ક્રિકેટ વર્લ્ડ કપ 2023 હારી જતાં...

આજરોજ રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઈનલ મેચમાં ભારતની હાર થતાં આખા ભારતમાં, ખાસ કરીને ક્રિકેટ પ્રેમીઓમાં એક પ્રકારનો સન્નાટો છવાઈ ગયો છે.

આ અંગે સોશિયલ મીડિયામાં ફરતાં થયેલાં કેટલાંક મેસેજીસ અને પોષ્ટનું કલેક્શન...

[19/11, 21:35] +91 94264 21483: રોહિત અને શ્રેયસના જીગરા ને સલામ

વિરાટ,રાહુલ, ગિલ ની ટેક્નિક ને સલામ

બુમરાહ, શમી, જાડેજા ની બેમિસાલ બોલિંગ ને સલામ

એન્ડ મિસ યુ હાર્દિક👍

[19/11, 21:38] +91 94269 28470: Don’t Forget we lost only cup …

But 


We win 

1. Most Run - Virat Kohli 

2. Best batting Average- Virat Kohli 

3. Most Fifties - Virat Kohli 

4. Most Four - Virat Kohli 

5. Most Six - Rohit Sharma 

6. Most Ninety- Virat Kohli 

7. Most Wicket - Shami 

8. Best Bowling Average- Shami

9. Best Bowling - Shami 

10. Most 5 Wicket - Shami 

11. Best Bowling Strikerate- Shami 




*Today we lost but don’t forget we win against Pakistan 😂😂Also and Continue 10 match winner*

…..


So three cheers for Indian cricket team 

Jay shri Ram 🥳

Jay shri Ram 🥳

Jay shri Ram 🥳

[19/11, 21:40] +91 94273 65158: हमारे सभी भारतीय खिलाड़ीओ को धन्यवाद,

*आपने हमारे सभी के दिलों को जीता है, हमेशा*

*आप हमारे लिए अजेय है। क्योंकि फायनल तक प्रबल दावेदार और सक्षम ही पहुंचते है टकराते हैं।*

खेल है ,,,,जीत किसी एक की ही तय होती है और हारने वाला सदा के लिए हारा हुआ नहीं होता।

अपेक्षाएं बहुत होती है मगर खेल है और जो है वहीं स्वीकार।

विश्व के नामी रिकॉर्ड भी आपने ही तोड़कर अपने नाम किए हैं इससे और गौरवपूर्ण बात क्या हो सकती है।

*इस वर्ल्ड कप में सबसे ज्यादा मैच आपने जीते हैं।*

धन्यवाद टीम इंडिया फायनल खेलने के लिए।

🏏🇮🇳

[19/11, 21:45] +91 94269 28470: અફસોસ એ વાતનો કે સતત 10 વખત જીત સાથે આ જીત અનોખી હોત બાકી હાર જીતતો થવાની જ હોય

[19/11, 21:46] +91 95867 69665: બીજા કોક ગ્રાઉન્ડ માં મેચ હોત તો જીતી જાત..નામ મેં બહુત કુછ રખ્ખા હૈ...😀😀😀

*શું આપ ક્રિકેટમાં રસ ધરાવો છો?* 

*શું આપ આજે ફાઈનલ મેચમાં ભારતની હારથી અપસેટ છો?* 

 *શું આપ આ હાર માટે આશ્વાસન લેવા માંગો છો???* 


 *તો નીચે આપેલ પેરેગ્રાફ વાંચી લો, તમને ૧૦૦% આશ્વાસન મળશે જ...* 


ક્રિકેટના વર્લ્ડ કપ મેચનું આયોજન કરતી BCCI-બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઈન ઈન્ડિયા એ ખાનગી ધંધાદારી સંસ્થા છે. તે ભારત સરકારની સંસ્થા નથી. એમાં રમતવીરોની કમાણી, જાહેરખબરોની કમાણી અને બોર્ડનો નફો વગેરે મહત્ત્વનાં બની ગયાં છે. BCCI એ નફો કરનારી કોઈ પણ મહાકાય કંપની જેવી સંસ્થા છે. પણ લોકોના દિમાગમાં BCCI એટલે India એવું પર્યાયવાચી સમીકરણ બેસી ગયું છે. BCCIની ટીમ જીતે કે હારે તો ઇન્ડિયા જીત્યું કે હાર્યું એમ સમજી લેવામાં આવે છે ! ભારત સરકાર પણ એમ સ્વીકારી લે છે. 2004માં સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે BCCI ભારતના રાષ્ટ્રધ્વજ કે ભારતના રાષ્ટ્રગીતનો ઉપયોગ ન કરી શકે.


