ગ્વાદાલૂપે માતાજીનો સાક્ષાત્કાર...

 


આજે તારીખ 11.3.2023 ના રોજ મેક્સિકોના પ્રસિદ્ધ ગ્વાલાદૂપે માતાજીના ભારતના ગુજરાત ખાતે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જીલ્લામાં શામળાજીથી નજીક સ્થાપિત દેવાલય અને વિકાસશીલ યાત્રા ધામની મુલાકાત લેવાનું સદભાગ્ય સાંપડ્યું.

એ અંગેના પ્રતિભાવો...

1. પૂજ્ય આર્ચ બિશપશ્રી થોમસ મેકવાન, ગાંધીનગરને...

આજે લાંબા સમયની કડવઠ જવાની અને માતાજીનો આભાર માની એમના આશિર્વાદ મેળવવાની ઈચ્છા પૂરી થઈ. 

ફેમિલી સાથે પાંચે જણ જઈ આવ્યાં...ખૂબ સરસ જગ્યા, સરસ લોકેશન, પસંદગી ઉત્તમ...👍👌🤝💖

ભવિષ્યમાં એક જોરદાર યાત્રાનું સ્થાનક બની રહેશે એમાં કોઈ શંકા નથી.

અત્યારે ત્યાં મૂકાયેલ બન્ને ફાધર્સ પવિત્ર, બાઈબલના જ્ઞાની, મહેનતુ, મળતાંવડા અને માતાજીના વિકાસશીલ ધામને લાયક અને અનુકૂળ ફાધર્સ છે.

વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક લાગ્યું છે. વારંવાર જવાની ઈચ્છા થાય એવું છે.

ભવિષ્યમાં એક અદભૂત, સુંદર અને ભવ્ય ચર્ચની અપેક્ષાઓ સેવી અને પ્રાર્થનાઓ કરી છે. માતાજીની ભરપૂર કૃપાથી એ ચોક્કસ શક્ય બનશે.

માતાજીની અમારી પર ભરપૂર કૃપા અને આશીર્વાદ છે એની અમને ઘણીવાર પ્રતિતી થઈ છે. નિસર્ગ માટે ખાસ...

માતાજીની આ જગ્યાએ પધરામણી કરીને એક યાત્રા ધામ ઊભું કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન...🙏👏💐

Praise the Lord...🙏☦️🙏
May God bless us all...🙌

2. મેસેજ ટુ પૂજ્ય ફાધર કિંગને, કડવઠ...
આજે લાંબા સમયની કડવઠ આવવાની અને માતાજીનો આભાર માની એમના આશિર્વાદ મેળવવાની ઈચ્છા પૂરી થઈ. 

ફેમિલી સાથે અમે પાંચ જણ આવ્યાં હતા...હું જયંતીભાઈ, મારી જીવનસાથી સુનિતા, દીકરો નિસર્ગ, એની જીવનસાથી એન્સી અને દીકરી સાક્ષી.

આ જગ્યાનો પરિચય કરાવનાર પૂજ્ય બિશપ થોમસ મેકવાન હતાં. (એ મારી પત્નીના સગા મામાના દીકરા એટલે કે અમારા મોટા ભાઈ અને અમારા સંતાનોના મામા છે.)

માતાજીનો પરિચય થયો ત્યારે અમે એક કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. માતાજીમાં શ્રદ્ધા કરી અમારી મુશ્કેલીઓ દૂર કરવાની વિનવણીઓ અને માગણી કરી તેમજ એમની ભકિત અને પ્રાર્થનાઓ ચાલુ કરી. ખૂબ જ ટૂંકા ગાળામાં અમે એ મુશ્કેલીમાંથી બહાર આવી ગયાં. ખરેખર માતાજીએ ચમત્કાર કર્યો છે. માતાજીનો આભાર માનીએ એટલો ઓછો છે.આ ચમત્કારનો ઉલ્લેખ પૂજ્ય બિશપ સાહેબે એમનાં એક આર્ટીકલમાં દૂત મેગેઝીનમાં કરેલ છે.

આ જગ્યાએ આવીને અમે ખૂબ ધન્ય બની ગયાં છીએ. અપેક્ષાઓ હતી એના કરતાં વધારે સરસ જગ્યા, સરસ લોકેશન, પસંદગી ઉત્તમ...
👍👌🤝💖

ભવિષ્યમાં એક જોરદાર યાત્રાનું સ્થાનક બની રહેશે એમાં કોઈ શંકા નથી.

અત્યારે ત્યાં કામ કરતાં બન્ને ફાધર્સ પૂજ્ય ફાધર કિંગ અને પૂજ્ય ફાધર કાંતિ ખૂબ જ પવિત્ર, બાઈબલના જ્ઞાની, મહેનતુ, મળતાંવડા અને માતાજીના વિકાસશીલ ધામને લાયક અને અનુકૂળ ફાધર્સ લાગ્યા છે.

વાતાવરણ પવિત્ર અને આધ્યાત્મિક લાગ્યું છે. વારંવાર જવાની ઈચ્છા થાય એવું છે.

ભવિષ્યમાં એક અદભૂત, સુંદર અને ભવ્ય ચર્ચની અપેક્ષાઓ સેવી અને પ્રાર્થનાઓ કરી છે. માતાજીની ભરપૂર કૃપાથી એ ચોક્કસ શક્ય બનશે.

માતાજીની અમારી પર ભરપૂર કૃપા અને આશીર્વાદ છે એની અમને ઘણીવાર પ્રતિતી થઈ છે. 
નિસર્ગ માટે ખાસ...

માતાજીની આ જગ્યાએ સાક્ષાત પધરામણી છે એવું અમને આજે લાગ્યું છે. આ જગ્યાએ એક પવિત્ર યાત્રા ધામ ઊભું કરવા માટે આપ જે તનતોડ મહેનત કરી રહ્યાં છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન...🙏👏💐

Praise the Lord...🙏☦️🙏
May God bless us all...🙌

અન્ય ફોટોગ્રાફ્સ...
























































Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...