવસિટીના પ્રથમ કુલપતિ શ્રી કાંતિભાઈ ગોર સાહેબ, એડવોકેટશ્રી પ્રવીરભાઈ ધોળકિયા અને પરમ પૂજ્ય મહંત શ્રી પ્રદીપ્તાનંદજજીની ઉપસ્થિતિમાં જ્ઞાન સત્ર યોજાયા હતાં. જ્યારે બીજા સત્રમાં ભારત દેશની વિવિધ સંસ્કૃતિના દર્શન  કરાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
     બીજા દિવસે ગુજરાત ભૂષણ સન્માન, સમાજસેવી પુરસ્કારો અને બાલરક્ષક શિક્ષક પુરસ્કરો એમ ત્રણ તબક્કામાં મુખ્ય મહેમાન પદ્મવિભૂષિત મુરબ્બીશ્રી નારાયણભાઈ જોષી તેમજ અતિથિ વિશેષશ્રીઓ કચ્છના રાણીસાહિબા આરતીદેવી જાડેજા, ડાયેટ ભૂજના પ્રાચાર્ય શ્રી સંજયભાઈ ઠાકર અને ફ્રાંસના નિવૃત્ત શિક્ષકશ્રી ક્રિસ્ટોફર સાહેબ, અતિથિવિશેષ સારાહ એદાન, બાલરક્ષક પ્રતિષ્ઠાનના હોદ્દેદારો વગેરેના કરકમળ દ્વારા આ ૧૧૨ બાલ રક્ષકોને ટ્રોફી તેમજ પ્રમાણપત્રો એનાયત કરી સૌનું સમ્માન કરવામાં આવ્યું.
     આ સમારંભમાં આણંદ જીલ્લાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ઉમરેઠ ખાતેની ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારનું પણ એમની દીર્ધકાલીન, સક્રિયાત્મક, પ્રયોગશીલ અને બાલરક્ષક તરીકેની શૈક્ષણિક સેવાઓ બદલ સન્માન કરવામાં આવ્યું હતું.






























































































































































































Comments

Post a Comment

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...