 પેરેગ્રાફ સૌજન્ય : 

(૧) શ્રી હેમંતકુમાર શાહ

(૨) શ્રી રમેશ સવાણી

‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બોડી લેંગવેજ નેગેટીવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી અને ફાઈનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ક્રિકેટ ફેન’ તરીકે આપણી inconsistency છે. 


મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે, ત્યાં નિરાશાઓ પણ રહેવાની. This is just a game, પણ રમત સિવાય પણ નિરાશા, નિષ્ફળતા અને હાર્ટ બ્રેકને “it’s okay “ કહેતા રહેવું પડશે. 


ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક કયાં નવું છે? દિલ તૂટવાની તૈયારી સાથે જેઓ કોઈને ચાહી શકે છે, તેઓ જ પોતાની જાતને આશિક કહી શકે છે. કરોડો લોકોમાંથી પસંદ કરેલા શ્રેષ્ઠ અગિયાર જણા પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને પાછા ફરશે, અને એનો આપણને ગર્વ હોવું જોઈએ. જે ગેમ સાથે બાળપણથી ઈમોશનલી જોડાયેલા હોઈએ, એમાં પરાજય મળે તો છાતીમાં દુખાવો થાય એ Obvious છે. આપણી જેમ એ અગિયારમાંથી પણ ડ્રેસિંગરૂમમાં જઈને કોઈક તો રડ્યું જ હશે. આ આપણો સહિયારો અફસોસ છે. Collective heart break છે. 


જે ઈચ્છ્યું હોય, એ ન મળે ત્યારનું આપણું વર્તન આપણું કેરેક્ટર નક્કી કરતું હોય છે. ફાઈનલ સુધી પહોંચીને ટૂંકા પડ્યાનો અફસોસ આપણને જિંદગી ભર રહેશે પણ એ અફસોસ માટે કોઈને જવાબદાર માનવા લાગીએ તો એ વાત ફરી એકવાર સાબિત કરી આપશે કે આપણે કોઈપણ જાતના બહાનાઓ કે આરોપો વગર હાર સ્વીકારી નથી શક્તા. 


લગ્ન પછી બાળક ન થાય તો પત્નીને છુટ્ટા-છેડા આપીને બીજા લગ્ન કરી લેવાની માનસિકતા વચ્ચે કોઈ એક વ્યક્તિ કે ટીમને ‘ગમે તે સંજોગોમાં’ સાતત્યપૂર્વક ચાહતા રહેવાની અપેક્ષા થોડી વધારે પડતી છે, એ હું જાણું છું. પણ આ હાર પણ સેલીબ્રેટ કરવી જોઈએ. હારના કારણોનું પોસ્ટ-મોર્ટમ કર્યા વગર એમના પ્રયત્નો અને એમની નિયતને ઉદારતાથી વધાવી લઈએ તો આપણે સાચા ભારતીય. બાકી, નિષ્ફળ ગયેલી વહુ, વિદ્યાર્થી કે ટીમને ‘ટોન્ટ’ મારવાનું કામ આપણી અપરિપક્વતાને છતી કરે છે. 


રડી લેશું થોડું એકાંતમાં. વ્યક્તિગત જીવનમાં સૌને અલગ અલગ રીતે તો મળતી જ હોય છે, આ સહિયારી નિષ્ફળતા સૌ સાથે મળીને વહેંચી લઈશું. કોઈ બ્લેમ-ગેઈમ નહીં, કોઈ ‘ટ્રોલીંગ’ નહીં. જેટલી ખેલદિલીથી એ લોકો રમ્યા છે, એટલી જ ખેલદિલીથી એમની હારને સ્વીકારી લઈએ તો સાચા સપોર્ટર. 


ભૂરી જર્સી પહેરીને ‘બ્લીડ બ્લ્યુ’ના નારા લગાવવાથી કોઈપણ ક્રિકેટ ફેન થઈ શકે છે. ચાહત સાબિત કરવાનો અવસર ત્યારે જ આવે છે જ્યારે ખરેખર ખંજર વાગે અને વહી જતા લોહીનો રંગ ‘બ્લ્યુ’ હોય. પ્રેમ કરનારાઓ ન તો આરોપો કરે છે, ન તો ટીકાઓ. તેઓ ગમતા લોકોને ગળે મળીને તેમની નિષ્ફળતા માટે એટલું જ કહેતા હોય છે, ‘It’s Ok. We are with you.’


Comments

Popular posts from this blog

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

ઉતરાયણ વિષે...

After Kolkata Case, कलकत्ताकी हेवानियतके बाद, કલકત્તાના બનાવ પછી...